પરચા ૮૮

અનાદિ મુક્તરાજ નંદકિશોરમહારાજ કરસનદાસ ભટ્ટ

જીરાગઢ, હાલ સૂરત

નંદકિશોરભગત પહેલાં જામનગર ભણતા હતા ત્યારે મહારાજના દર્શન કરવા જતા. મહારાજની ઓળખ ઇ.સ.૧૯૮૩ દુબઇમાં થઈ હતી. તેઓ ત્યાં સભામાં પણ જતા હતા. તેમને શાંતિભગત બગીચાએ દિક્ષા મંત્ર, કંઠી બાંધવાનું કહ્યું પણ ભગતે ના પાડી. એમને સંકલ્પ થયો કે, ભગવાન દર્શન આપે તો હું માનું કે, ભગવાન છે. પછી ભગતને અબુધાબીમાં ભગવાને દર્શન આપ્યા બાદમાં પૂર્ણ નિશ્ચય થયો કે, આ મહારાજ પોતે સ્વયં ભગવાન છે. સંતરૂપે દર્શન આપ્યા પછી મહારાજે પોતે કહ્યું કે, ‘ભૂદેવ જૂનાગઢ આવજો, દિક્ષા લેજો અને બધી સેવાનો લાભ લેજો.

અમદાવાદના એક મિસ્ત્રી હતા એમને કહ્યું કે, હવે મારે ઇન્ડિયા જવું છે. પછી મિસ્ત્રીએ કહયું કે, તમારે બે વર્ષનો કરાર છે. બે વર્ષ પછી તમને જવા મળે પછી એમના પત્નીને કહ્યું કે, હવે તમે ટેલિગ્રામ કરાવો તો તમે એમાં કહો કે, તમારા પત્નીની તબિયત સિરિયસ છે તો તમને જવા દેવાશે તો તમે એમ કરો. પછી ફોન આવ્યો અને ઇન્ડિયા આવવા દીધા. પછી જૂનાગઢ મહારાજ પાસે દર્શન કરવા ગયા. ઈ.સ.૧૯૮૩માં મહારાજ પાસે દિક્ષા લીધી. નંદકિશોર ભગત અને ધરમશીભગત મિસ્ત્રી બંને બેઠા હતા અને મહારાજે કહ્યું કે, સવારે ઊગતા પહોરે તમે દિક્ષા લેજો. પછી મહારાજે સવારે દિક્ષા આપી, ભગવું ગંજી આપી મહારાજે કહ્યું કે, તમે પવિત્ર સુપાત્ર બ્રાહ્મણ છો માટે તમારે આડું તિલક કરવું ઊભું ન કરવું મારા મંત્રનો જાપ કરવો તેમજ ગાયત્રી મંત્રનો પણ જાપ કરવો. દર શ્રાવણ માસમાં મહાદેવની પણ પૂજા કરવી.

પછી એ જ દિવસે રાત્રો નંદકિશોર ભગત અને ધરમશીભગત બંને મહારાજની સેવા કરતા હતા અને મહારાજે ધરમશીભગતને કહ્યું કે, તમે પાણીનો શીશો લેતા આવો આ ભગતને પ્રસાદીનું પાણી આપવું છે. પછી ગયા ભગત ખાલી બાટલો લઈ આવ્યા. ત્યાં સુધીમાં મહારાજે ભગતને નવ ચિન્હના દર્શન કરાવ્યા. આખો દિવસ સેવા કરી અને સત્સંગ કર્યો પછી ધરમશીભગત અને નંદકિશોર ભગત બંનેએ મહારાજની રજા લીધી અને મહારાજે ધરમશીભગતને કહ્યુંં કે, કાંઈ સેવા કરશો, રૂ.પાંચ હજારની સેવા છે તો કરશો ? પછી ધરમશીભગતે કહ્યું કે, મહારાજ અત્યારે મારી પાસે રૂ.૧પ૦૦ છે એ આપું તો નહીં

ચાલે ? પછી મહારાજે અંતર્યામી શક્તિ વાપરી ધરમશીભગતને કહ્યું કે, તમે ઘરે તિજોરીમાં ગઈકાલે જે પાંચ હજાર રૂપિયા રાખીને આવ્યા છો અમે એ જ સેવામાં માગીએ છીએ. તમે જ્યારે એ પૈસા મૂક્યા ત્યારે અમે તમારા રૂમમાં જ દિવ્ય સ્વરૂપે ઊભા ઊભા જોતા હતાં. આ વાત સાંભળી ધરમશીભગતને મહારાજનો વિશેષ મહિમા ઓળખાયો. જેથી મહારાજની આજ્ઞા પ્રમાણે પછી એ પાંચ હજાર રૂપિયા જીરાગઢ જઈ પૈસા લઈ જૂનાગઢ આવી મહારાજને અર્પણ કર્યાં.

નંદકિશોરભગત તથા તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન ફુલવાડી મંદિરમાં ઈ.સ.૧૯૯૭-૯૮માં રસોઈની સેવા કરતા હતા. ઈ.સ. ર૦૦૧-ર૦૦રમાં મહારાજે ફુલવાડી નીજ મંદિરમાં મૂર્તિમાન આવી અમૃત વરસાવી ભક્તોને દર્શન આપ્યા. ૧૮ કલાક સુધી મહારાજે અખંડ દર્શન આપી અમૃત વરસાવ્યું હતું. તેમજ ચરણસેવા વખતે પણ દર્શન આપ્યા હતા.

નંદકિશોરભગતના માતા-પિતા શંકર ભગવાનનાં ઉપાસક હતા. નંદકિશોરભગતને એમ થયું કે, હવે મહારાજ અમારા બા-બાપુજી પર કૃપા કરી પોતાની પૂર્ણ ઓળખાણ આપે તો સારું અને મહારાજે નંદકિશોરભગતની પ્રાર્થના સાંભળી નંદકિશોરભગતના બાને મહારાજે દર્શન આપ્યા અને દર્શન આપ્યા પછી બધું સમજાઈ ગયું કે, આ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન સર્વોપરી છે અને મહારાજે તેમને અભયવચન આપ્યું કે, અમે તમને (નંદકિશોરભગતના બા-બાપુજી) બંને જણાંને એકસાથે ધામ પરમધામમાં લઈ જઈશું. એ પ્રમાણે જ્યારે નંદકિશોરભગતના બા-બાપુજીની ઉંમર થતા મહારાજ પહેલાં એમના બાપુજીને રવિવારે તેડવા આવ્યા પછી એના બા ને મહારાજ એમના પછીના દિવસે સોમવારે તેડવા આવ્યા. આ પ્રમાણે મહારાજ ભક્તોના સંકલ્પ જાણી લઈ, દર્શન આપી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે.

અનાદિ મુક્તરાજ પૂ.નંદકિશોર મહારાજ તેમજ તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેનનું જીવન ધર્મમય, ભક્તિમય અને સેવામય રહ્યું છે. માટે પ્રગટ ભગવાનના મંદિરમાં જ્યાં સેવા-પૂજા તેમજ કથાવાર્તાની જરૂર હોય ત્યાં અવશ્ય તેઓ લાભ આપે છે. તેમજ બ્રાહ્મણ તરીકે તેમને કોઈ ભક્તો દક્ષિણા આપે તો તે દક્ષિણા પોતાના ઘરખર્ચમાં ન વાપરીને મહારાજના કાર્યોમાં જ્યાં જેવી જરૂર હોય ત્યાં સેવા કરી પ્રગટ ભગવાન તેમજ તેમના મુક્ત ભક્તોને વિશેષ રાજી કરે છે. આવું એમનું નિર્માની, સરળ અને પવિત્ર સાચા મુક્ત જેવું જીવન છે.