અનાદિ મુક્તરાજ સુરેશભગત જાદવજીભગત જાવિયા
સૂરત, હાલ- અમદાવાદ
સુરેશભગત નાના હતા ત્યારે નાનપણમાં ઝાડાનો રોગ થયો હતો. ત્યારે ઘણી દવાઓ કરી પણ સારું ન થયું પછી સુરેશભગતના બા એ મહારાજને પત્ર લખ્યો કે, સુરેશને ઝાડાની તકલીફ છે એને સારું થતું નથી. પછી મહારાજે ‘શ્રીજી રક્ષા અને શરણાગતિ મંત્ર' લખીને આપ્યો અને પત્રમાં લખ્યું કે, અમારા મંત્રની એક માળા કરવી તેમજ શ્રીજી રક્ષા સુરેશને કંઠીમાં માદળિયામાં બાંધવી અને પત્રની સાથે ગુલાબની પાંખડી મોકલી છે એ એને ખવડાવવી. આ રીતે સુરેશભગતને નાનપણમાં ઝાડાનો રોગ મહારાજે દૂર કરી દીધો હતો.
સુરેશભગતના બા ને પૂરો ભગવાનપણાનો નિશ્ચય પણ બાપાને જરાય નહીં. બાપાએ બા ને ભક્તિ કરવામાં આડા આવતા તો પણ બા તે જરાય ડગે નહીં. બાપાએ જેમ ભગવાનને મૂક્યા તેમ બા ને દૃઢ વિશ્વાસ થતો ગયો- કેમ આવું થયું ? ભગવાન રાખવા અઘરા છે માટે.
એકવાર સુરેશભગત અને એના બા જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે સુરેશભગતને દાંત નહોતા આવતા. તેથી આ વાત કહેવાની મહારાજને ભગતના બાએ કરી હતી. પછી સુરેશભગત કહે એ પહેલા મહારાજે કહ્યું કે- ‘‘તારે દાંત કેમ નથી ? આ દાંત ચકલી લઈ ગઈ'' પછી મહારાજે નાના છોકરાને વ્હાલ કરે એ રીતે તેને માથા પર હાથ ફેરવ્યો અને પછી ભગતના મુખમાં આંગળી ફેરવીને પોતાના ખોળામાં બેસાડ્યા પછી મહારાજે પિત્તળના ડબામાંથી પગડો કાઢ્યો અને પોતાના હાથે ભગતને પગડો ખવડાવ્યો ત્યાં તો ૬ કલાકમાં ભગતને દાંત આવવા માંડ્યા. આ રીતે મહારાજે પરચો પૂર્યો અને છેલ્લે મહારાજે ઊભા થઈ એને ભેટીને એમ બોલ્યા કે, તમને આવા બાપ મળે તો કેવું સારું !
પછી સમય જતાં મહારાજ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે સૂરતથી ભક્તોની બસ જૂનાગઢ જવાની હતી અને સુશીલાબેનને ખબર પડી તો એમણે પણ જવાનું નક્કી કર્યું પછી ભગવાનજીભગત અને ઘણાં ભક્તોએ તેમને ના પાડી અને કહ્યું કે તમે જૂનાગઢ જવાનું રહેવા દો નહીંતર તમારા ઘરવાળા તમને પછીથી ખૂબ જ દુઃખ આપશે, પરંતુ મહારાજના અંતિમ દર્શનની હૃદયમાં દૃઢ ઈચ્છા હોવાથી સુશીલાબેન પોતાના બાળકો સાથે જૂનાગઢ પહાગચ્યા અને મહારાજના અંતિમ દર્શન કરીને ખૂબ જ રડી પડ્યા અને હૃદયથી પ્રાર્થના કરવા લાગ્યા કે, હે પ્રગટ ભગવાન તમે ભલે દેહથી હવે આ લોકમાં નથી પરંતુ દિવ્યદેહે
કાયમ અમારા ભક્તોની સાથે પ્રગટપણે રહેજો અમને સેવાભક્તિનું ખૂબ બળ આપજો. દર્શન દેતા રહેજો અને અંત સમયે તમારા પરમધામમાં તેડી જજો.
સુરેશભગતના બા સુશીલાબેન મહારાજ ખૂબ ભક્તિ કરતા હતા એ જાદવજીભાઈને ગમતું નહીં એમને એવા અવગુણીયાનો સંગ થઈ ગયો હતો એટલે સુશીલાબેનને કહેતા કે, આ ભગવાનને મૂકી દે આની ભક્તિ ન કર. આવી રીતે કહેતા તો પણ સુશીલાબેનને એવો પાકો નિશ્ચય હતો કે આ ભગવાન છે. પછી તો જાદવજીભાઈ એના પત્ની સુશીલાબેનને માર મારતા પછી મહારાજની મૂર્તિ પર બૂટ પહેરીને ઊભા રહેતા અને સંડાસ જાય તો અડધું પાણી વાપરે અને અડધું પાણી વધે એ મહારાજની મૂર્તિ પર રેડતાં. આવી રીતે કરતા અને સાંજે રાંધેલું હોય એ બધાયમાં કાંદાની કટકી નાખતા. આવી રીતે સુશીલાબેનને ભક્તિ કરવામાં અવરોધ ઊભો કરતા પણ સુશીલાબેનની એવી ભક્તિ હતી કે એ ડગતા નહીં અને જેમ વિરોધ કરે એમ એનો નિશ્ચય પાકો થતો જાય. પછી જૂનાગઢ જઈ મહારાજને વાત કરી કે, આમ વિરોધ કરે છે તો મહારાજે કહ્યું કે, આ હિરણ્યકશિપુ અત્યારે ક્યાંથી પાક્યો. આ રીતે મહારાજે એમને હિરણ્યકશિપુનો અવતાર કહ્યો.
પછી છેલ્લે છેલ્લે જાદવજીભગતને માનસીક બીમારી આવી અને આખા સમાજમાં ગાંડાનું પાત્ર થયા અને છેલ્લે છેલ્લે બહુ પીડા ભોગવી અને દેહ છોડ્યો.