અનાદિ મુક્તરાજ ડૉ. હરિલાલ. કે. મનાણી
જામવંથલી
જામવંથલીથી જૂનાગઢ પગપાળા જઈ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના નવા વર્ષે દર્શન કરવા તેવા શુભાશયથી નીકળ્યા અને અમે નવા વર્ષનાં દિવસ પહેલાં ‘આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ' કિર્તન બોલતા જૂનાગઢ પહાગચ્યાં. અંતરમાં મહારાજના દર્શનની ઝંખના હતી. ચાલતા ચાલતા વડાલ સ્ટેશન આવ્યું એટલે આગળ જલ્દી જલ્દી ચાલવા માંડ્યા. અંધારું થવા લાગ્યું, જૂનાગઢ શહેરમાં પ્રવેશ કર્યો. જિંદગીમાં પહેલી વખત જૂનાગઢની દિવાળી માણી. આખરે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કર્યો. શરણાઈ વાગતી હતી. દિવાળીનો ઉત્સાહ અનેરો હતો. મહારાજના નિવાસસ્થાને પહાગચ્યા. કોઠારી સ્વામી, આત્મપ્રકાશ સ્વામી, દેવસ્વામી અમારી વાટ જોતા હતા. છગન ભગત અગાઉ આવી ગયા હતા. સ્નાનવિધિ કરી અમે પ્રસાદી લીધી. મહારાજ ત્યારે ચોપડાપૂજનમાં ગયા હતા. પછી મહારાજ ઉતારે આવ્યા. ત્યાં જઇ અમે ખૂબ જ દંડવત્ કર્યા. મહારાજે બધાયને ખમ્મા ખમ્મા કરીને પૂછ્યું, ‘પગ દુઃખતા તો નથી ને ?' અમોએ કહ્યું, ‘ના મહારાજ, આપની કૃપાથી કોઈ જ જાતની તકલીફ નથી.' પછી છગનભગત કાચા અમને ઠાકોરજી જમાડવા લઈ ગયા. અમારા નવા કપડાં પણ છગનભગત લઈ આવ્યા હતા. થોડીવારમાં ચાવડાવાળા રતિલાલભગત રાઠોડ તથા માધાપરના બચુભાઈનો મેળાપ થયો. પછી ઉતારે ચાવડાવાળા રતિલાલભગત રાઠોડે અમને મહારાજના મહિમાની વાતો કરી. આમ મહારાજને સંભારી અમે શયન કર્યું.
તા.૬-૧૧-૧૯૭ર (નૂતનવર્ષ) સવારે વહેલા ઊઠ્યા. સ્નાનવિધિ કરી જૂનાગઢ શહેરમાં ગયા. મહારાજ માટે સાકર, નાળિયેર લઈ આવ્યા. જૂનાગઢ શિખરબંધ મંદિરમાં રાધારમણદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, ઘનશ્યામ મહારાજના દર્શન કર્યાં. પછી અમે મહારાજનું પૂજન કર્યું. ત્યારે નાનુભગત, ડો.કનુભાઈ ખોલિયા, ડો.હરિભાઈ મનાણીએ મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા. મહારાજ બોલ્યા, ચિન્હના દર્શન કરવા છે ? અમોએ હા પાડી. ત્યારબાદ હસ્તમાં સ્વસ્તિક, ત્રિાશૂળ, ધનુષ્ય-બાણ, મસ્ત્ય ચિન્હના દર્શન કરાવ્યા. પગમાં રહેલી ઉર્ધ્વરેખાના દર્શન કરાવ્યા. ત્રણ ઘૂંટીયુંના દર્શન કરાવ્યા. સાથળમાં ખાપાના ચિન્હના દર્શન કરાવ્યા. પછી મહારાજના નિવાસસ્થાને ચોવીસ અવતારની મુર્તિ આગળ નૂતનવર્ષનો
અન્નકોટ ભર્યો હતો ત્યાં આરતી ઉતારવાનો લાભ લીધો.
બપોર પછી અમો મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે ફુલવાડીનો ખૂબ જ મહિમા સમજાવતાં કહ્યું કે, ફૂલવાડીએ દરરોજ દર્શન કરવા જજો. ભવિષ્યમાં મહાન તીર્થ બનશે, મોટાં મોટાં સમૈયા થશે, હજારો ભક્તો આવશે. ફૂલવાડીનો ઘણો વિકાસ થઈ મોટી જગ્યા બનશે. આવી વાતો અમને ૪૭ વર્ષ પહેલાં કહી હતી પણ અમને મનાતુંં નો'તું કારણ કે ૪૭ વર્ષ પહેલાં ફૂલવાડીની સ્થિતિ અતિ દયનીય હતી, તૂટેલી-ફૂટેલી ઝાપલી હતી, ચારેબાજુ કાચી વાડ હતી, આંબલીયો હતી. માંડ બે-ચાર ભક્તો ફુલવાડીએ જતા ત્યારપછી ફૂલવાડી એક બીજમાંથી વટવૃક્ષ બની એક તીર્થધામ બની, શિખરબંધ મંદિર, ભવ્ય ભોજનશાળા, ગૌશાળા, ભક્તોના ભવ્ય ઉતારા, આજુબાજુની વાડી, ખેતરની જમીન ફૂલવાડીમાં ભળી. હવે તો મોટા મોટા સમૈયા ઉત્સવો થાય છે. હજારો માણસો દર્શન કરવા આવે છે. ૪૭ વર્ષ પહેલા ત્રિાકાળદર્શી મહારાજે ઉચ્ચારેલી વાણી આજે સત્ય ઠરી છે અને મહારાજના પ૭ જેટલાં કલ્યાણકારી શાસ્ત્રો પ્રકાશિત થયા છે.
અમે તા.૭-૧૧-૧૯૭ર (ભાઈ બીજે) વહેલા ઊઠ્યા, પૂજાપાઠ કરી, નાસ્તો કરી મહારાજના નિવાસસ્થાને ગયા. મહારાજ કહે, ગિરનાર ચડી આવો. અમે ગિરનાર ચડવા તૈયાર થઈ ગયા. ભવનાથ તળેટીએ ગયા. ગિરનારના પગથિયાં ચડતાં ખાખીની જમાતના દર્શન થયા. નરસિંહભાઈ કુકડિયાનું શરીર ભારે હતું તેથી શરૂઆતમાં તેમને ચડવામાં મુશ્કેલી પડી. અમે તો થોડી જ વારમાં મહારાજની દયાથી પહેલી ટૂંકે પહાગચી ગયા. ત્યાં વાવનું પાણી પીધું. જૈનડેરાના દર્શન કરી ફર્યાં. ગૌમુખી ગંગાએ ગયા. આગળ આરોહણ કરતા બીજી ટૂંકે પહાગચી ગયા. આમ કરતા કરતાં છેલ્લી દત્તાત્રોય ટૂંકે પહાગચી ગયા. બેઠા, આરામ કર્યો, ઘંટ વગાડ્યો. આમ ગિરનાર આરોહણ છેલ્લી ટૂંક સુધી કર્યું. મહારાજની કૃપા કેટલી ? ઠેઠ જામવંથલીથી જૂનાગઢ ચાલીને આવ્યા આખા ગિરનારની જાત્રા કરી પણ થાકનું નામ નિશાન અમને ન હતું. ગિરનાર ચડવાની આજ્ઞા તો મહારાજે અમને સ્વમુખે કરી હતી. એટલે કોઈને થાક નતો. પછી છેલ્લી ટૂંકથી ઉતરવાનું શરૂ કર્યું, ઉતરવામાં ઝપાટો થયો. ભવનાથ તળેટીમાં આવ્યા લીંબુવાળી સોડા પીધી. ભવનાથ તળેટીથી મંદિર સુધી ઘોડાગાડીમાં બેઠા અને મંદિરે પહાગચ્યા. અમને કોઠારી સ્વામી સ્વયંપ્રકાશદાસજી તથા આત્મપ્રકાશદાસજી સ્વામી, હેમંતભગતે ખૂબ જમાડ્યા. બપોરે ઘસઘસાટ ઊંઘી ગયા બપોર પછી ગ્રૂપ ફોટા પાડ્યા. મેં અને શાંતિલાલભગત બગીચાએ મહારાજ પાસે પૂજા પ્રસાદીની
કરાવી.ત્યારે મહારાજે મને બે અને શાંતિલાલભગતને એક પ્રસાદીની મૂર્તિ આપી.
મહારાજે અમને છયે ભક્તોએ આ વિકટ પદયાત્રા કરી સ્મૃતિ તરીકે અમને કાયમી યાદગીરી સ્વરૂપે એક એક પ્રસાદીની સોપારી આપી. ગ્રૂપ ફોટા માટે સ્ટુડિયોવાળા આવી ગયા. મહારાજ ખુરશી પર બિરાજમાન થયા. હેમંતભગત અને છગનભગત પાછળ ઊભા રહ્યા. મહારાજની જમણી બાજુ જયંતીભગત પોરીયા, ડો.હરિભાઈ મનાણી, ડો. કનુભાઈ ખોલિયા મહારાજની ડાબી બાજુએ નરસિંહભાઈ કુકડિયા, નાનુભગત કાચા, શાંતિભગત બગીચા આ ગ્રૂપ ફોટો તેમજ વ્યક્તિગત મહારાજ સાથે ફોટા પડાવ્યા. સાંજ પડી રાતની ટ્રેનમાં જામવંથલી આવવાનું હતું. પછી મંદિરે દેવોના દર્શન કર્યાં, મહારાજના દર્શન કર્યાં પછી વિદાઈ લીધી. રાત્રો જૂનાગઢથી ટ્રેનમાં બેસી સવારે તા.૮-૧૧-૧૯૭ર રાજકોટ ઉતર્યા ત્યાંથી અમે જામવંથલી આવ્યા.
મારી ઉંમર સાત વર્ષની હશે ત્યારે મને સખત મરડો થયો. શરીર જીર્ણ અને દુબળું થઈ ગયું. ઘણી દવા કરી પણ મટે નહીં. એ વખતે મહારાજ જામનગર બિરાજમાન હતા. મારા મોટાભાઈ મોહનલાલ કરશન મનાણી જામનગર કડિયાકામ કરતા હતા. હું મારી બા સાથે જામનગર ગયો. મોટાભાઈ મોહનભગતે મહારાજને વાત કરી કે, હરિલાલને સખત મરડો થયો છે મટતો નથી. મહારાજે પ્રસાદીનું પાણી આપી કહ્યું કે, અઠવાડિયા સુધી દહીં અને જીરૂ સિવાય કાંઈ ખાવાનું નહીં. આમ મહારાજના આશીર્વાદથી મરડો સાવ મટી ગયો. આ એક અદ્ભૂત પરચો જ હતો કોઈ જ દવા વગર એક મહારાજના આશીર્વાદથી અસાધ્ય મરડો મટી ગયો. પછી હું અને મારા બા જામવંથલી પાછા આવ્યા.
જામવંથલીમાં રહેતા શામજી રવજી મકવાણા (શામજી દરજી)નો પુત્ર વ્રજલાલ ધાવણો હતો. માતુશ્રી રંભાબેન ધવડાવતા હતા. ત્યાં મેલી વિદ્યાવાળી બાઈ દેખી ગઈ અને બોલી છોકરો કેવો દૂધ ગટગટાવે છે. બસ આટલી જ વાર ત્યાં તો વ્રજલાલે ચીસ મૂકી કોઈ રીતે છાનો ન રહે. ઘરના બધાય થાકી ગયા, ઘણી જ દવા કરી. ડૉક્ટરો બદલાવ્યા પણ વ્રજલાલ ચીસો જ પાડ્યા કરે.
એ વખતે મહારાજ જામનગર બિરાજમાન હતા. બધાંયે કહ્યું જામનગર મહારાજ પાસે લઈ જાવ સારું થઈ જશે. પછી વ્રજલાલને લઈ રંભાબેન જામનગર આવ્યા જે તકલીફ હતી તે ભક્ત દ્વારા મહારાજને કહેવરાવી કે, આ છોકરો ચીસ મૂકતો નથી. મેલી નજર પડી
ગઈ છે તો મહારાજે પ્રસાદીનું જળ આપી કહ્યું, આ પ્રસાદીનું પાણી પીતા દૂધના કોગળા થઈ બહાર નીકળે તો વ્રજલાલ બચશે. જો દૂધનાં કોગળા બહાર નહીં નીકળે તો આ છોકરો નહીં બચે. મહારાજે આપેલ પ્રસાદીનું પાણી બાળક વ્રજલાલને પાયું કે તરત જ દૂધનો કોગળો બહાર નીકળી ગયો. આમ મહારાજની દયાથી વ્રજલાલનો જીવ બચી ગયો. મહારાજે આવી તો ઘણાયની રક્ષા કરી છે.
મારી ઉંમર આઠ વર્ષની હતી ત્યારે મહારાજ જામવંથલી બિરાજમાન હતા. ફૂલવાડીમાં પ્રસાદીના ઓરડાનું કામ ચાલુ હતું. અમે નાના નાના બાળકો રાગઢે ફૂલવાડીએ જતા ને થાય તે સેવા કરતા. મહારાજ ખોબા ભરી ભરી ગાંઠિયાની પ્રસાદી આપતા. દરરોજ સેવામાં આવવાની આજ્ઞા કરતા. ફૂલવાડીના મકાનનાં બાંધકામ માટે ગાડા ભરી ભરીને પથ્થરો આવતા ત્યારે બધાયે ખૂબ જ સેવા કરી છે, ચકી ચાલુ હતી, ચૂનો તૈયાર થતો હતો. મહારાજ ખૂબ જ રાજી થતા અને સાંજને સમયે લાડુ અને ગાંઠિયાની પ્રસાદી આપતા.
મહારાજ જામવંથલી બિરાજમાન હતા ત્યારથી અમારો પરિવાર મહારાજ સાથે જોડાયેલો છે. મારા મોટાભાઈ પૂનાવાળા મોહનલાલ કરસન મનાણી મહારાજ જામનગર હતા ત્યારે તેઓ જામનગર કડિયાકામ કરતા હતા. અમે અવારનવાર જામનગર જઈ મહારાજના દર્શન કર્યા છે. મારા બેન અમૃતબેનનું સગપણ બોડકા તા.જોડિયા થયું. સાસરીયામાં સત્સંગ નહીં. એ બધાય લસણ, ડુંગળી ખાવાવાળા. પણ અમૃતબેને કોઈ 'દિ લસણ-ડુંગળીને હાથ અડાડ્યો નતો. તેથી ખાવાપીવામાં ખૂબ જ તકલીફ પડવા લાગી. દિવસે દિવસે ઘરમાં કનડગત વધવા લાગી.જેથી મેં મહારાજને વાત કરી. મહારાજ કહે, ધીરજ રાખો. બધાય સારાવાના થશે. પછી તો બોડકા ગામ છોડી તે રાજકોટ આવ્યા. બનેવી ગોવિંદને સત્સંગ થયો. લસણ ડુંગળી ઘરમાંથી ગઈ. પાકા સત્સંગી થયા તેઓના ત્રણ પુત્રો પ્રવીણ ગોવિંદ ટાંક (રાજકોટ), રમેશ ગોવિંદ ટાંક (પૂના) અશ્વિન ગોવિંદ ટાંક (રાજકોટ) પણ મહારાજના આશ્રિત થયા. અત્યારે બધાય તે માથા સાટે સત્સંગ રાખે છે.
ઘણાં વર્ષો પહેલા મારા બનેવી ગોવિંદ અમરશી ટાંક કોઈને કહ્યા વગર ઘરેની નીકળી ગયા. ક્યાં ગયા એ કોઈને ખબર નહીં. ઘરના માણસો શોધવા માટે ખૂબ રખડ્યા, શોધખોળ કરી. ગામો ગામ વાત પહાગચાડી પણ પત્તો લાગ્યો નહીં. મને રાજકોટથી સમાચાર મળ્યા કે ગોવિંદ કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા છે. પત્તો લાગતો નથી. ઘરના માણસો ખાતા-પીતા નથી, ચિંતા કરે છે. તરત જ હું જૂનાગઢ ગયો મહારાજના દર્શન કર્યાં ને
કહ્યું, ગોવિંદ ઘર છોડીને ચાલ્યા ગયા છે તેથી ઘરના માણસો રાત-દિવસ ચિંતા કર્યા કરે છે. મહારાજે આંખો મીંચી ધ્યાન કર્યું. થોડીકવાર પછી બોલ્યા જા, થોડાક દિવસમાં તારા બનેવી મળી જશે. જીવ બધાયને વહાલો હોય અમરતને કહેજે કાંઈ ચિંતા ન કરે. આમ મહારાજના આશીર્વાદથી શોધખોળથી ગોવિંદ મળી ગયા. ઘરના બધાય રાજીરાજી થઈ ગયા. આ મહારાજનો હજરાહજૂર પરચો છે.
ઇ.સ.૧૯૭૪ની સાલમાં મેં બોર્ડ એસ.એસ.સી. પાસ કરી મારો વિચાર આયુર્વેદિક ડૉક્ટર થવાનો હતો. જામનગર આયુર્વેદિક કોલેજમાં એડમિશન મળી ગયું. ફી ભરવાની બાકી હતી ત્યાં અલિયાબાડા પીટીસી કોલેજમાં એડમિશન મળ્યું. મનમાં વિચાર આવ્યો કે, ડૉક્ટર થવું કે શિક્ષક ? તેથી જૂનાગઢ ગયો, મહારાજને વાત કરી મારી ઈચ્છા ડૉક્ટર થવાની હતી. મહારાજે આજ્ઞા કરી પીટીસી કરી લે. નોકરી મળે પછી નોકરી કરતાં કરતાં ડૉક્ટર બની જાજે. પછી મેં અલિયાબાડા પીટીસી જોઈન્ટ કર્યું. ઇ.સ.૧૯૭૬માં પીટીસી પૂરું કર્યું. તા.ર૯-૯-૭૬ શિક્ષકની નોકરી મળી ગઈ, નોકરી મળ્યા બાદ પહેલી ભીમ એકાદશીએ જૂનાગઢ જવાનું થયું. તેથી મહારાજ રાજી થયા. મને કહે, કેટલો પગાર મળે છે ? મેં કહ્યું, મહારાજ ચારસો રૂપિયા પગાર છે. (એ વખતે ચારસો રૂપિયા ઘણા લાગતા). મહારાજ બોલ્યા, હવે તારી શું ઈચ્છા છે ? મેં કહ્યું, મહારાજ મારે હજી ઘણું જ ભણવું છે એક પગારમાં વહેવારમાં તકલીફ પડે, ખગચાવું પડે. મહારાજ બોલ્યા નોકરી કરતાં કરતાં ભણજે. ઘણી ડિગ્રીઓ મળશે. તારા પગારના ચારસોના આઠસો થઈ જશે. તને નોકરી કરતી પત્ની મળશે. હવે રાજીને ? મહારાજના આશીર્વાદથી નોકરી કરતાં કરતાં એમ.એ. બી.એડ., એસ.આર.જી. છેલ્લે પીએચ.ડી. ડિગ્રીઓ મેળવી બી.આર.સી. જામનગરનો હોદ્ો મળ્યો અત્યારે સમગ્ર ગુજરાતમાં ધો.૬ થી ધો.૮ સામાજિક વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકમાં મારું નામ છપાય છે. મેં લખેલા પાઠો સમગ્ર ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકો ભણે છે. આ કંઈ નાની સૂની વાત નથી. આ પ્રતાપ કેવળ મહારાજનો જ છે. મારું સગપણ ગામમાં જ નિર્ગુણસ્વામીના શિષ્ય વાલજી અરજણ ચોટલિયાની દીકરી વિજ્યાલક્ષ્મી જે શિક્ષિકા છે તેની સાથે થયું. આમ મહારાજના આશીર્વાદથી ઘણી ડિગ્રીઓ મળી, ઘણાં એવોર્ડો મળ્યા. પગાર પણ ડબલ થઈ ગયો. ખરેખર મહારાજના રાજીપાથી મારું કિસ્મત બદલાઈ ગયું.