અનાદિ મુક્તરાજ અશ્વિનભગત વિઠ્ઠલભગત પીઠડિયા
મોટી કુંકાવાવ, હાલ- સૂરત
હું એકવાર મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયો ત્યારે મારી પાસે સવા છ રૂપિયા જ હતા એ મેં મહારાજને ધરી દીધા. મહારાજ કહે, તે તારા માટે કાંઈ ન રાખ્યું. પછી મહારાજ ઊભા થઈ કબાટમાંથી એક બ્લેક એન્ડ વ્હાઇટ મૂર્તિને પચીસ પૈસા મને આપી બોલ્યા- આ નારાયણ અને આ લક્ષ્મી. આ કાયમ ભેગા રાખજો.
અમે મહારાજના અવારનવાર દર્શન કરવા જતા. મહારાજની ચરણસેવા કરતા. મહારાજને નવડાવતા, મહારાજને જમાડતા અને ચરણસેવા કરતા. જૂનાગઢ મહારાજના મકાનનું વાસ્તુ હતું ત્યારે મહારાજનો પત્ર આવેલો કે, વાસ્તામાં પધારજો ન આવી શકાય તો પાંચ માળા કરી તનથી અને મનથી પધારજો.
હું દુબઈ વિદેશમાં બીમાર પડ્યો ત્યારે મેં મહારાજને પ્રાર્થના કરી કે, મહારાજ અહીં રાખવો હોય તો સાજો કરો નહીં તો દેશમાં પાછો મૂકી દો ત્યારે મહારાજે આવીને દર્શન આપ્યા, માથા પર હાથ મૂક્યો. સવારે ડૉક્ટર આવ્યા જોયું તો મને કંઈ ન હતું પછી રજા આપી દીધી. આમ મહારાજે રક્ષા કરી. એક વખત અમે દુબઈમાં જન્મજયંતિની ઉજવણી કરી ત્યારે મહારાજની મૂર્તિમાં પ્રકાશના કિરણોના સેરડા પડતા હોય એવા દર્શન થયા.
એકવાર અમે જૂનાગઢ ગિરનાર ચઢવા ગયા ત્યારે પહેલાં મહારાજના દર્શન કરવા ગયા. મહારાજ પાસે જઈ દંડવત્, પ્રણામ કરી મહારાજને કહ્યું કે, અમારે ગિરનાર દર્શન કરવા જવું છે એટલે મહારાજ કહે જાઓ પહેલા દેવ-દર્શન કરી આવો ત્યારે અમે ઊભા થયા તો મહારાજે મને રોક્યો ને કહ્યું, તમે ગિરનાર ચઢવા જાઓ છો, આ ટેકરામાં કેટલાંય હજારો વર્ષોથી મોટાં મોટાં ઋષિઓ અમારું તપ કરે છે, એમને હજી હું નથી મળ્યો ને તું મારી ભેળો બેઠો છો ને તમે અમારી ચરણસેવા કરો છો. મહારાજ કહે, ત્યાં બેઠા એ અહીં બેઠાં છે. અહીં બેઠા એ ત્યાં બેઠા છે. ત્યારે હું ઊભો થઈ મહારાજને દંડવત્ કરવા લાગ્યો.
એકવાર મારે ફરી વિદેશ જવાનું થયું ત્યારે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયો ત્યારે મહારાજ બોલ્યા ત્યાં માંદો પડીશ તો તને કોઈ પપૈયું નહીં ખવડાવે. એમ કહીને આંગળી ચિંધી કહે, સામે પાણીયારા પર પપૈયું પડ્યંુ છે લઈ લે. મેં પપૈયું સુધાર્યું અને મેં અને
મહારાજે ખાધું, આ છેલ્લા પ્રત્યક્ષ દર્શન. પછી મેં કહ્યું મહારાજ આ પપૈયાની છાલ હું ક્યાં નાખી આવું એટલે મહારાજ કહે, સામે ગૈશાળામાં. એમ કહી મહારાજ મારી ભેગા આવ્યા ને આ ગાયને આપી દે એ ખાઈ જશે એમ કહ્યું. મહારાજ ધામમાં ગયા ત્યારે અમે સાઉદિયા હતા. જૂનાગઢ આવવું તો હતું પણ સાઉદીયાના કાયદા આકરા એટલે છૂટી ન મળી.
મારા ઘરમાં સૌ વૈષ્ણવ ભક્ત એટલે આ મહારાજની ભક્તિથી ખીજાતા, ઘણીવાર વિરોધ થતો, પરંતુ એક વખત મારાથી બાપુજીને કહેવાઈ ગયું કે તમે આ દેહના માવતર છો, સાચા માવતર આ મહારાજ જ છે. ત્યાર પછી બાપુજીએ કોઈ દિવસ કાંઇ ન કહ્યું. એકવાર બાપુજી સૂરત આવ્યા'ને ત્યાં સભામાં મહારાજની મૂર્તિમાંથી અમૃતવર્ષા જોઈ એટલે રાજી થઈ ગયા ને પછી વેલજીભગત પાસે કંઠી બંધાવી પછી તો ઘરે જમવા બેસે તો કહે, મહારાજને ધર્યું ? એમ કહી મહારાજને ધરેલો થાળ એ બાપુજી જમતા.
એક વખત અધિક માસમાં કતારગામમાં સપ્તાહ બેસવાની હતી એ કથા વેલજીભગત વાંચવાના હતા ત્યારે પોથી લઈ હું, મીના, શ્વેતેશ અને યાજ્ઞિક ચારે જણાં પૂલ પર ટ્રાફિક વધારે હોવાથી હું મીનાને ઉતારી અમરોલી પૂલ પરથી જતો હતો. ત્યાં અડધે પૂલ પર પહાગચ્યા ત્યાં આગળ એક્તિસડેન્ટ થયું તેમાં ગાડીનો કાચ તૂટ્યો તે ઉડીને મને ગળામાં વાગ્યો તે મારા ગળાની નશો કપાઈ ગઈ હતી. પાછળ રમેશ ગેવરીયા અને બીજા ભક્તો હતા ત્યારે સૌએ ભેગા મળી કતારગામની હોસ્પિટલમાં ત્યાંથી મને મહાવીર હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે રાત્રો દોઢ વાગ્યે મારું ઓપરેશન કર્યું અને મને આઈસીયુમાં રાખ્યો હતો. બાર વાગ્યે કથા પૂરી થઈ એટલે ઘણાં ભક્તો સંભાળ લેવા આવ્યા હતા ત્યારે ડૉક્ટર આ બધા ભગવા શર્ટ જોઇને આશ્ચર્ય પામ્યા હતા. ત્યારે ડૉક્ટરોએ એમ કહ્યું હતું કે, આમ બધા ભગવા વસ્ત્રોધારી આપ કોણ છો ? આ લોકો કહે, અમે શ્રીહરિના શરણાગતિ મંડળના ભક્તો છીએ. ત્યારે ડૉક્ટર બોલ્યા કે, આ કેશ એવો હતો જ્યાં એક્તિસડન્ટ થયું ત્યાં જ કેશ ખલાસ થઈ જાય પણ આ ચમત્કાર કહેવાય કે ગળાની નસો કપાઈ જાય કેશ બચે જ નહીં, આ ભાગ્યશાળી છે. આવી રીતે ભગવાને મને મોતના મુખમાંથી ઉગાર્યો છે બચાવ્યો છે. ત્યારે મીનાને મનમાં એમ થયું કે હવે અમારું શું થશે ? ત્યારે મહારાજે મીનાને દર્શન આપ્યાં અને મહારાજ બોલ્યા, આ મારો હતો ને મેં એને બચાવ્યો એને કાંઈ નહીં થાય, તું ચિંતા કર નહીં પછી મીનાને હિંમત આવી. એકવાર અમારા ઘેર મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થયા ને સેટી પર બેસી ગયા તે દર્શન મારા દીકરાએ કર્યાં.
એકવાર સૂરત અમારા ઘરના ધાબા પર સભા હતી ને અમારો શ્વેતેશ ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે સૌ સભામાં મસ્ત હતા, તબલા વાજિંત્ર વાગતા હતા ને શ્વેતેશ નાચતો હતો. નાચતાં નાચતાં નીચે પડ્યો તેવો મહારાજે પગનો અંગૂઠો પકડી ઉપર મેલી દીધો ત્યારે મેં પૂછ્યંું તું નીચે પડી ગયો ને તને ઉપર કોણે મૂક્યો ? ત્યારે તે મહારાજની ચિન્હવાળી મૂર્તિને છડીવાળી મૂર્તિ એ તરફ આંગળી કરી કહે મને આમને ઉપર મૂક્યો.
એકવાર અમારા મોટાભાઈને પથરીનું ઓપરેશન કરવાનં હતું ત્યારે અમરેલી, જૂનાગઢ, રાજકોટ, જામનગર બધે બતાવ્યું બધાએ ઓપરેશન કરવાની ના પાડી દીધી હતી. આ ઓપરેશનમાં સાત-આઠ જગ્યાએ ચેકા મારવા પડે એટલે બધાએ ના પાડી હતી ત્યારે મહારાજને પ્રાર્થના કરી મહારાજ માયબાપ તમે રક્ષા કરો તો થાય. ત્યારે મહારાજે દર્શન આપી કહ્યું, આપણાં ગામમાં ડૉક્ટર છે, દવાખાનું છે ત્યાં કરાવી આવ હું આવીશ. ત્યારે ડૉક્ટર કહે આ મોટું ઓપરેશન છે, હંું ન કરું ત્યારે મેં કહ્યું તમારે યશ લેવાનો છે. આ કામ ભગવાન કરવાના છે, ભગવાન આપણાં ભેળા છે. મેં મારા ભાઈને કહ્યું. આ ઓપરેશન ભગવાન કરવાના છે તમે જરાય મૂંઝાતા નહીં ને તમને જે દેખાય તે કહેજો એટલે ઓપરેશન તો થઈ ગયું અને હું બે-ત્રણ દિવસના ઉજાગરા હતા તે હું સૂઈ ગયો. હવે આ બાજુ ભાઈ ભાનમાં આવ્યા. ચારે બાજુ નજર કરી કહે અશ્વિન ક્યાં ગયો ? હું સૂતો હતો ને ઉઠાડ્યો ને મોટાભાઈ કહે, અશ્વિન મહારાજે એક હાથ મારા કપાળે રાખ્યો ને છડી લઈને ઊભા હતાં. મારી રક્ષા કરી સાજો કર્યો.
અશ્વિનભગત પીઠડિયાના નાના ભાઈ અરવિંદભગત પીઠડિયાએ પણ પ્રગટ ભગવાનનાં અતિ કૃપાપાત્ર મહાન મુક્તરાજ છે. મહારાજ રાજી થઈ ઘણાં ભક્તોના ઘરે તેમજ ઉત્સવ, સમૈયામાં શ્રીફળમાં દર્શન આપે છે. તે જ રીતે અશ્વિનભગતને ત્યાં મહારાજનો કોઈ પણ ઉત્સવ કરે ત્યારે પણ મહારાજ શ્રીફળમાં દર્શન આપે છે. તેમજ તેમના ભાઈ અરવિંદભગતને ત્યાં તો દર એકાદશીએ મહારાજ રાજી થઈ શ્રીફળમાં જરૂર દર્શન આપી આશિર્વાદ આપે છે. આમ આ બંને ભાઈઓ મહારાજની આજ્ઞા પ્રમાણે પવિત્રપણે ધર્મમય જીવન જીવી ભજન-ભક્તિ કરી મહારાજના દરેક કાર્યોમાં તન-મન-ધનથી સેવાનો લાભ લઈ પ્રગટ ભગવાનને વિશેષ રાજી કરીને ધન્યભાગી તેમજ મોક્ષભાગી થયા છે.