પરચા ૧૨૧

અનાદિ મુક્તરાજ દેવરાજભગત કાનજીભગત રાઠોડ

ચાવડા, હાલ- રાજકોટ

પ્રગટ ભગવાનના ભક્તરાજ દેવરાજ કાનજી ભક્ત ઇ.સ.૧૯૬૪ની સાલમાં પૂનાથી બીમાર થતા દેશમાં ગયા હતા. બીજે દિવસે જામનગર પ્રગટ ભગવાન પાસે દેવજીભાઈ તથા હંસરાજભાઈ બંને મંદિરે ગયા, પ્રગટ ભગવાનના દર્શન કર્યાં અને દંડવત્ કર્યા ને ભગવાનને પ્રાર્થના કરી કે અમારો નાનો ભાઈ બીમાર થઈને પૂનાથી કાલે આવ્યો છે. તો આપ રક્ષા કરો ને દુઃખ મટાડો. ત્યારે મહારાજ કહે કે, મોટા ડૉક્ટરને બતાવો ત્યારે શાહ ડૉક્ટરની હોસ્પિટલમાં ગયાને ફોટો પડાવ્યોને પાછા મંદિરમાં આવ્યા ત્યારે પ્રગટ ભગવાને આજ્ઞા કરી કે, અહીં આરામ કરો ત્યારે બેઠા ને મહારાજની સેવા કરી. ચાર વાગ્યે પાછા હોસ્પિટલ ગયા ત્યારે મોટાભાઈ હંસરાજ ભગતે ડૉક્ટરને પૂછ્યું કે, ફોટામાં શું બીમારી બતાવે છે ત્યારે બંને ભાઈઓ સામે બેઠા હતા ને ડૉક્ટર કહે, દેવજીભાઈને ટીબી થઈ ગયો છે. ત્યારે મોટાભાઈને બહુ ચિંતા થઈ અને થોડું ઘણું હટાણું બજારમાંથી લઈને સાંજના ગાડીમાં ચાવડા જતા રહ્યા ને બીજે દિવસે સવારે દેવજીભગત દવા લેવા પાછા જામનગર ગયાને બજારમાંથી દવા અને રપ ઈન્જેકશન લઈ મંદિરે પ્રગટ ભગવાનને બતાવવા ગયા ત્યારે ભગવાને તેના ઉપર પ્રસાદીનું જળ છાંટ્યુંને કહે, તે હવે દુઃખ ગયું. દવા બરોબર લેજો.

પછી દેવજીભગત બપોરના મેલમાં પાછા ચાવડા જતા રહ્યા અને જામવંથલી ઈન્જેશન લેવાનું ચાલું કર્યા ને એક દિવસ અને બીજા દિવસે બે લેવાના એમ ચાલું કર્યા. થોડા દિવસે બીમારી ઓછી થવા લાગી અને દેવજીભગતના ધર્મપત્ની જીવતીબેનને તે વખતે આણું તેડેલા ને પાછા પિયર મોકલી આવ્યા ત્યારે જીવતીબેનને બહુ જ ચિંતા થવા લાગી ને પ્રગટ ભગવાનને પ્રાર્થના કરી કે, હે પ્રભુ અમારા આવા ભાગ્ય નબળા કેમ કે અમો સાસરે ગયાને અમારા પતિશ્રી બીમાર થયા આમ ચિંતા થવા લાગી. તે વખતે મહારાજ જામવંથલી શ્રાવણ માસની કથા વાંચવા આવતા એક મહિનો જામવંથલી રોકાયા હતા અને દેવજીભગત ચાવડાથી દરરોજ પ્રગટ ભગવાનના દર્શન કરવા જતા હતા.

એક દિવસ મહારાજે જીવતીબેનને જગાડીને દર્શન આપ્યા અને આશ્વાસન આપ્યું કે, તમે ચિંતા નહીં કરતા, ભગત સાવ સાજા થઈ જશે. તે દરરોજ અમારે દર્શન આવે છે તો કાલે અમો આજ્ઞા કરશુંને તમોને મળવા અહીં મોકલશું તો તમો વાત કરશો કે ભગવાન

અહીં પધાર્યાં હતા ને મારી ચિંતા મટાડી ગયા છે.

દેવજીભગત પ્રગટ ભગવાનના દર્શને ગયા ત્યારે આજ્ઞા કરી કે, દેવજીભગત આજે તમારા ઘરવાળા જીવતીબેનને મળીને પછી ચાવડા જજો. ત્યારે મહારાજની આજ્ઞાથી દેવજીભગત ત્યાં ગયાને જીવતીબેનને મળ્યા ત્યારે ઘણો જ આનંદ ભરી પ્રગટ ભગવાનના દિવ્ય દર્શનની વાત કરીને બંને ભક્તો રાજી થયા ને શરીર સારું થવા લાગ્યું.

સોમવતી અમાસના ડાયાલાલ રવજી તથા નારણ ભીમજી બેય જણા પૂનાથી પ્રગટ ભગવાનની આજ્ઞાથી જામવંથલી આવ્યા અને ગામ જમાડવાનું કહી દીધું. ત્યારે રસોઈ કંપ્લીટ થઈને ગામ જમી ગયું. વંથલી, ચાવડા અને લાખાણીના હરિભક્તો છેવટે મહેમાનો ૩૦ જણા મંદિરની મેડી ઉપર જમવા બેઠાં હતા તેમાં દેવજીભગત પણ સાથે જમવા બેઠા હતા ત્યારે પ્રગટ ભગવાન પોતે પીરસતા હતા. ત્યારે દેવજીભગત જમતા ન હતા ત્યારે પ્રગટ ભગવાન કહે, તમે કેમ જમતા નથી. ત્યારે દેવજીભગત કહે, મહારાજ તમોએ સાકરનું ખાવાની ના કહી છે. ત્યારે મહારાજ રાજી થઈ ગયાને તે ભક્તનું દુઃખ ટાળવા તૈયાર થઈ ગયા અને કહે, અહીં મારી આગળ સુઈ જાવ. ત્યારે દેવજીભગત સુઈ ગયાને પ્રગટ ભગવાન લાડવાનો ત્રાસ હાથમાં લઈ પેટ ઉપર પગ મૂકીને ત્રણ વખત આ બાજુથી પેલી બાજુ ટપી ગયા તો પણ પેટ પર થોડો પણ વજન લાગ્યો નહીં ને તેમનું દુઃખ ટળી ગયું. પછી મહારાજે ભાવથી જમાડીને રાજી કરી આશિર્વાદ આપ્યા.