પરચા

અનાદિ મહામુકતરાજ પુજય શ્રી હેમંતભગત

જૂનાગઢધામ

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં મહારાજ હતા ત્યારે હેમંતભગતના બાપુજી નાનજીભાઈ કાચાનું કુટુંબ જૂનાગઢ હોવાથી દરરોજ મહારાજના દર્શન કરવા આવતું. સમય જતાં આ નાનજીભાઈ કાચા તે કુટુંબ સાથે જેતપુરમાં વસ્યા હતા. તેના કુટુંબમાં બે ભાઈ અને પાંચ બેનો હતી. એક વખત રાધા-રમણ દેવના મંદિરમાં તેઓ દર્શન કરતાં હતા ત્યારે મહારાજ મંદિરમાં પધાર્યાં અને હેમંતભગતને માથે હાથ મૂક્યો ત્યારે હેમંતભગતને મહારાજની મૂર્તિમાં અતિશય દિવ્ય પ્રકાશ દેખાયો પણ બાળ અવસ્થા હોવાથી ભયભીત થઈ ગયા. પછી ઘરે પહાગચ્યા ને માતા-પિતાને વાત કરી કે આ રૂપાળા સ્વામીમાં અતિશય તેજ નીકળ્યું અને ત્યાં પ્રકાશપુંજ પથરાઈ ગયો. આ વાત જાણી માતા-પિતા, ભાઈ-બેન બહુ રાજી થયા અને નક્કી થયું કે આ સ્વામી કોઈ મોટા ચમત્કારી પુરુષ છે. પછી થોડો સમય પસાર થયો ત્યાં હેમંતભગત કહે,મારે એ સ્વામી પાસે જાવું છે અને સ્વામી ભેગાં રહેવું છે.

બાળકરૂપમાં રહેલા હેમંતભગતની વાતને માતા-પિતાએ ધ્યાન ન આપ્યું. સમય જતાં હેમંતભગત અવારનવાર કહેતા મારે એ સ્વામી પાસે જવું છે. સ્વામી ભેગું રહેવું છે. તેમની સેવા કરવી છે. આમ અવારનવાર હેમંતભગત કહેતા. સમય જતાં હેમંતભગતના પિતાશ્રી નાનજીભગતનો અક્ષરવાસ થયો. હવે કુટુંબમાં મોટાભાઈ ભગવાનજીભાઈ અને પાંચ બેનો અને તેના માતુશ્રી હતાં. આ બાજુ હેમંતભગત સાધુ થવાની વાતો કરતા રહ્યા. ત્યારે મોટાબેન પાર્વતી બેને માતાજીને કહ્યું કે, ભાઈ સાધુ થવાની વાતો કરે છે તો જાવા દોને નહીં ગમે તો પાછો આવશે પણ હાલમાં એના દિલને દુભાવો નહીં.

એકવાર મહારાજ જૂનાગઢથી જેતપુર આવ્યા એટલે ત્યાં આ પરિવારે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીની સેવામાં આ હેમંતભગતને સાગપ્યા. પછી તો હેમંતભગત મહારાજની ઝીણવટભરી સેવા કરી રાજી કરવા લાગ્યા. આ હેમંતભગત મહારાજના પાર્ષદ તરીકે રહેવા લાગ્યા. આ બાજુ ભગવાનજીભગત અને તેની બેનો દરરોજ જૂનાગઢ મંદિરમાં મહારાજના દર્શન કરવા આવતા અને ભાવથી સેવા ભક્તિ કરતાં. મહારાજ જૂનાગઢ, જેતપુર, જામનગર, રાજકોટ જ્યાં જ્યાં રહેવા જતાં ત્યાં ત્યાં આ કુટુંબ પણ રહેવા જતું. આ કુટુંબ મહારાજનું ભાગવત કુટુંબ હતું અને જ્યાં જ્યાં મહારાજ જતા ત્યાં ત્યાં

ભગવાનજીભગતને પણ કામ મળી જતું.

હેમંતભગતના કુટુંબમાં બે ભાઈઓ અને પાંચ બેનો હતી. તેમાં મોટા પાર્વતીબેન, ભગવાનજીભાઈ, પ્રભાબેન, મંજુલાબેન,હંસાબેન, હેમંતભગત અને સગૂણાબેન હતા. તેમાં હેમંતભગત મહારાજની સાથે પાર્ષદરૂપે અને ભગવાનજીભાઈ સંસારમાં સન્યાસી જીવન વિતાવતા. તેના મોટાબેન પાર્વતીબેન અને પ્રભાબેન પણ સંસારમાં રહી સન્યાસી જીવન જીવતા અને બીજા ત્રણ બેનોનાં લગ્ન થયેલા. આ ત્રણે બેનો સંસારમાં રહી પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની સેવા-ભક્તિ કરે છે.

મહારાજે શ્રી લક્ષ્મીનારાયણ સંહિતામાં બીજા ભાગમાં ૧૦૦માં અધ્યાયમાં આ કુટુંબની કથા લખી છે કે, પૂર્વે વિશ્વકર્માજીના દ્વારે સૂર્યનારાયણ પધાર્યા. એ સૂર્યનારાયણની તેજસ્વીતાને જોઈ તેમના મનમાં સંકલ્પ થયો કે આવા તેજસ્વી મારે પુત્ર હોય તો સારું. ત્યાં અંતર્યામી સૂર્યનારાયણે તથાસ્તુ કહી વિશ્વકર્માની સેવા સ્વીકારી. સમય જતાં આ યુગમાં વર્તમાન સમયમાં હેમંતભગતના દાદા અને નાનજીબાપાના પિતાશ્રી તે વિશ્વકર્માનો અવતાર હતા અને હેમંતભગતના પિતાશ્રી નાનજીબાપા તે સૂર્યનારાયણનો અવતાર છે હતા. એ સૂર્યનારાયણ રૂપી નાનજીભગતને પુત્ર ભગવાનજીભાઈ અને હેમંતભગત તે પરમધામના અનાદિ શ્રી કૃષ્ણનારાયણના હજુરી સેવક એવા મુખ્ય બે પાર્ષદો છે અને તેના મોટાબેન પાર્વતીબેન અને પ્રભાબેન તે રાધા અને લક્ષ્મીનો અવતાર છે. એમ આ દિવ્ય કુટુંબ છે.

ભગવાન જ્યારે જ્યારે જ્યાં જ્યાં અવતાર ધારણ કરે છે ત્યાં ત્યાં આવા ભક્તો, લક્ષ્મીઓ ભગવાનની સેવા કરવા મહારાજના અંગરૂપ પ્રગટ થાય છે અને ભગવાનની સેવા કરી ભગવાનને રાજી કરે છે. સાથે સાથે અનેક ભક્તોના પરમ કલ્યાણ કરે છે અને મોક્ષ માર્ગ સરળ કરે છે. આમ હળવા પૂન્યે હરી ન મળે તેમ પૂર્વની અનંત ભક્તિ હોય અને પૂર્વના ભગવાનને પામવાના સંકલ્પ હોય ત્યારે ભગવાનની કૃપાએ આવા ભક્તિવાળા પરિવારમાં જન્મ પ્રાપ્ત થાય છે. વિચાર કરો,યોગાનુંયોગ જ્યાં જ્યાં મહારાજ ગયા ત્યાં ત્યાં આ કુટુંબ પણ ભેળું ને ભળું ગયું છે. આમ આ કુટુંબનો યોગ જેણે જેણે થયો છે તેનું તેનું પરમ કલ્યાણ થયું છે અને જેણે જેણે તેમનામાં વિશ્વાસ કર્યો છે તેમના મોક્ષ નક્કી છે. કારણ કે, ભગવાન અને ભગવાનના સંત કલ્યાણકારી જ છે. આમ ભગવાનના ભક્તો સેવા ભક્તિ વડે ભગવાનના સુખે સુખિયા રહે છે અને નિર્લેપ રહી ભક્તિની પરાકાષ્ઠા વાળા થઈ

સમયે સમયે જે જે ગુણો ગ્રહણ કરે છે તેના પરમકલ્યાણ આત્યતિક મોક્ષ થાય છે.

ધોરાજીમાં જ્યારે ભગવાનજીભગત રહેતા હતા ત્યારે મહારાજ એક મોટા યોગીનો વેષ ધરી આ હેમંતભગતના ઘરે ગયા હતાં. ત્યાં જઈ ભીક્ષા આપવા કહ્યું ત્યારે ભગવાનજીભગત કહે, પૈસા નથી પણ જમવું હોય તો બેસો. ત્યારે મહારાજે કહ્યું કે, બહુ સારું. મારે સ્નાન કરવું છે. ભગવાનજીભગતે યોગીને ન્હાવા માટે પાણીની ટાંકીની પાસે બેસાડ્યા અને ભગવાનજીભગત પાણીના ડબલા રેડતા જાય ને મહારાજ (યોગી) ન્હાતા જાય. એમ કરતાં પાણીની ટાંકી ખાલી થઈ ગઈ ત્યારે ભાન થયું કે પાણીની ટાંકી ખાલી થઈ ગઈ છે. ત્યાં રસોડામાં પાર્વતીબેન રસોઈ બનાવતા હતા અને ભગવાનજીભાઈ અને મહારાજ (યોગી) ઓસરીમાં બેઠા. યોગી કહે, કુછ પઢના આતા હૈ. ભગવાનજીભગત કહે, હા આતા હે. એટલે ભગવાનજીભાઈ ભાગવત શાસ્ત્ર વાંચવા લાગ્યા. મહારાજ (યોગી) કહે,અરે સુગંધ બહોત અચ્છા આતા હૈ રસોઈ ઘરમેં શીરા બનાતા હૈ, શીરે મેં ઘી અચ્છે સે ડાલના. આ સાંભળીને ભગવાનજીભગત કહે, અરે યોગીજી આપકો ક્યાં હૈ. જો મીલે વો ખા લેના.

પાર્વતીબેન રસોઈ કરતાં કરતાં મનમાં સંકલ્પ કરતાં હતા કે, આ મહારાજ તો નહીં હોયને ? તે આમ ભગવાન લીલા કરતા હશે.આમ વિચાર કરતા કરતા પાર્વતીબેને સંકલ્પ કર્યો કે, જો મહારાજ હશે તો મારી સામે જોઈને મંદ હાસ્ય કરશે અને આંખનું મટકું મારશે. પછી યોગીએ તેમજ કર્યું. એટલે નક્કી થયું કે, આ મહારાજ જ છે. પછી ભગવાનજીભગત પણ જાણી ગયાં કે, નક્કી આ મહારાજ જ હશે. ભગવાનજીભગત અર્ધી હિન્દી ને ગુજરાતીમાં બોલી રમુજ કરતા હતા. મહારાજ પણ રમુજ કરતા હતા.

ભગવાનજીભગતના ઘરમાં એક ચંપાનું ઝાડ હતું. એક રૂમમાં લોટ દળવાની ચક્કી હતી. એક વખત કાંઈ કામકાજ અર્થે આ ચંપાનું ઝાડ આડું આવતું હતું ત્યાં ઘરે આવેલ એક માણસ કહે, આ ચંપાને કાપી નાખીએ એટલે અહીં જગ્યા થઈ જાય. ત્યાં ભગવાનજીભગત કહે, ચંપો કાપવો જ છે તો જા કાપી નાખ. તે જ્યાં કુહાડો લઈ ચંપા ઉપર ઘા મારવા જાય ત્યાં ચંપામાંથી ‘જય શ્વેતાયન ...જય શ્વેતાયન...' એમ અવાજ આવવા લાગ્યો. તેથી એ ચંપાને કાપવામાં ન આવ્યો.

એક વખત જામનગરમાં મહારાજ બિરાજમાન હતા. ત્યારે મધ્યાહ્ન સમયે મહારાજે હેમંતભગતને પાણીનો કળશ લઈ ભેગાં ચાલવા કહ્યું, ત્યારે ટાંગાગાડીઓ હતી. તેમાં

મહારાજ ને હેમંતભગત દૂર જંગલમાં ગયા અને એક ટેકરા ઉપર ટાંગાને ઊભો રાખ્યો અને મહારાજે પાણીનો કળશિયો લઈ ચારે દિશામાં પાણીની અંજલી નાખી તો જમીનમાંથી ધૂમાડા નીકળી નીકળીને આકાશમાં જવા લાગ્યા. આ કાર્ય પૂર્ણ થયું પછી મંદિરે આવ્યા. ત્યારે હેમંતભગતે મહારાજને પૂછ્યું કે, ત્યાં શું હતું. મહારાજે કહ્યું, પૂર્વે અહીં બ્રાહ્મણો આકાશમાર્ગે ગમન કરનારા રહેતા હતા. રાજાનું દાન સ્વીકારવાથી તેની ગતિમાં ફરક પડ્યો એટલે હુંસાતુંસીમાં અંદરો અંદર લડ્યા અને ત્યાં મરાયા માટે આજે તેમનો ઉદ્ધાર કરવા આપણે ગયા હતા.

એક વખત છગતભગત માસ્તર નાની ઉંમરે બહુ જ બીમાર હોવાથી જામનગર મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને પોતાની પાસે રાખ્યા. ત્યારે મહારાજની આજ્ઞા પ્રમાણે આ હેમંતભગત છગનભગતની ટેલચાકરી કરતા હતા. છગનભગત એક માસમાં સાજા થયા. આમ મહારાજની આજ્ઞા પ્રમાણે મહારાજના સેવકોની સેવા કરતા ને મહારાજને રાજી કરતા. મહારાજ વંથલી પધાર્યા ત્યારે હેમંતભગત પણ સાથે હતા અને સૌ વ્હાલા ભક્તોની સાથે રહી સેવાભક્તિ કરતા.

મહારાજે જામવંથલીમાં ઘરે ઘરે, ખેતરે ખેતરે, ચોરે-ચૌટે, ગલીઓમાં વિચરીને જામવંથલીની ભૂમિને પાવન કરી છે. જામવંથલીમાં મહારાજે અનેક પરચાઓ આપ્યા છે. અનેકના દુઃખ ટાળ્યા છે, દર્શન આપ્યા છે અને જામવંથલીના ભક્તોએ પણ મહારાજને રાજી કરવા સર્વસ્વ ચરણે ધરી ભગવાનને હૃદયમાં હૈયાના હાર કરી બેસાડ્યા છે. સામે મહારાજ પણ અઢળક ઢળ્યા છે એટલે મહારાજ કહેતા કે, હું જામવંથલીનો ને જામવંથલી મારું. આમ ભગવાન અને ભક્ત એકમેક રસબસ હતા. જામવંથલીમાં વ્હાલો અઢળક ઢળિયા રે લોલ, કૃપા વરસાવી રે અપાર ને અપાર રે ભીંજાણા સૌ નર ને નાર, આજ વ્હાલો અઢળક ઢળિયા રે લોલ... જામવંથલીનો મહિમા અને જામવંથલીની કથા તો અપરંપાર છે, અપાર છે. જો આ જામવંથલીની દિવ્ય ભૂમિની દિવ્ય કથા સાંભળવામાં આવે તો તેને આ સંસાર ખારો કાદવ લાગવા માંડે. એવી આ વાત છે, એવા આ ભગવાન છે, અને એવા આ મુકત ભક્તો છે.

મહારાજ જામનગર બીરાજતા એટલે આ જામવંથલીના ભક્તો જામનગર મંદિરે ઘઉંની સેવા, મગફળીના ઓળા, અજમો, તલ, શાકભાજી તથા ગાયો માટે ચારાની સેવાઓ કરતા અને મંદિરે મહારાજના દર્શન કરી પ્રસાદ લેતા અને સમજણવાળા ભક્તો મહારાજની ચરણસેવા કરતા. એટલે આજુબાજુના ગામના અનેક દુખિયા લોકો મહારાજ પાસે આવતા

ને સૌના દુઃખ મટી જાતા ને મહારાજ પોતાની મૂર્તિમાં ઐશ્વર્ય પ્રતાપ વાપરી સૌ ભક્તોને પોતાનામાં ખગચતા.

આ રીતે જામવંથલીના ભક્તો બહુ જ મહારાજને રાજી કરતા, આજ્ઞા પાળતા, સેવા કરતા, સત્સંગ કરતા, બીજા જીવને મહારાજ તરફ આંગળી ચીંધી મહારાજ પાસે મોકલતા.પછી તો મહારાજ જામવંથલીના ભક્તો પર ખુબજ રાજી હતા. જામવંથલીના ભક્તોની પ્રાર્થનાથી મહારાજ જામવંથલી આવ્યા. બે વર્ષ રોકાયા અને જામવંથલીમાં અનેક લીલાઓ કરી પછી મહારાજ જૂનાગઢ પધાર્યા.

જામવંથલીના આ યુવાન ભકતો હવે મોટા થઈ ગયા. સૌ મુંબઈ, પૂના, રાજકોટ, અમદાવાદ, નાસિક જઈ કડિયા કામ શિખવા લાગ્યા અને કારીગરો થઈ ગયા. કામેથી આવી દરરોજ સત્સંગ કરતા તેમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ભગવાન છે. તેવો સત્સંગ થતો અને સૌ મહારાજને ભગવાન તરીકે ઓળખવા લાગ્યા અને થોડી થોડી સેવા જે રોજેની રોજ ભેગી કરીને ડબરામાં સેવારૂપી ચિલર જ્યારે જૂનાગઢ મહારાજના દર્શન કરવા આવે ત્યારે લાવતા અને મહારાજના ચરણમાં મુકતા ત્યારે મહારાજ કહેતા, મારા શેઠિયાઓ આવ્યા. પછી ચિલરનો ડબ્બો ખખડાવીને બહુ જ રાજી થતા. ત્યારે હેમંતભગત મહારાજની સાથે જૂનાગઢમાં હતા અને ભક્તોનો આવો ભાવ અને મહારાજનું મુસ્કરાતું મુખ જોઈ હેમંતભગત બહુ જ રાજી થતા અને એ ભક્તોની સેવા કરતા. ભક્તો મહારાજની ચરણસેવા કરતા ત્યારે ઘણી વખત હેમંતભગત પણ તેમની સાથે મહારાજની સેવા કરતા.પછી તો ઇ.સ. ૧૯૭પમાં કુંકાવાવને પાદર મહારાજની મૂર્તિ પધરાવી એટલે મહારાજ બહુ જ રાજી થયા અને રાજી થઈ સૌ ભક્તોને વારાફરતી દરિયાપાર વિદેશ જાવા આશીર્વાદ આપતા અને વિદેશમાં રહીને ભક્તોએ જે મહારાજની આજ્ઞા પાળી છે તેનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી. આમ વિદેશથી ભક્તો આવે ત્યારે મહારાજના દર્શન કરવા આવતા અને હેમંતભગત અને ભક્તો મળી મહારાજને સેવતા અને સૌ પોતપોતાને ધન્ય ધન્ય માનતા.

હેમંતભગતની મહારાજ પ્રત્યે એવી સેવા નિષ્ઠા હતી કે, મહારાજ જાગે તે પહેલાં હેમંતભગત જાગી જતા. સ્નાનવિધિ કરી મહારાજને માટે દાતણ તૈયાર રાખતા. મહારાજને સ્નાન કરવાનું પાણી સિઝન પ્રમાણે તૈયાર રાખતા. મહારાજ સ્નાન કરતા હોય ત્યારે મહારાજની પૂજાની સામગ્રી તૈયાર રાખતા. મહારાજ પૂજામાં બેસે એટલે મહારાજના વસ્ત્ર ધોઈ સૂકવી દેતાં. મહારાજને પૂજામાં ચા-દૂધ અર્પણ કરતા. મહારાજ પૂજા કરી લે એટલે

મહારાજને ઢાળિયે શાસ્ત્ર લેખનની જરૂરી સામગ્રી ગોઠવતા. મહારાજની પૂજાને વિરામ આપી સત્વરે ગોઠવી દેતા. દરરોજ મહારાજનો હાર ગૂંથીને મહારાજને પહેરાવતા. મહારાજને સવારે ચા-નાસ્તો તૈયાર કરીને જમાડતા. મહારાજ મંદિરમાં દર્શને જાય ત્યારે મહારાજની રૂમની સાફ સફાઈ હેમંતભગત કરી બધું સુવ્યવસ્થિત કરતા. મહારાજ દેવદર્શન કરી ગુણાતિતાનંદ સ્વામી સભાહોલમાં પધારતા. ત્યાં મહારાજ કથા વાંચતા અને હેમંતભગત મંદિર વાળતા, ફળિયું વાળતા અને સમય મળે તો મહારાજ કથા વાંચતા હોય તો ત્યાં માળા કરતા. મહારાજ કથા વાંચી ઉતારે આવી શાસ્ત્ર લખતા ત્યારે હેમંતભગત મહારાજની ચરણસેવા કરતા. જ્યારે કોઈ ભક્તો આવ્યા હોય ત્યારે તેઓ દરવાજે બેસી માળા કરતા. બપોરે મહારાજ જમીને થોડીવાર પોઢતા ત્યારે હેમંતભગત શાસ્ત્રનું વાંચન કરતા. બપોરના હેમંતભગતે ક્યારેય આરામ કર્યો નથી. મહારાજ ત્રણ વાગે જાગે એટલે હેમંતભગત ન્હાવાનું પાણી મૂકી આવતા. મહારાજ સ્નાન કરી આવે હેમંતભગત વસ્ત્ર નીચોવી સૂકવી દેતા.ઘણાં ભક્તોને કાંઈ મુંઝવણ હોય તો હેમંતભગત તેમને મદદરૂપ થતા. બજારમાં કાંઈ લેવા જવું હોય તો દોડીને જતા ને સાંજે મહારાજને જમાડી પછી જમતા. મહારાજને પોઢાડી પોતે મહારાજની ચરણસેવા, માથું, વાંસો, પગની પિંડી દાબતા. મહારાજ પોઢી જાય પછી પોતે મહારાજની માળા કરતાં કરતાં પોઢતા ને વહેલી સવારે સાડા ત્રણ વાગે પોતે જાગી જતાં. આમ આપણે જે માનસીપૂજા કરીએ છીએ તે હેમંતભગત પ્રત્યક્ષ પૂજા કરતા સાથે સાથે ભક્તોની સેવા કરતાં. ભક્તોને ઉતારા, જમવાનું, આસન, સાધન સામગ્રીની વ્યવસ્થા કરતાં અને ભક્તો સંગાથે મહારાજની ચરણસેવા પણ કરતા, આમ તેમનો આખો દિવસ મહારાજની સેવામાં પસાર થતો હતો.

ઘણી વખત મહારાજની આજ્ઞાથી હેમંતભગત ગામડાં ફરવા જતાં તો ત્યાં પ્રગટ ભગવાનનો સત્સંગ કરતાં. ભગવાનને રાજી કરવાની રીતો સમજાવતા. ભક્તોના દુઃખની પ્રાર્થના મહારાજને કહેતા અને મહારાજ આશીર્વાદ આપતા. ભક્તોના દુઃખ મહારાજ હરતા અને ભક્તો મહારાજને વધારે વધારે ઓળખતાં. આમ હેમંતભગત શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે મહારાજ અને મહારાજના ભક્તોને રાજી કરતા. આમ સમય પસાર થતો ગયો અને મહારાજે ભક્તોને દિક્ષા આપી અને શરણાગતિ આપીને શ્રીહરિ શરણાગતિ મંડળની રચના કરી પોતાના સંસારી ભક્તોને સંત દિક્ષા આપી જગતના કલ્યાણ કરવા સભા, સત્સંગ કરવા સમૈયાઓ ઉત્સવો કરવા આજ્ઞા આપી. જે આજે એક મોટું વટવૃક્ષ થઈ ગયું છે.

ભક્તોના સમૂહોને જોઈ જોઈ હેમંતભગત બહુ રાજી થતા. કોઈ નવા ભક્તો થયા હોય તો એ ભક્તોને બહુ વ્હાલ કરતા અને મહારાજનો રાજીપો અપાવતા અને ભક્તો ઉપર મહારાજ રાજી થતા જોઈને હેમંતભગત બહુ જ રાજી થતા. નવા ભક્તને કહેતા કે, તમે બહુ ભાગ્યશાળી છો આ પ્રગટ ભગવાનને તમે ઓળખી લીધા, ધન્ય છે, ભક્તોને ધન્ય છે. આજે પ્રગટ ભગવાનની સ્હેજે સ્હેજે ઓળખાણ થાય છે નહીં તો આગળ તપ કરી રાફડા થઈ જાય તોય ભગવાન ન મળતા, ધન્ય છે આ શરણાગતિ મંડળને.

મહારાજને જયારે ધામમાં જવાનો સમય આવ્યો ત્યારે હેમંતભગત બાજુમાં હશે તો મહારાજને સ્વધામ સિધાવવામાં હેમંતભગત દુઃખી થાય અને તેને મારો વિરહ સહન નહીં થાય અને મને ધામમાં જવામાં રૂકાવટ આવે માટે મહારાજે એવી લીલા કરી કે, હેમંતભગત માળીયામાંથી ડબ્બો લેવા ટેબલ ઉપર ચઢ્યા અને એ ટેબલ નમ્યું ને હેમંતભગત પડી ગયા એટલે પગમાં ફ્રેકચર થયું. ફ્રેકચરનો દોઢ મહિનાનું પ્લાસ્ટર આવ્યું તેથી આ વાત ધીરે ધીરે આખાય મંડળમાં પહાગચી એટલે એક પછી એક ભક્તો હેમંતભગતની ખબરઅંતર પૂછવા જુનાગઢ આવવા લાગ્યા. હેમંતભગતની ખબર અંતરના બહાને મહારાજના દર્શન થશે, સેવા થશે આવી ઈચ્છાથી લગભગ બધાય ભક્તોએ જૂનાગઢ આવીને ભગતના ખબરઅંતર પૂછ્યા સાથે સાથે મહારાજના પણ દર્શન થયા, સેવા થઈ. આમ મહારાજે છેલ્લા દર્શન બધાય ભક્તોને આપવા આ હેમંતભગતને નિમિત્ત બનાવ્યા. હેમંતભગતને આખાય મંડળમાં સૌ ભક્તો સાથે પ્રેમભર્યો સંબંધ હતો. દરેક ભક્તો સાથે ભાવ હતો, એટલે બધા ભક્તો દર્શન કરી ગયા.

મહારાજ ર૮-ર-૧૯૮૬ના રોજ સ્વઘામ સિધાવ્યા. ત્યારે સૌ ભક્તો જૂનાગઢ ભેગા થયાં. સૌ દુઃખી થયા, રોઈ રોઈને આંખો લાલ થઈ, કોણ કોને છાનું રાખે. આમ એ દુઃખમાંથી બહાર નીકળવા સૌ શરણાગતિ મંડળે સપ્તાહ બેસાડી એટલે સૌ સેવામાં લાગી ગયા. સર્વ શ્રીહરિ શરણાગતિ મંડળના ખચ ેꪪ જુનાગઢમાં સપ્તાહનું આયોજન થયું અને વિરહ ઓછો થયો.

પછી હેમંતભગતે વિચાર કર્યો કે,મારા નાથ તો સ્વધામ ગયા હવે મારે શું કરવું, જૂનાગઢમાં કેમ રહેવું ? એટલે હેમંતભગતે વિચાર્યું જ્યાં મારા ભગવાન અને જ્યાં મારા ભગવાનના ભક્તો ત્યાં મારે જાવું એટલે તે જૂનાગઢ છોડી ફુલવાડી મંદિરમાં પધાર્યાં. સૌ ભક્તોએ આશ્વાવાસન આપ્યું તમે અહીં જ રહો. ત્યારે ફુલવાડીના શિખરનું કામ ચાલુ

હતું. એટલે હેમંતભગત ફુલવાડીમાં રહ્યા. ફુલવાડીમાં કામ ચાલું હતું અને કારીગરો, સેવકો, ભક્તોને ચા પાવા જવું, પાણી પાવા જવું. રસોડામાં મદદરૂપ થવું તથા સવાર-સાંજ મહારાજની આરતી કરવી. ભક્તો-સેવકો આવે તેનું સ્વાગત કરવું. યોગ્ય ઉતારા-જમવાની સગવડો કરી આપવી. આમ ભગત નાની-મોટી સેવાચાકરી કરતા અને ફુલના હાર બનાવવા જેવી સેવા કરતા. એટલે ભગતે સંકલ્પ કર્યો કે, જ્યાં સુધી મહારાજની મૂર્તિ નહીં પધરાવાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીશ અને ફરાળ-દૂધ ઉપર દિવસો પસાર કરીશ.

હેમંતભગત ભક્તોની અને ફુલવાડીની ખૂબ ખૂબ સેવા કરવા લાગ્યા. પછી ઇ.સ.૧૯૯૪માં અષાઢ માસમાં મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી ત્યારે ભગતે મહારાજને લાડવા જમાડીને તે પ્રસાદ લઇ પોતાના વ્રતના પારણાં કર્યાં. પછી તો મૂર્તિની સેવા-પૂજા પણ હેમંતભગત કરતા. મહારાજની સર્વ પ્રકારે જેમ જૂનાગઢમાં પ્રત્યક્ષ સેવા કરતા તેમ અહીં મધ્ય શિખરમાં સેવા-પૂજા કરતા.હેમંતભગત જૂનાગઢ હતા ત્યારે જે ધોતિયાની સેવા-દક્ષિણામાં જે કંઈ મૂડી ભેગી થઈ હતી તે બધી મૂડી ફુલવાડીમાં ઘૂમટની સેવા કરી ફુલવાડીને અર્પણ કરી દીધી હતી. તેમજ ફુલવાડી મંદિરના નિર્માણ કાર્ય સમયે મંદિરના કામકાજની સાથે ભક્તોની સાર-સંભાળ રાખવી તેમજ સૌને સારો આવકાર આપી જમાડવાની સેવાની સાથે આરામના સમયે શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાનો ગુજરાતી સારાંશ ખૂબ મહેનત કરી શ્રીહરિ શરણાગતિ મંડળને અર્પણ કર્યો. એ પણ એમની અજોડ સેવા હતી.

મહારાજની મધ્ય શિખરમાં મૂર્તિ પધરાવાયા બાદ ઇ.સ.૧૯૯પ થી તેઓ ગામડાંમાં વિચરણ કરવા જતા. કુંકાવાવ અને આજુબાજુના ગામડાંઓમાં મહારાજના મહિમાની વાતો કરતાં તેથી ત્યાંથી ભક્તો ફુલવાડી માટે ઘઉંની સેવા કરતા તે સેવાઓ ફુલવાડી પહાગચાડતા. મુંબઈ, પૂના, સૂરત અને વડોદરા ભક્તોને ત્યાં પધરામણી કરતા, સત્સંગ કરતા, કથાઓ કરતા અને જે કાંઈ ભેટ-સોગાદો મળતી તે ફુલવાડીમાં અર્પણ કરતાં.

હેમંતભગતના ઘણાં હેતવાળા ભક્તો સત્સંગ વિચરણમાં પણ સેવામાં તેમની સાથે રહેતા. તેમાનાં એક મુક્તરાજ અમરાપરના અરવિંદભગત ઢોલરિયા જેમને મહારાજે હયાતીમાં જ જૂનાગઢમાં બાલમુકુંદ ભવનમાં પોતાના કર-ચરણોના ચિન્હોના દર્શન કરાવી આશિર્વાદ આપી દિક્ષામંત્ર આપી સ્વહસ્તે કંઠી બાંધી હતી અને પોતાની ભગવાનપણાની પરિપૂર્ણ ઓળખાણ આપી હતી. તે અરવિંદભગત મહારાજની સાથે પૂજ્ય હેમંતભગત

તેમજ ભગવાનજીભગતના પણ અતિ કૃપાપાત્ર મુક્તરાજ હતા. કથાવાર્તાનું પણ તેમને સારું જ્ઞાન હતું. તેમણે વર્ષો સુધી પૂ.સદ્ગુરુ શાંતિલાલભગત બગીચા આદિક મોટા ભક્તો સાથે સત્સંગ પ્રચારમાં પણ ખૂબ સારું યોગદાન આપેલું. માટે સૌની કૃપાદૃષ્ટિ આ અરવિંદભગત પર વિશેષ હતી અને હાલમાં પણ તેઓ મહારાજની વિશેષ સેવાભક્તિ સત્સંગ કથાવાર્તા દ્વારા મહારાજનું કાર્ય કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

હેમંતભગત એક વખત સૂરત ગયા ત્યાં મહારાજના મંદિર રાંદેરમાં એક માસ સુધી શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચી હતી. તેનું ટેપ રેકોર્ડ પણ કરવામાં આવ્યું હતું. હેમંતભગત દિવસે ભકતોના ધરે પધરામણી કરતાં અને રાંદેર મંદિરમાં સાંજે લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચતા. આજ રીતે મુંબઈમાં પણ પધરામણી કરતાને ઘણાં નવા ભક્તોને દિક્ષા આપતાં. એવા હેમંતભગતથી દિક્ષા પામેલા ભગતો આજે ખૂબ ભાવથી સેવા ભક્તિ કરી રહ્યા છે. અને ઘણાં ભક્તો એકાન્તિકી ભક્તના ગૂણે યુક્ત પ્રગટ ભગવાનમાં જ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. એ ભક્તો આજેય શરણાગતિમાં મજબૂતાઈથી ભક્તિ કરે છે.

આમ હેમંતભગતે પોતાનું જીવન મહારાજ તેમજ મુકત ભક્તો અને મહારાજને વ્હાલી એવી ફુલવાડીમાં સેવામય જીવન વ્યતીત કરી સૌને રાજી કરીને પોતાની બાવન વર્ષની વયે તા.૧ર-ર-૧૯૯૮ મહા વદ-૧ના રોજ પરમધામ સીધાવ્યા. આજે ફુલવાડીમાં એક તરફ તેમના અગ્નિસંસ્કાર થયા છે ત્યાં સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. (હેમંતભગતના આ સ્મૃતિ મંદિરના નિર્માણકાર્યમાં ફૂલવાડી મંદિરના ટ્રસ્ટી વાઘેલાસાહેબ તેમજ ભગતના શિષ્ય જામનગરના લાલજીભગત મિસ્ત્રી અને પૂનાના હસમુખભગત જેરામભગત મકવાણા ઉપરાંત ભગતના મહિમાવાળા નાના નાના ભક્તો, બેનો-ભાઈઓ પણ સેવાનો લાભ લઈ ધન્યભાગી બન્યા છે.) આમ હેમંતભગત ફૂલવાડી પરમધામ મંદિરમાં સ્મૃતિ મંદિરમાં મહારાજના ખોળામાં જ રહ્યા થકા આજે શરણાગતિમંડળના વ્હાલા થઈ સૌને પ્રગટ ભગવાનની સેવા-ઉપાસના અને ભક્તિની પ્રેરણા આપી રહ્યા છે.

હેમંતભગત મહારાજના વચનો અદ્ધર ઝીલી લેતા. તેથી મહારાજ ખૂબ રાજી થઈને આ ‘મારો હનુમંત' છે એમ કહેતા. પ્રગટ ભગવાનની સેવા બાલ્યાવસ્થાથી કરીને બ્રહ્મચારીરૂપે આ દેહને રાખ્યાં ત્યાં સુધી જૂનાગઢ અને મહારાજ ધામમાં ગયા પછી ફુલવાડીમાં રહીને જ્યાં જ્યાં પ્રભુજી બિરાજ્યા ત્યાં ત્યાં તેમની અખંડ સેવામાં કથાઓ, પધરામણીઓ, વિચરણમાં સાથે રહી સેવાઓ કરી છે. પ્રગટ ભગવાનની આજ્ઞાથી ભક્તો જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં

ત્યાં હેમંતભગત પધરામણીઓ કરી કથા-વાર્તા ઉપદેશ અને પ્રગટ ભગવાનનો ભાગવદ્ ધર્મ બતાવ્યો છે.

આવા શ્રીહરિ શરણાગતિ મંડળના ‘શીરમોડ' પ્રગટને વહાલા એવા હેમંતભગતનું આ મંડળને માટેનું યોગદાન અમૂલ્ય છે. તેમની સેવા અમૂલ્ય છે. આપણા મંડળના ભક્તોને માટે પ્રેરણા સમાન છે. આવા ભક્તોનો જન્મ પ્રગટ ભગવાનને માટે જીવન પ્રભુજીને માટે અને ધામમાં ગયા તેય પ્રભુજીને માટે જ. શ્રીહરિ શરણાગતિ મંડળના પાતાળ પાયાના પથ્થર એટલે હેમંતભગત. આપણા મંડળની મજબૂત ઈમારતના પાયાના પથ્થર સમાન આવા ભક્તો થકી શ્રીહરિ શરણાગતિ મંડળની ભક્તિ-સેવાનો ઈમારત મજબૂત છે. પ્રગટ ભગવાન જ્યારે જૂનાગઢ નિવાસ કરતા હતા ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં મહારાજને બાલમુંકુંદ ભૂવન માં સંગાથે તેમના શિષ્યો કોઠારી સ્વામી શ્રી સ્વયંપ્રકાશદાસજી, આત્મપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામી અને પાર્ષદ- વર્ય શ્રી હેમંતભગત અને શાસ્ત્રી દેવપ્રકાશદાસજી, જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી આદિ સંતો પણ જૂનાગઢ રાધારમણદેવના સ્વામિનારાયણ મંદિરે ધર્મોનું પાલન કરતા થકા સ્વામિનારાયણ શ્રીહરિનું ભજન કરતા સંગાથે ગુરુભક્તિ-સેવા કરતા, આજ્ઞામાં રહેતા.