ભાગ · અધ્યાય ૯૬–૯૯

સંત, સતી, ધર્મ અને શ્રીહરિ આ બધામાં શ્રેષ્ટ કોણ ?

આ અધ્યાય 96–99 સંયુક્ત છે

લક્ષ્મીજીએ પૂછ્યું : સંત, સતી, ધર્મ અને શ્રીહરિ આ બધામાં શ્રેષ્ટ કોણ ? ભગવાને કહ્યું : ભક્તિવાળા નિર્વાસનિક શીલવ્રતવાળા એવા સંતો જ શ્રેષ્ટ છે. એવા સંતની સેવા મળી તેને ભગવાનની સેવા મળી તેમ માનવું. સતી-સાધ્વીની સેવાથી પણ મનુષ્યનું કલ્યાણ થાય છે. તથા પ્રત્યક્ષ એવા ભગવાનમાં આ ચૌદ પ્રકારો ચમત્કારમાં લય પામે છે. પ્રત્યક્ષ- અનુમાન-ઉપમાન-શબ્દ-અર્થાપતિ-ઉપલબ્ધિ-સંભવ - ઈતિહાસ-ચેષ્ટા-મૌન-અભિવિતિ- સ્વપ્ન-દૈવ-માનસ આ સર્વે પ્રત્યક્ષ ભગવાનનાં ચમત્કારમાં લય પામે છે. માટે આલોકમાં મનુષ્યરૂપે રહેલા ભગવાનનો નિશ્ચય તે શાસ્ત્ર પ્રમાણે કરવો.

સિંહારણ્યમાં ગોકર્ણ નામે ઋષિ વાસ કરતા હોવાથી ગોકર્ણ તિર્થ થયેલું છે. તે તિર્થમાં આલંબાયન નામના ઋષિએ લાખો માનવોને અનાદિશ્રીકૃષ્ણનારાયણ, શ્રીપુરુષોત્તમ, રાધાપતિ, લક્ષ્મીપતિ એવું ભજન કરાવીને મોક્ષ કર્યો હતો.

ગંગા કાંઠે બેઠેલા વૈષ્ણવ સાધુને એક રાક્ષસ ભૂખ્યો, તરસ્યો ખાવા આવ્યો. તેને સાધુએ પાણી છાંટી પવિત્ર કરી દીધો અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી સ્વર્ગની પ્રાપ્તિ કરાવી પછી તેનો મોક્ષ કર્યો.

સત્પુરુષનાં મુખમાંથી નીકળેલી વાણી પવિત્ર જ છે. સંતવાણી તે વેદ સમાન છે. સંતો ક્યારે પણ અર્થ વિનાની વાણી બોલતા નથી. લક્ષ્મી કહે, હું સંતની આજ્ઞાકારી છું. જ્યાં તમારા સંતો-સાધ્વી, પતિવ્રતા ભક્તો વાસ કરે છે ત્યાં જ મને રહેવું ગમે છે. તેના યોગમાં હું પણ સાર્થક થાવ છું. જ્યાં પાપી પુરુષો વાસ કરે છે. ત્યાં મને લક્ષ્મીને રહેવું પણ ગમતું નથી.