ભાગ · અધ્યાય ૮૨

નીચ વર્ણની સ્ત્રીઓ સદ્ગતિ કઇ રીતે પામે ?

લક્ષ્મીજીએ પૂછ્યું : હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ, સ્વૈરિણી, કામિની, પુશ્ચલી આ ત્રણ પ્રકારની સ્ત્રીઓ તેની સદ્ગતિ કઇ રીતે થાય તે કહો. અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : હે લક્ષ્મી, સાંભળો સંત તે અગ્નિસમાન છે. સંત તિર્થ છે. સંત દેવના દેવ છે. સંત અમૃત-સંત ધર્મ છે. સંત સ્વયં ભગવાન છે. તે સંતના ચરણ સ્પર્શથી તેના દર્શનથી તેના પ્રસાદથી પાપના સમુદાય નાશ પામે છે. ઘાસની ગંજીમાં અગ્નિકણ પડવાથી બળી જાય છે. તેમ સંતના યોગથી પાપના સમુદાય પણ બળી જાય છે. માટે સંતને નમસ્કાર, ભોજન, સ્નાન શ્રીહરિની કથાશ્રવણ વગેરે ભક્તિ કરવાથી તે નીચ વર્ણની સ્ત્રીઓ પણ સદ્ગતિ પામે છે. આ મારું ગુપ્ત રહસ્ય કહ્યું. પૂર્વે કાશીમાં ગંગાકાંઠે વસ્ત્ર વિનાના વાત્સ્યાય મુનિ બેઠા હતા. ત્યાં ગણિકાઓ આવી. અતિ તેજસ્વી ઋષિનો કામભાવે સ્પર્શ કર્યો પણ નિષ્કામી યોગીના સ્પર્શથી ગણિકાઓ પણ રજોગુણથી રહિત થઇ ગઇ. ઋષિએ તેઓનું કલ્યાણ કર્યું.