ભાગ · અધ્યાય ૧૦૩

કઇ તિથિમાં કયું દાન આપવાથી શું પ્રાપ્તિ થાય ?

લક્ષ્મીજીએ પૂછ્યું : કઇ તિથિમાં ક્યું દાન આપવાથી શું પ્રાપ્તિ થાય છે ? ભગવાને કહ્યું : પડવાને દિવસે સાધુ, અતિથિ, બ્રાહ્મણને ભોજન આપી દાન આપવાથી સારી પત્ની મળે, બીજને દિવસે જમાડવાથી સારી કન્યા મળે, ત્રીજને દિવસે જમાડવાથી સારો પતિ મળે, ચોથને દિવસે જમાડવાથી અશ્વવાહન મળે, પાંચમે દિવસે જમાડવાથી સત્પુત્ર મળે, છઠ્ઠને દિવસે જમાડવાથી બલસંપત્તિ મળે, સાતમને દિવસે જમાડવાથી ખેતરવાડી મળે, આઠમને દિવસે જમાડવાથી દ્રવ્ય મળે, નોમને દિવસે જમાડવાથી વાહનો મળે, દશમને દિવસે જમાડવાથી કામધેનુ ગાય મળે, એકાદશીને દિવસે જમાડવાથી રૂપિયા મળે, બારસને દિવસે જમાડવાથી સુવર્ણ મળે, તેરસને દિવસે જમાડવાથી રાજા થાય, ચૌદશને દિવસે જમાડવાથી સામ્રાજ્ય મળે, પૂનમને દિવસે જમાડવાથી ચમત્કારી થાય, અમાસને દિવસે જમાડવાથી સર્વ સંકલ્પ પૂર્ણ થાય તથા ભગવાનના અવતારો તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણની જન્મજયંતિમાં દાન કરવાથી મોક્ષ મળે તથા સર્વ નક્ષત્રોમાં જમાડવાથી દાન દેવાથી અક્ષયપુણ્ય મળે છે.