ભાગ · અધ્યાય ૭૭–૭૯

સાધ્વી સ્ત્રી હોય તે પતિવ્રતા કેમ કહેવાય ?

આ અધ્યાય 77–79 સંયુક્ત છે

લક્ષ્મીજીએ પૂછ્યું : જે સ્ત્રી સાધ્વી હોય તે પતિવ્રતા કેમ કહેવાય ? આ લોકમાં તેને કેમ રહેવું ? ભગવાને કહ્યું : ૐ નમ: અનાદિશ્રીકૃષ્ણનારાયણાયપતયે સ્વાહા, આ દીક્ષા મંત્રથી પોતાના આત્માના પતિ ભગવાનને માનીને કાયમ સર્વે પ્રકારે પૂજવા. પતિ એવા ભગવાનમાં સર્વ સુખ હોમવા. કામના, ભોગ-વિલાસ, ઐશ્વર્ય આદિક માયીક સુખનો ત્યાગ કરીને પ્રભુને પ્રસન્ન કરનારી ધર્મ ભાગિની થાય છે. મારામય થઇને મારી નવધા ભક્તિ કરવી. શરીર ઈન્દ્રિયો, અંત:કરણથી ભગવાનની સેવાભક્તિ કરી પોતાના આત્મામાં ભગવાનને ધારવા. સર્વક્રિયાઓ ભગવાન સંબંધી જ કરવી.

ચંદ્રિકા ગોપી ગોવાલણ પોતાનો પતિ સ્વર્ગમાં ગયા પછી ભગવાનને પતિ માની પૂજા કરી ભક્તિ કરી અતિથિ સેવા કરી સ્વર્ગમાં ગઇ. ત્યાં પતિ સાથે રહી પછી સત્યલોક પછી વૈકુંઠ પછી અક્ષરધામમાં ગઇ. એવી રીતે ભગવાનને પતિ માની જે સ્ત્રી ભક્તિ કરે છે તે ધામમાં જાય છે.

પૂર્વે કંડાયન ઋષિપુત્રી બ્રહ્મપૃથા તે હરિપ્રથમ રાજાની પત્ની થઇ. સંસારની ઈચ્છા નહીં હોવા છતાં પિતાનો આજ્ઞાધર્મ સ્વીકારી ગૃહસ્થાશ્રમ કર્યો સાધુ-સાધ્વીની સેવા કરી ભગવાનની ભક્તિ કરીને સ્વર્ગમાં ગયા પછી ધામમાં ગઇ.