ભાગ · અધ્યાય ૧૧૯–૧૨૨

શ્રીમહાલક્ષ્મી સ્ત્રોત, મંત્ર અને જાપફળ

આ અધ્યાય 119–122 સંયુક્ત છે

લલિતાલક્ષ્મીએ દશાવતાર સ્તોત્રનો મંત્ર બોલીને ભંડાસુરના સેનાપતિનો નાશ કર્યો. પછી લક્ષ્મીનારાયણ અસ્ત્રથી ભંડાસુરનો નાશ કર્યો ત્યારે સર્વે દેવોએ આવીને સ્તુતિ કરી. હજારો દેવીઓએ આવીને લલિતા મહાલક્ષ્મીની પૂજા કરી.

મહાલક્ષ્મીના આ સ્તોત્ર પાઠથી સર્વ મનોરથની સિદ્ધિ થાય છે. ૐ અનાદિ પરબ્રહ્મેશ્વર્યૈ શિરસિ મે નમ:, ૐ શ્રીકૃષ્ણ નારાયણ્યૈ ભાલે ચ મે નમ: ૐ અનાદિ વાસુદેવીલક્ષ્મ્યૈ મે નેત્રયોર્નમ:, ૐ અનાદિ બ્રહ્મલક્ષ્મ્યૈ મુખે મે તે નમો નમ: ૐ અનાદિ કંભરાલક્ષ્મ્યૈ ચ કંઠેસ્તુ મે નમ:, ૐ અનાદિ મહાલક્ષ્મ્યૈ હૃદયે મેં ચ તે નમ: ૐ અનાદિ શ્રીનરાયણ્યૈ નમસ્તે મમોદરે, ૐ અનાદિ વૈષ્ણવ્યૈ તે નાભૌ મમ નમો નમ: ૐ અનાદિ લલિતાયૈ જઘને તે ચ મે નમ:, ૐ અનાદિ શ્રિયૈ ચાસ્તુ નમ: સક્થ્નોશ્ચ મે સદા ૐ અનાદિ કમલાયૈ નમો જાન્વોશ્ચ મેસ્તુ તે, ૐ અનાદિ રમાયૈ તે નમોસ્તુ પાદયોર્મમ: ૐ અનાદિ હરિણ્યૈ તે કરયોર્મે નમોસ્તુ તે, ૐ અનાદિ મહામાત્રે સર્વતસ્તે નમો નમ: ૐ અનાદિ પદ્માયૈ દ્વિહસ્તતલયોસ્તે નમ:, ૐ અનાદિ રક્ષિત્ર્યૈ તે પૃષ્ઠદેશે નમો નમ: ૐ અનાદિ હિરણ્યાયૈ રમ્યાંગેષુ ચ તે નમ:, ૐ અનાદિ સુવર્ણાયૈ ભાગ્યરેખાસુ તે નમ: ૐ અનાદિ કુમાર્યૈ તે શીલધર્મે નમો નમ:, ૐ અનાદિ જનન્યૈ તે સર્વાંગેષુ નમો નમ:

આ પ્રમાણે સ્તોત્ર મંત્રો બોલી ન્યાસ કરી મહાલક્ષ્મીનું વસ્ત્ર, આભૂષણો, અલંકારોવાળું તેજસ્વી, દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરીને ષોડશોપચારથી પૂજા કરવાથી ભક્તોના સર્વ સંકલ્પો પૂર્ણ થાય છે.

તે લલિતા મહાલક્ષ્મીનો મંત્ર “ૐ મહાલક્ષ્મી મહામાયા મહાનારાયણ્યૈ કમલવાસિન્યૈ મહાવિષ્ણુપ્રિયાયૈ નમ:, ૐ શ્રીં હ્રીં ક્લીં ણીં મ્લીં ષ્ણીં મહાપાત્રે પુરુષાર્થ વષિર્ણ્યૈ સ્વાહા” આ મંત્ર ફલપ્રાપ્તિ માટે જપવો. તે મહાલક્ષ્મી શીવકાંચીમાં તથા વિષ્ણુકાંચીમાં બે સ્વરૂપે વસે છે. મહાલક્ષ્મીના 13પ બીજા પણ નામો છે. તેનો જાપ કરીને ગુરુની પુજા-વંદના કરવી.

સર્વ તિર્થોમાં ગુરુ તિર્થ મહાન છે. માતૃતિર્થ, પિતૃ તિર્થ, સાસુ-પતિ તિર્થ, સતી તિર્થ, પ્રિયા તિર્થ, દેવ તિર્થ, જડ-ચેતન તિર્થ, અર્ચા તિર્થ, યજ્ઞ તિર્થ, વ્રત તિર્થ, તપ તિર્થ, જ્ઞાન તિર્થ, યોગ તિર્થ, દેવ તિર્થ, પરોપકારીદિ તિર્થો તે સર્વેથી ગુરુ તિર્થ તો મહાન છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું તે મેં આ ગુરુ તિર્થ સર્વોત્તમ પ્રમાણ કરેલ છે. સતી તિર્થ, સાધુ તિર્થ અને પરમેશ્વર તિર્થ આ ત્રણ તિર્થો ગુરુમાં વસે છે.

પુત્રી પ્રાપ્તિ માટે કન્યા દાન કરવું તથા લક્ષ્મી દાન કરવું તથા પુત્રીવ્રત તે માઘ વદ-પાંચમની તિથિએ વ્રત કરવું. મહાલક્ષ્મીનું પૂજન કરી યથાશક્તિ દાન આપવું. કોઇ રોગી, ગર્ભિણી, ગરીબ, અનાથ તેને દાન આપવાથી આશીર્વાદ મળે છે.