ભાગ · અધ્યાય ૭૩

કુરુક્ષેત્ર તીર્થની કથા

યયાતિ રાજાના ઉપદેશથી પ્રજા સર્વે વૈષ્ણવ થઇ તેથી વિષ્ણુદૂતો યમદૂતોને પાસે આવવા દેતા નહિ. તેથી યમરાજ, વિષ્ણુ અને બ્રહ્મા પાસે ગયા. બધાએ ઈન્દ્રને કહ્યું. ઈન્દ્રએ યયાતિને કહ્યું, તું સ્વર્ગમાં ચાલ તને અર્ધું ઈન્દ્રપદ આપું.

યયાતિએ પૂછ્યું : માનવલોક અને સ્વર્ગલોકમાં શું ફેર છે ? ત્યાં પણ પંચવિષય, અહીં પણ માયામય પંચવિષય છે. મારે તો નિત્ય હરિરસ પીવો છે. ભજનનો આનંદ લેવો છે. આત્માની તૃપ્તિ બ્રહ્માનંદ જોઇએ છે. જો આ બધુ સ્વર્ગમાં હોય તો ત્યાં આવું. ઈન્દ્રે કહ્યું, ત્યાં તો શરીરના ભોગવિલાસ છે. પછી સર્વે ઇશ્વરો, બ્રહ્મા, વિષ્ણુએ કહ્યું, રાજા સૃષ્ટિનો ક્રમ વિખાય નહીં માટે તું મારા ધામ વૈકુંઠમાં ચાલ. પછી બ્રહ્માએ રતિ પુત્રી બિંદુમતી રાજાની સેવામાં આપી. રાજા તેના મોહમાં પડ્યો. રાજાને વૃદ્ધતા આવી તો પણ પુત્ર પાસે યૌવન માગ્યું. પુત્રોએ ના પાડી. એક પુત્ર કુરુ તે પોતાનું યૌવન પિતા યયાતિને આપી હિમાલય તપ કરવા ગયો. ત્યાં ખેતી કરી અન્નક્ષેત્ર ચાલુ કર્યું. તે કુરુક્ષેત્ર તિર્થથી પ્રસિદ્ધ થયું. યયાતિ પોતાના પુત્રોને રાજ્ય સોંપી ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠ ધામમાં ગયો.