અનાદિશ્રીકૃષ્ણનારાયણ કેમ પ્રસન્ન થાય ?
આ અધ્યાય 74–76 સંયુક્ત છે
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે છે : હે લક્ષ્મી, હવે હું મુક્તિ અને દિવ્યતા આપનારું જે રહસ્ય છે તે કહું છું. હું કેમ પ્રસન્ન થાવ ? તો જેણે સંતોનું પૂજન કર્યું, જમાડ્યા, તેણે મારું પૂજન કરી મને જમાડ્યો. તે જ રીતે ધર્મવાળી, ભક્તિવાળી સાધ્વીની સેવા સ્ત્રી- ભક્તોએ લક્ષ્મી સ્વરૂપ માનીને કરવી. જેણે સાધુ-સાધ્વીને, સેવ્યા, તેના સર્વે પાપો બ્રહ્મહત્યાદિ સર્વનાશ પામે છે. જેને ત્યાં સંતો જમે છે, ત્યાં સર્વે દેવો પિતૃઓ જમે છે. દતાત્રેય, કપીલ, ઋષભ, શુક્ર, નારદ વગેરે સંતરૂપે રહેલા ગુરુઓને ભગવાન જ કહેલા છે. રંતિ દેવરાજ સંક્રાંતિમાં પૃથ્વીનું દાન વસિષ્ટને આપી મોક્ષમાં ગયા. મહાભાગવત ભક્ત અંબરીશ યજ્ઞમાં બ્રાહ્મણોને દાન આપી બ્રહ્મલોક ગયા. પૂર્વે અવતાર થયા તેણે પણ દાનો કર્યા છે માટે પ્રભુની પ્રસન્નતા અર્થે દાન આપવા. આ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું પ્રસન્ન થાવ છું.
જીવાત્મા તપ, જપ, દાન, નિયમ વગેરે તથા અનેક પ્રકારના દાન આપી અનેક ફળ મેળવે છે પણ અંતર્યામી પરમાત્મા મને સંભારીને દાન આપે તો હું ધામમાં લઇ જાઉં.
અનાથો તથા બાળકોને જમાડવા. આઠ વર્ષ સુધીના બાળકોનું હૃદય, માયા કપટથી રહિત હોય છે. હુ સાધુની જેમ બાળકોમાં પણ હું રહું છું. માટે તેને જમાડીને રાજી રાખવા. એકલો સત્વગુણ હોય તેને બ્રાહ્મણ, સાધુ, સાધ્વી, ગુરુ કે એકાંતિક ભક્ત કહેવાય છે. જેનામાં રજોગુણ, તમોગુણ હોય તેને ક્ષત્રીય કહેવાય છે. સત્વ રજોગુણ હોય તેને વૈશ્ય કહેવાય છે અને તમોગુણ વિશેષ હોય તેને શૂદ્ર કહેવાય તથા અતિ તમોગુણ હોય તેને ઘાતકી કહેવાય છે. તે સર્વે મારા યોગથી નર નારાયણ જેવા થાય છે. નારી નારાયણી થાય છે. માટે માયાના દોષનો ત્યાગ કરી સાધુગુણે યુક્ત થાય તે સત્પથે-પરમધામમાં જાય છે.