સંતના યોગ વિના પાપીનો ઉદ્ધાર કેમ થાય ?
આ અધ્યાય 91–94 સંયુક્ત છે
લક્ષ્મીજીએ પૂછ્યું : અતિ પાપી, ઘાતકી હોય તેને સંતનો યોગ ન થાય તો તેનો ઉદ્ધાર કેમ થાય ? ભગવાને કહ્યું : કુંભમેળામાં સ્નાન કરવાથી, ઉત્તમ તિર્થ કુંકુમવાપી, અશ્વપટ સરોવર, નારાયણ ધરો, ગોમતી તિર્થમાં સ્નાન કરવાથી તેનો ઉદ્ધાર થાય છે. જ્યાં ભગવાનના અવતારો ફર્યા હોય તે તિર્થમાં જ્યાં ભગવાન તથા સંતો ન્હાયા હોય તે તિર્થમાં, નદીમાં, તળાવ, સમુદ્રમાં ન્હાવાથી તે પાપીનો પણ ઉદ્ધાર થાય છે. એવા ભારતના સર્વ તિર્થો પવિત્ર કરનારા છે.
કર્મથી નીચ થઇ, પતીત થઇને પાછા સત્કર્મથી તપથી, યજ્ઞથી પૂર્વેના બ્રાહ્મણો તથા રાજાઓ શુદ્ધ થયેલા છે.
અનેક પ્રકારના બળથી બ્રહ્મબળ સર્વેથી અધિક છે. પૂર્વે સૌરાષ્ટ્રમાં દેવ શર્મા વિપ્ર પોતાની પત્ની રુચિને પોતાના શિષ્ય વિપુલને રક્ષણ માટે સોંપી પોતે ચાતુર્માસ અશ્વપટ સરોવર તપ કરવા ઈચ્છા કરી. વિપુલને ભલામણ કરી જો રુચિ રૂપવાળી છે. તેથી ઈન્દ્ર અનેકરૂપ લઇને છેતરવા આવે છે. તેથી ગુર્વાણીનું ધ્યાન રાખજે. ગુરુ ગયા પછી ઈન્દ્ર અનેક માયા કરી કપટ કરી યુવાન બની રુચિને છેતરવા આવ્યો. વિપુલ યોગકળા કરીને રુચિના શરીરમાં પ્રવેશી કહેવા લાગ્યો. હે ઈન્દ્ર તું ક્યારે પણ આ આશ્રમમાં આવીશ તો બાળીને ભસ્મ કરી દઇશ. ઈન્દ્ર જતો રહ્યો, પછી કોઇ દિવસ આવ્યો નહીં. ગુરુએ આવીને વિપુલને આશીર્વાદ આપ્યા.
વિશ્વામિત્રની કૃપા, તપ વડે સત્યવ્રત-ત્રિશંકુ સદેહે સ્વર્ગમાં ગયો તે સાધુનો પ્રતાપ. માટે સાધુના આશીર્વાદથી આલોક-પરલોક બંને સુધરે છે.