ભાગ · અધ્યાય ૨૩૧–૨૩૫

જલ્લાદ, જ્વાલાપ્રસાદ, લવાદન, વિખંડલ અને જીર્ણોદભવ ખેડુની કથા

આ અધ્યાય 231–235 સંયુક્ત છે

શૂળી આપનારો જલ્લાદ તેની પત્ની, ભક્તિવાળી હોવાથી બંને દંપતી પ્રભુની ભક્તિ કરી ધામમાં ગયા.

જ્વાલાપ્રસાદ દંપતીનો તથા હજારો ભક્તોનો નારાયણાયન સાધુએ ભક્તિ કરાવીને મોક્ષ કર્યો.

વ્યભિચાર કરતા રાજાને ઝેરથી મારનાર લવાદન મંત્રીને સાધુએ સેવાભક્તિથી પાપરહિત કર્યો. રાણી પ્રધાન પ્રજાને બચાવ્યા.

મહી નદી કાંઠે ક્ષત્રિય વીખંડલ વર્મા રાજા હતો. વેષમાં યમદૂત જેવો. દયામાં ધર્મ જેવો. બોધમાં બૃહસ્પતિ જેવો. ભક્તમાં ગરૂડ જેવો. સર્વસ્વ અર્પણ ભાવે ભગવાનની ભક્તિ કરતો. તેની પત્ની પતિવ્રતા ભક્તિવાળી હતી. બંને પ્રભુની પૂજા, આરતી, સ્તુતિ, નૈવેદ્ય ધરીને જમતાં તેમજ અમારાથી અજાણે અપરાધ થઇ જાય તો માફ કરજો, એમ પ્રાર્થના કરતા. તેને ત્યાં કીં શુક્રાયન સાધુ આવ્યા. રાજાએ આદર-સત્કાર કરી આસન આપ્યું. પૂજા, સેવા, કરી જમાડ્યા. સાધુએ માનવજન્મની દુર્લભતા કહીને ભગવાન ભજવાનું કહ્યું અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો પછી બંને ભગવાનની ભક્તિ કરી પ્રસન્નતા પ્રાપ્ત કરતા હતા. તેને પ્રગટ પ્રભુ સાક્ષાત દર્શન આપી ધામમાં લઇ ગયા.

જીર્ણોદભવ ખેડુ કુટુંબનો ચૈતન્યહાયનિ સાધુના મંત્રોપદેશથી પ્રગટની ભક્તિથી મોક્ષ થયો.