સર્વ વિઘ્નોને નાશ કરનારૂં “સાધુસેવા વ્રત”નું મહાત્મ્ય
આ અધ્યાય 123–124 સંયુક્ત છે
લક્ષ્મીજીએ પૂછ્યું : હે કાન્ત, હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વે વિઘ્નોને નાશ કરનારું સર્વ આપત્તકાળને હટાવનારું, સર્વે ભાગ્ય વધારનારું, સર્વે પાપોને નાશ કરનારું એવું શ્રેષ્ટ વ્રત કયું છે ? ભગવાને કહ્યું : બધાં વ્રતોમાં મહાન વ્રત, તે સાધુવ્રત છે. દાસ્ય સેવા, સર્વે સાધન આપનારું છે. સર્વે કલ્યાણ કરનારું, સર્વે દુ:ખનો નાશ કરનારું, સર્વે પુણ્યવાળું, સર્વે યજ્ઞવાળું, નિત્ય સાધુ પૂજાવ્રત તે મહાન છે. સવારમાં દર્શન કરવા તે દર્શનવ્રત, પગ દાબવા તે પાદસેવાવ્રત. સવારમાં દૂધ-ભોજન તે ભોજનવ્રત, ફળ-ફૂલ આપવા તે ફળ અર્પણવ્રત, અનાજ આપવું તે અન્નવ્રત, શેરડી-શાકભાજી આપવા તે શાક અર્પણવ્રત, સ્નાન કરાવવું તે સ્નાનવ્રત.
જે જે વસ્તુ પોતાની યથાશક્તિ પ્રમાણે આપવી તે સાધુને અર્પણવ્રત તથા તેટલો સાધુ સત્સંગ કર્યો કહેવાય. તે સર્વે ઇચ્છિત ફળને આપનારું વ્રત તે સાધુવ્રત છે તથા પોતાના શરીરનાં કાંઇ રોગ, ઉપાધી આવે અથવા કુટુંબમાં કોઇ રોગ આદી આપતકાળ આવે તો માનતા કરવી. હું મંદિરમાં 1-ર-3-પ-7 દિવસ સેવા કરીશ. કોઇ પણ વિઘ્ન આવે, કોઇ દુ:ખ આવે તો માનતા કરવી કે હું 1પ દિવસ, 1 મહિનો સાધુ આશ્રમમાં સેવા કરીશ. સાધુ સેવાવ્રત સમાન બીજું કોઇ વ્રત પૃથ્વી પર નથી. સાધુના આશીર્વાદથી ગમે તેવા દુ:ખ હોય તે નાશ પામે છે.
ગાય, ભેંસ, બકરાં વગેરે દૂઝણાં ઢોર દોહવામાં વિઘ્ન થાય ત્યારે સાધુ પગરજને ઢોર ઉપર ફેરવવી અને માનતા કરવી એક દિવસનું દૂધ સાધુ આશ્રમમાં આપીશ. પશુને કાંઇ પીડા થાય ત્યારે માનતા કરવી, મોલમાં જંતુરોગ આવે ત્યારે માનતા કરવી કે, મંદિરમાં હું સાધુભોજન કરાવીશ, હરિ-કીર્તન ધૂન કરાવીશ.
અનેક પ્રકારના રોગ છે, અનેક દુ:ખો છે અનેક વિઘ્નો છે. તેમાંથી કાંઇ પણ દુ:ખ આવે તો મંદિરમાં સાધુ-આશ્રમમાં સેવાની માનતા કરવી કે, ર દિવસ, પ દિવસ, 1પ દિવસ, 1 મહિનો મંદિરમાં સેવા કરવી. અન્ન વસ્ત્રથી સમૃદ્ધિથી સાધુની સેવા કરવી તો સર્વે દુ:ખો નાશ પામે, સર્વે વિઘ્નો નાશ પામે.