ભાગ · અધ્યાય ૮૬

અભિમાનીનું કલ્યાણ કેમ થાય ?

લક્ષ્મીજીએ પૂછ્યું : ધનના મદવાળા, શરીરના ગર્વવાળા તેનું પરમ કલ્યાણ કેમ થાય ? ભગવાને કહ્યું : આ લોક-પરલોકમાં સુખ ઈચ્છતા હોય તેણે સાધુની સેવા કરવી. શાસ્ત્ર ભણેલા હોય તેને અનેક પ્રકારના દાન આપી સેવા કરવી. બ્રહ્મતેજવાળા સાધુની સેવા કરી તેણે બધા યજ્ઞો કર્યા, તેણે દેવતાઓને-પિતૃઓને રાજી કર્યા. સાધુ જે સ્થળે વિચરતા હોય ત્યાં યમદૂતો આવી શકતા નથી. ચિત્રકેતુ રાજાની રાણી માલતી તેણે ચિત્રકેતુને પૂછ્યું, તમે સમ્રાટ ત્રિલોકીમાં પ્રસિદ્ધ કેમ છો. રાજાએ કહ્યું કે, હું ઋષિ-મુનિ, તપસ્વીની સેવા કરું છું. સાધુનો સમાગમ કરું છું. સત્સંગભક્તિ કરું છું. તેથી ભગવાન રાજી છે એટલે ભગવાનને લઇને ત્રિલોકીમાં પ્રસિદ્ધ છું.