ભાગ · અધ્યાય ૧૪૧

વ્રત કરવામાં અશક્ત હોય તેનું કલ્યાણ કેમ થાય ?

લક્ષ્મીજીએ પૂછ્યું : જે વ્રત કરવા અશક્ત હોય એવા વૃદ્ધ બાળકો સ્ત્રીઓ, રોગી, પશુ-પક્ષીનું કલ્યાણ કેમ થાય ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : મારું ભજન કરવાથી ગોવિંદ, માધવ, હરિકૃષ્ણ, શ્રીમન્નારાયણ, બાલકૃષ્ણ, બ્રહ્મપ્રિયાપતિ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ આવા અનેક નામનું ભજન કરવાથી તથા અશ્વપટ સરોવર તિર્થ, કુંકુમવાપી ક્ષેત્રનો ગુણ લેવાથી અથવા લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચવાથી તેમજ સાંભળવાથી મુક્તિ થાય છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું બીજે સ્વરૂપે લક્ષ્મીનારાયણ સંહિતા રૂપે પૃથ્વી પર રહેલો છું.