ભાગ · અધ્યાય ૪૯

પુણ્ય રહિત મુમુક્ષુએ શું કરવું અને કેમ વર્તવું ?

લક્ષ્મીજી પૂછે છે : મુમુક્ષુ પુણ્ય રહિત હોય તેણે શું કરવું ? કેવી રીતે વર્તવું ? પુરુષોત્તમ નારાયણ બોલ્યા, પ્રથમ શરણ મંત્ર લેવો. “કાલમાયાપાપકર્મશત્રુયામ્ય કૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામી પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” વગેરે મંત્રો ગ્રહણ કરી સકામ ભાવથી સર્વે વ્રત, જપ, તપ, નિયમ, દાન, પુણ્ય કરવા જેથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. પછી પ્રાપ્ત થયેલા સાધન-સામગ્રીથી ભગવાનની પૂજા કરવી તેથી પ્રભુમાં પ્રીતિ થાય તથા ભક્ત, સંતતિર્થ, ગુરુતિર્થ કરવા તેથી અજ્ઞાનરૂપી અંધારાનો નાશ થાય. જ્ઞાનરૂપી પ્રકાશ આપે તેને ગુરુ કહ્યા છે. એવા ગુરુ બ્રહ્મનિષ્ટ, એકાંતિક, પરમ એકાંતિક સદ્ગુરુનો સમાગમ કરવો.