જીવાત્મા પ્રેતપણાને પામ્યો હોય તેનો ઉદ્ધાર કેમ થાય ?
લક્ષ્મીજીએ પૂછ્યું : જેને સાધુનો યોગ ન થાય અને પ્રેતપણાને પામ્યો હોય તેનો ઉદ્ધાર ક્યારે થાય ? ભગવાને કહ્યું : જ્યારે સાધુનો યોગ ન થાય ત્યારે મંદિરમાં-મઢમાં, આશ્રમમાં, ગાયનું દાન કરવું અથવા વિપ્રને ગૌદાન કરવું. તે ગાય દૂઝણી હોવી જોઇએ. વાછડી સહિત ગૌદાન કરવાથી વિશેષ પુણ્ય થાય. ગાયમાં બધા દેવતાઓનો વાસ રહેલો છે માટે વિધિપૂર્વક પૂજન કરી ગૌદાન કરવું. અનેક પ્રકારના નાના, મોટાં પાપો જાણ્યે- અજાણ્યે થઇ જાય. તેના પ્રાયશ્ચિત માટે પંચગવ્ય એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ પીવું તથા ગૌમૂત્ર- છાણ તે પણ પીવા તેમાં લક્ષ્મીનો વાસ છે. અનેક પ્રકારના દાનોના પુણ્ય ગાયના દાનથી થાય છે.
એક પુષ્કસ નામે શૂદ્ર દારૂ પીનારો, માંસ ખાનારો, ચોરી કરનારો તે જંગલમાં મરી ગયો. તેને યમદૂતો લઈ ગયા. તેની પત્નીએ તિર્થમાં ગૌદાન કર્યું. તે પુણ્યે પ્રતાપે સ્વર્ગમાં ગયો. માટે ગાયની સેવા કરવી. ગૌશાળામાં વાસ કરવો. ગાયની આરાધના, પૂજા કરવી તેથી ભગવાન પ્રસન્ન થાય છે.