ભાગ · અધ્યાય ૪૭–૪૮

અષ્ટાંગયોગ અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં કઇ રીતે સિદ્ધ કરવો ?

આ અધ્યાય 47–48 સંયુક્ત છે

પરબ્રહ્મયોગ તે પોતે કરેલી દરેક ક્રિયા પરમાત્માને અર્પણ કરવી અને સાધ્વી સતીએ આઠ સોપાન સિદ્ધ કરવા. તેમાં આહારની શુદ્ધિ, દેહ શુદ્ધિ, ઇંન્દ્રિય શુદ્ધિ, અંત:કરણ શુદ્ધિ, આત્મશુદ્ધિ, પરમાત્માની ધારણા, પ્રગટ પ્રભુનું ધ્યાન, લગ્નતા એકપણું. જે રીતે પતિવ્રતા સતી સ્ત્રીને પતિ સિવાય બીજે ક્યાંય હેત થતું નથી તેમ તેવા ભક્તને ભગવાન સિવાય બીજે હેત થતું નથી. મારી પ્રસાદી જમવાથી આહારશુદ્ધિ થાય છે. મારી દીક્ષા લેવાથી દેહશુદ્ધિ થાય છે. દરેક ઈન્દ્રિયોને મારી સેવાભક્તિ પરાયણ રાખવાથી ઈન્દ્રિય શુદ્ધિ થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તેમાં સંકલ્પ ભગવાનના જ કરવા. ચિંતવન ભગવાનનું જ કરવું. બુદ્ધિમાં નિશ્ચય ભગવાનનો, અહંકાર પણ દાસપણાનો તે અંત:કરણ શુદ્ધિ, આત્મા મને અર્પણ કરવાથી આત્મશુદ્ધિ. જીવાત્માને સિંહાસન બનાવીને તેમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવો હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ તેનું ધ્યાન-ધારણા, એકતાનતા, લગ્નતા, જ્ઞાનપ્રવાહ, ચૈતન્ય પ્રવાહ, વૃતિ સર્વે શ્રીહરિમાં એકમેક રસમસ થઇને શાશ્વત આનંદનો અનુભવ કરવો તે સમાધિ આઠમી પરમમુક્તિ સ્થિતિ. બાહ્યસ્થિતિ તે સુખ, તૃપ્તિ, સંતોષ, તૃર્યવસ્થા નિજાનંદ કહેવાય છે. તેને પુનરાવૃત્તિ થતી નથી. આવી રીતે અષ્ટાંગ યોગ અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં સિદ્ધ કરવો. આવા ભક્તને શબ્દબ્રહ્મ, અક્ષરબ્રહ્મ, કરણબ્રહ્મ, આત્મબળ, પરબ્રહ્મ બધું એકરૂપે થઇ જાય છે. હે લક્ષ્મી, આ અધ્યાયનો કોઇ પાઠ કરશે, કોઇ સાંભળશે તે પણ પ્રત્યક્ષ ભગવાનના ઐક્યપણાને પામશે.

આવી રીતે જે નારી સર્વે ક્રિયામાં તેમજ સંસારના દરેક કામકાજમાં ભગવાનને સાથે રાખે છે. તેને આત્મસ્થિતિ અક્ષરસ્થિતિ પ્રાપ્ત થાય છે અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો અખંડ રાજીપો મેળવે છે.