સંતનો સમાગમ ન મળે તેનો મોક્ષ કેમ થાય ?
આ અધ્યાય 84–85 સંયુક્ત છે
લક્ષ્મીજીએ પૂછ્યું : જે મનુષ્યોને સંતનો સમાગમ ન મળે તેનો મોક્ષ કઇ રીતે થાય ? ભગવાને કહ્યું : જેને સંત ન મળે તે મનુષ્યને માતા-પિતાને તિર્થ માની સેવા પરાયણ થવું તથા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરવું અથવા ધૂન- કિર્તન કરનારા ભક્તમંડળમાં રહેવું તે પણ સાધુ કહેલા છે. શાસ્ત્રના શ્રવણથી વૃદ્ધોના વાક્યોથી પણ મહાપુણ્ય થાય છે. આવી રીતે ભગવાનનું ભજન કરનારા મુમુક્ષુઓને સાધુ- સાધ્વીઓ કહ્યા છે. મારું નામ ભજન કરનારા તે રાજા હોય, અધિકારી હોય, પ્રજા ગમે તે વર્ણના હોય. તે સર્વે સાધુ કહ્યાં છે. જેમ વૃક્ષ-વેલીને પાણી મળે અને પ્રફૂલ્લિત થાય તેમ ભક્તને સાધુ મળેને આનંદ થાય તે મોક્ષમાં જાય. જેમ રાજાની આજ્ઞામાં નોકર રહે છે. તેમ સાધુઆજ્ઞામાં ભક્તે રહેવું.
પૂર્વે વૃષાયન સાધુને શરણે ચકલી આવી તેની પાછળ બાજ પક્ષી આવ્યું. ઋષિને કહ્યું, ચકલીભાર માંસ આપો એટલે ચાલ્યો જાઉં. ત્યારે ઋષિએ પોતાના શરીરમાંથી માસ આપ્યું. એવી રીતે શરણે આવેલાનું રક્ષણ કરનારા અભયદાન આપનારાને સંત કહ્યાં છે.