દેશ્યાવન, હર્ષધર્મ, રૂટાણકી તેમજ ધીરપર્વની કથા
આ અધ્યાય 227–230 સંયુક્ત છે
પુરુષોત્તમ નારાયણ કહે : પશુ-પક્ષી, નાગ-નોળિયો રાખી ખેલ કરનારા દેશ્યાવન મદારીને અમર સાધુએ મંત્રોપદેશ આપીને ભક્તિ કરાવી મોક્ષ કર્યો. શરીર ઘર ભોગપદાર્થો બધા ખેલ રંગભૂમિ અને મરણ તે ખેલનો અંત તેને સુધારે તે સાચો નટ.
પાર્વતીપુરમાં હર્ષધર્મ નાપિત ભક્ત, તેની પત્ની નિગનિકા તે બંને વિષ્ણુભક્ત પરાયણ હતા. હંમેશા ધૂન-કિર્તન, ભજન કથા-વાર્તા, પૂજા સાધુસેવા વગેરે ધાર્મિક કાર્ય કરે, તેને પાંચ પુત્ર, પાંચ પુત્રી હતા. તે ગામનો રાજા સ્વર્ણધન્વા હતો. નાપિત દંપતી રાજા-રાણીના સેવક હતા. એક દિવસ સાધુનું મંડળ ભક્તને ત્યાં આવ્યું. તેના માટે રસોઇ કરી તેમાં વાર લાગી, પછી જમ્યા, ધૂન-કિર્તન કર્યા. જે ગૃહસ્થને ત્યાં અતિથિ સાધુ જમે છે ત્યાં હંમેશા લક્ષ્મીનારાણય અનાદિશ્રીકૃષ્ણનારાયણનો વાસ રહે છે. સાધુ-સાધ્વીની સેવામાં મોડું થયું. વાણંદ પત્ની રાણીની સેવા કરવા જતી તે રાણી ક્રોધિત થઇ હજુ આવી નહીં. કાલે નોકરીમાંથી રજા આપી જેલમાં નાખી દઉં. ત્યાં પ્રગટ પ્રભુએ વિચાર કર્યો. મારા ભક્તને વગર વાંકે જેલ પડશે એમ વિચારી વાણંદ પત્નીનું રૂપ લઇ રાણી પાસે આવી સેવા કરી. ઉપદેશ કર્યો, સાધુની ગુરુની સેવા કરવી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરવું વગેરે કહીને અદૃશ્ય થયા. પેલી વાણંદ પત્ની જલ્દી કાર્ય પતાવી રાણી પાસે આવી મોડું થવા બદલ માફી માગી, રાણીએ કહ્યું. હમણાં સેવા કરી ગઇ. પાછી આવી માફી માગે છે. જા ચાલી જા, સુવા દે મને. પેલી આશ્ચર્ય પામીને ઘરે ગઇ. ત્યાં પોતાના જેવી જ સ્ત્રીને દેખીને પૂછ્યું, તું કોણ છો ? પ્રભુએ કહ્યું હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે છું. આજે તારા માટે સ્ત્રીનું (લક્ષ્મી)નું રૂપ લીધું છે. તમે બધાં મારા ભક્ત કુટુંબ છો. તેથી દર્શન દેવા આવ્યો છું. બધા ભગવાનના દિવ્ય દર્શન સેવા સ્પર્શ કરી પરમ આનંદ પામ્યા. કાળાંતરે નાપિત ભક્તકુટુંબ પરમધામના અધિકારી થયા. હે લક્ષ્મી, આ અધ્યાયનો કોઇ પાઠ કરશે, વાંચશે, સાંભળશે તે પણ ઈચ્છેલા સર્વે પદાર્થો તે પામી મારી ભક્તિ કરી અંતે પરમધામને પામશે.
ગિરનારના જંગલમાં આયર સ્ત્રી ભક્તા રૂટાણકી હતી. તે પૂર્વ જન્મમાં ગોપનાથ તિર્થમાં ઘીવરી હતી. તે વહાણ હાંકતી. એક વખત ચૈતન્ય સાધુ તે વહાણમાં બેઠાં, ઘીવરીએ દર્શન કર્યા. સાધુએ ઉપદેશ આપ્યો, આ શરીર પણ વહાણ છે તેમાં આત્મા બેઠો છે. તે ગુરુને કર્ણધાર બનાવે તો સંસાર સમુદ્ર તરી જાય. માટે અનાદિશ્રીકૃષ્ણનારાયણ આચાર્ય કૃષ્ણવલ્લભનું ભજન કરે તો ભવસાગર પાર ઉતરશે. શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય કે નપુંસક હોય જાતિથી પણ ગમે તે હોય પણ સર્વ વ્યાપી પરમેશ્વરને ભજે તો આ જન્મે અથવા બીજે જન્મે જરૂર મોક્ષ થાય. માછલા ખાનારી તે ઘીવરી સાધુના દર્શનથી સત્સંગથી ભગવાનના નામથી બીજે જન્મે જાતી સ્મરણ આયરાણી ઘણી ભેંસોવાળી રૂણાટકી થઇ તે પૂર્વ સંસ્કારથી ભક્તિવાળી બાળ બ્રહ્મચારીણી યોગિની રહી. સાધુ-સાધ્વીની સેવા કરતી.
એક વખત અર્ધરાત્રીએ આયસકંડલ દૈત્યે તેને ઉપાડી આકાશ માર્ગે જંગલમાં લઇ એક વૃક્ષ નીચે બેસાડી. મહા સાધ્વી તે ભગવાનની પ્રાર્થના કરવા લાગી. હે પ્રભુ, મેં તમને પતિ તરીકે ગ્રહણ કર્યા છે. હું તમારી હોઉં તો, તમે મારા હો તો મારું રક્ષણ કરજો. તમારા સાધુ-સાધ્વીની સેવા કરી હોય, તમારી ભક્તિ કરી હોય તો મારું રક્ષણ કરજો. ઘરે સાધુ- સાધ્વી, કુટુંબ બધા સૂતાં હતાં. ભેંસો ભાંભરવાથી જાગ્યા રૂણાટકીને શોધવા લાગ્યા. ત્યારે અનાદિશ્રીકૃષ્ણનારાયણ હું ગરૂડ પર બેસી વનમાં ગયો. ચક્રથી દૈત્યને કાપી. તેનું તેજ મારામાં લય કરી રૂણાટકીને ગરૂડ પર બેસાડીને ઘરે લાવ્યો. બધાને દિવ્ય દર્શન આપ્યા. બધાને મંત્રોપદેશ આપ્યો. દૂધ પી, પ્રસાદી આપી અદૃશ્ય થયો. તે સૌ અંતે મોક્ષે ગયા. હે લક્ષ્મી, તે આયરાણી મારી પત્ની તારામંડળમાં છે.
ધીરપર્વ માછીમારે આખું જીવન માછલી મારી. એકવાર ચોમાસામાં નદીનાં પૂરમાં, પશુ, માનવો તણાયા તેનું રક્ષણ કર્યું. તે પ્રતાપે બીજે જન્મે વિપ્ર થઇ ભગવાનની ભક્તિ કરી સદ્ગતિને પામ્યો.