ભાગ · અધ્યાય ૧૫૪–૧૫૮

કુંભારકન્યા સરોજિનીની સેવાભક્તિ દ્વારા મુક્તિ

આ અધ્યાય 154–158 સંયુક્ત છે

કુંભારકન્યા સરોજિનીના ચાર પતિ મૃત્યુ પામ્યા. પછી કુટુંબના માણસોએ સરોજિનીને કાઢી મૂકી. તે જંગલમાં ગઇ ત્યાં સતીશ્વરી યોગિનીનો આશ્રમ હતો ત્યાં આવી. સતીશ્વરી યોગિનીએ સર્વ વૃત્તાંત જાણી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિ પતિશ્ચમે” આપ્યો. તે ત્રીસ હજાર જાપ કરી શુદ્ધ થઇ. પછી સરોજિનીએ યોગિનીને પૂછ્યું, મારા ચાર પતિ મરણ કેમ પામ્યા ? યોગિનીએ કહ્યું, તું પૂર્વજન્મમાં શૂદ્ર હતી. બકરાં કાપીને વેચતી. તેનું પાપ તારે ભોગવવું પડ્યું. પછી તે કુંભાર સ્ત્રી-ગુરુની સેવા કરી સાધ્વી સેવાભક્તિ કરીને અંતે ભગવાનના ધામમા લક્ષ્મી સ્વરૂપે મુક્તિ પામી.