ભાગ · અધ્યાય ૧૬૭–૧૬૮

ભક્તોએ આપત્કાળમાં શું કરવું ?

આ અધ્યાય 167–168 સંયુક્ત છે

લક્ષ્મીજીએ પૂછ્યું : ભક્તોને આપત્કાળ આવે ત્યારે શું કરવું ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : વ્રત ન કરી શકે, અજ્ઞાની અશક્ત હોય તેણે અવતારો, ઇશ્વરો, સાધુ ભગવંત, ભક્તોને સંભારીને સ્તુતિ કરવી. એકાગ્ર મન કરીને આ સ્તવનસ્તૂતિ સ્તોત્ર બોલવું, હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ મારું રક્ષણ કરો.

નમો અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરમાત્માને તથા મુક્ત અક્ષરના નાથને નમો નમ: નાનામાં નાના મોટામાં મોટા હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ મારું સંકટ નાશ કરો. હે અંતર્યામી અવતારો ઇશ્વરોમાં રહેલા ર4 તત્ત્વોમાં રહેલા મારું રક્ષણ કરો. હે વ્યાપક સ્વરૂપે રહેલા જડ-ચેતન સર્વમાં રહેલા મારું સંકટ નાશ કરો. હે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ મુક્તપતિ, બ્રહ્માપ્રિયાપતિ, હે અવતારપતિ, હે ભક્તપતિ, હે સર્વપતિ મારું રક્ષણ કરો. આ પ્રમાણે સ્તુતિ કરવાથી દુ:ખ નાશ પામે છે. આ સ્તોત્રનો પાઠ કરનારને સર્વે તિર્થોનું ફળ મળે છે. તથા સર્વે ઈચ્છા સંકલ્પ પૂરા થાય છે.

સર્વ પાપોને નાશ કરનારું, પુણ્ય આપનારું તે યજ્ઞ કરી કન્યાદાન આપવું. સંતો, બ્રાહ્મણોને જમાડવા, ભિક્ષુકોને જમાડવા, દાન આપવાં, બાળકોને, અનાથોને જમાડવા આવી રીતે વિધિપૂર્વક કન્યાદાન કરનારને કોટી યજ્ઞ ફળ થાય છે. તથા વિદ્વાન સાધુ-સાધ્વીના વસ્ત્ર ધોવા, વાસણ સાફ કરવા તે સેવા પણ મહાફળ આપનારી છે.