લોમશ આશ્રમમાં પાંચસો સાધુનો વાસ
આ અધ્યાય 80–81 સંયુક્ત છે
સર્વે સદ્ગુણયુક્ત નિષ્પરિગ્રહ, શુદ્ધપણે રહેનારા તિર્થો કહેલા છે. ત્યાગમાં પ્રીતિવાળા, ભક્તિવાળા, અંદર-બહાર પવિત્રપણે રહેનારા ગયેલાનો શોક કરતા નથી. પાસે હોય તેમાં અહ્મ રાખતા નથી. દેહથી નિષ્કિંચન, મનથી પ્રસન્ન, જ્ઞાનથી પવિત્ર આ ત્રણ આત્માના તિર્થો કહેલા છે. આવા દેહથી પર સ્થિતિએ વર્તનારા સાધુની સેવાથી આયુષ્ય યશ-કીર્તિ, સંપત્તિ તથા મોક્ષ મળે છે.
પૂર્વે લોમશ ઋષિએ કીડાને રાજાનો જન્મ આપ્યો પછી ભગવદ્ભક્ત વૈષ્ણવ બનાવી મોક્ષ કર્યો. શતાનંદ વિનોદિની બ્રાહ્મણ દંપતી દશ હજાર વર્ષ તપ કરી ભગવાનની ભક્તિ કરતા. તેને પહેલો પુત્ર થયો તે સાધુ કર્યો તેનું નામ મુક્તાયન. બીજો પુત્ર થયો તેને સાધુ કર્યો તે બ્રહ્માયન કવિ. ત્રીજો પુત્ર થયો તેને સાધુ કર્યો તે પ્રેમાયન કિર્તન કવિ થયા. એવી રીતે પાંચસો સાધુ કર્યા. પછી વિનોદિનીએ કહ્યું. એક પુત્ર સંસારવંશકર્તા માટે રાખો તે પુત્ર થયો તે વિશ્વાયન. તે મહાભાગવત ભક્ત થયો. તે લોમશ આશ્રમમાં રહ્યો. પાંચસો સાધુ પણ લોમશ આશ્રમમાં રહ્યા.