શુભ કાર્યોમાં, આપત્તકાળમાં સ્ત્રીઓએ કયો મંત્ર જપવો ?
લક્ષ્મીજીએ પૂછ્યું : હે પ્રભુ, સ્ત્રીઓએ હંમેશાં ક્યાં મંત્રનો જાપ કરવો ? તથા દરેક શુભ કાર્યોમાં ક્યો જપ કરવો ? તથા આપત્તકાળમાં અનિષ્ટમાં ક્યો જપ કરવો ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : હે લક્ષ્મી સાંભળો, શાંતિ આપનારો, પુષ્ટિ કરનારો, વિઘ્ન નાશ કરનારો, રક્ષા કરનારો, જે જપ કરવાથી શરીરધારી સર્વ પાપથી મુકાઇ છે. તે આ મારા આ સ્ત્રોતનો પાઠ કરવો. નમ: શ્રીપરમેશાય નમોઅક્ષરાધિપાય ચ, નમો મુક્તાધિનાથાય નમો બ્રહ્મપ્રિયાજુષે. હરિપ્રિયાદિપતયે નમો નમોઅવતારીણે, નમો અનાદિકૃષ્ણનારાયણાય પરમાત્મને નમ: ઇશ્વરનાથાયેશ્વરીણીસ્વામિને નમ:, નમો વ્યૂહાધિનાથાય વૈષ્ણવીસ્વામિને નમ: નમો નારાયણીશાય શ્રીલક્ષ્મીશાય તે નમ:, નમોઅંતર્યામિણે વેદનિધયે તે નમો નમ: નમ: સહસ્ત્રશીર્ષાયાઅસંખ્યનામ્ને ચ તે નમ:, વિષ્ણવે શંભવેઅજાય ત્રિરૂપાય ચ તે નમ: આદિત્યેભ્યો નમશ્ચાપિ વસુભ્યશ્ચ નમો નમ:, અશ્વિભ્યાં ચ નમ: સર્વસુરેભ્યશ્ચ નમો નમ: યજ્ઞદેવેભ્ય એવાઅપિ કાલાય મૃત્યવે નમ:, વિશ્વદેવેભ્ય એવાપિ પિતૃભ્યશ્ચ નમો નમ: સિદ્ધેભ્યશ્ચ મુનિભ્યશ્ચ સાધુભ્યશ્ચ નમો મુહુ:, ગણેશ્વરેભ્ય: સર્વેભ્ય: પાર્ષદેભ્યો નમો નમ: સાધ્વીભ્યશ્ચ સતીભ્યશ્ચ દેવીભ્યશ્ચ નમો નમ:, માતૃભ્યશ્ચ જનકેભ્યો વૃદ્ધેભ્યશ્ચ નમો નમ: વિપ્રભ્ય: પૂજ્યવર્ગેભ્યસ્તીર્થેભ્યશ્ચ નમો નમ:, કંભરાયૈ મહાલક્ષ્મીયૈ સંતુષ્ટાયૈ નમો નમ: માણિક્યાયૈ પ્રભાવત્યૈ પ્રજ્ઞાયૈ ચ નમો નમ:, લક્ષ્મ્યૈ શ્રિયૈ રાધિકાયૈ કમલાયૈ નમો નમ: શ્રીમદ્ગોપાલકૃષ્ણાય તે મહાવિષ્ણવે નમ:, સપ્તર્ષિભ્યો માનવેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમ: ચમત્કારિપુરૂષેભ્ય: સદ્ગુરૂભ્યો નમો નમ:, ધર્માય ભક્તયૈ કૃષ્ણાય હરયે ચ નમો નમ: નરાય તત્પૂર્વજાય વૃષજેભ્યો નમો નમ:, દિકપાલેભ્ય: સમસ્તેભ્યો લોકપાલેભ્ય આનમ: ગુરૂભ્યો મોક્ષદેભ્યશ્ચ શાંતિદેભ્યો નમો નમ:, પાલકેભ્ય: પવિત્રેભ્ય: પાવનેભ્યો નમો નમ: પાવકેભ્યશ્ચ તત્વેભ્યશ્ચઐશ્વર્યેભ્યો નમો નમ:, સર્વાભ્યો બ્રહ્મવિદ્યાભ્યો મુક્તિદાભ્યો નમો નમ: ગુર્વીભ્ય: કામધેનુભ્ય: સભ્દ્યો મુહુર્નમો નમ:, તાપસેભ્ય: શીલધર્મિભ્યો યોગિભ્યો નમો નમ: સર્વાત્મને અનાદિશ્રીકૃષ્ણનારાયણાય તે નમ:, સ્વત:પ્રકાશરૂપાય મન્ત્રાણાં નિધયે નમ:
આ રીતે મારા નામના મંત્રોનો સવાર-સાંજ જ્યારે સમય મળે ત્યારે જપ કરવો. આ મંત્રો (બ્રહ્મશર) બાણની સમાન છે. સર્વે વિઘ્નોથી રક્ષણ કરનારા છે.
સાધુજનોની સેવા કરવી, સાધુના આશીર્વાદ નિષ્ફળ જતા નથી. પૂર્વે બ્રહ્માના માનસપુત્ર પ્રણત બ્રહ્મઋષિની સેવા કશ્યપ કરતા હતા. એક દિવસ ઋષિએ કહ્યું, મને દૂધપાક જમાડ. કશ્યપે દુધપાક બનાવીને જમાડ્યો. વધેલો દૂધપાક ઋષિએ કશ્યપના તથા તેની પત્ની અદિતીને શરીરે ચોપડીને કહે, મને તેડી ખંભે નાખી ગામમાં ફેરવો. દંપતીએ તેવી સેવા કરી. ઋષિએ આશીર્વાદ આપ્યા. તું દેવોની માતા થઇશ. તારે ત્યાં ભગવાન પ્રગટ થશે.