ભાગ · અધ્યાય ૧૫૧–૧૫૩

અનેક પાપોનું નિવારણ ❖ નવનિધિના નામ અને તેનો ઉપયોગ

આ અધ્યાય 151–153 સંયુક્ત છે

લક્ષ્મીજીએ પૂછ્યું : બ્રહ્મહત્યા, સુરાપાન, સોનાની ચોરી, પતિવ્રતા સતી વ્રત ભંગ તથા તેનો સંગ આ પાંચ મહાપાપ તથા અનેક પ્રકારના જે બીજા પાપો છે તેનું નિવારણ તથા નિષ્પાપી કેમ થવાય તથા પાપીનો ઉદ્ધાર કઇ રીતે થાય ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : અશ્વપટ સરોવર કુંકુમવાપી તિર્થમાં ન્હાવાથી દર્શનથી તેના પાપ નાશ થાય છે તથા ઉદ્ધાર થાય છે તથા નર્મદા-સોમનાથ, દ્વારકા, નારાયણધરો, સ્વર્ણરેખા, ગોમતી, ભદ્રાવતી, ગોદાવરી વગેરે ભારતની બધી પવિત્ર નદી તિર્થોમાં સ્નાન કરી દાન કરવાથી તે પાપીનો ઉદ્ધાર થાય છે તથા તે તિર્થોમાં દાનો આપવાથી નવ-નિધિઓ પ્રાપ્ત થાય છે.

તે નવ નિધિના નામ તથા તેનો ઉપયોગ : પદ્મ, મહાપદ્મ, મકર, કચ્છપ, મુકુંદ, નીલ, નંદ, શંખ, મહાશંખ આ નવનિધિ છે. તેમાં દીન-ગરીબને દાનમાં વપરાય તે પદ્મ કહેલો છે. મહાશંખ નિધિવાળો હોય તે લોભી હોય તે દાનમાં વપરાતો નથી. સાધુ-સાધ્વી, ભક્તો, બ્રહ્મનિષ્ઠને માટે વાપરે તથા પોતાના નિર્વાહ પુરતું રાખીને યજ્ઞ મંદિરમાં બધુ દાનમાં આપી દે તે દાતા મહાપદ્મવાળો કહેલો છે. કંકાસ-કજિયાથી મેળવેલું સ્વાર્થમાં જ વાપરનારા દાન નહીં કરનારા, તે મકર નિધિવાળો કહેલો છે તથા લોભી થઇ વધારવાનો પ્રયત્ન કરે આયુધો બનાવીને દ્રવ્યનો નાશ કરે તે પણ મકર નિધિવાળો કહેલો છે. અતિ પ્રયત્નથી મેળવેલું ખાય નહિ, વાપરે નહિ, કોઇને આપે નહિ, કોઇનો વિશ્વાસ કરે નહિ, દાટી દે, ખજાનામાં મૂકી દે, મરે ત્યારે બીજાને કામ આવે કાં રાજા લઇ જાય, ચોર અથવા બીજા લોકો લઇ જાય તે કચ્છપ નિધિ કહેલો છે. નાચગાન, વ્યસન, વૈશ્યા ભાંડ-ભવાઇમાં વાપરે તે મુકુંદ નિધિ કહેલો છે. કુટુંબ માટે સ્વાર્થ, પરમાર્થ માટે વાપરે તેને નંદ-નિધિ કહેલો છે. વાવ-તળાવ, બગીચા, વૃક્ષો વગેરે માટે વાપરે તેને નીલ નિધિ કહેલો છે. કેવળ પોતે એકલો જ ખાય, કુટુંબ માટે પણ ન વાપરે તે શંખ, કુટુંબમાં થોડું વાપરીને સર્વે પરોપકાર અર્થે જ વાપરે તેને મહાશંખ નિધિ કહેલો છે. તિર્થો માટે, સંતો માટે વાપરે તે સર્વ પાપ થકી મુકાઇને ભગવાનની ભક્તિ પામે છે.

અધર્મ, હિંસા, પાપ, અવગુણ, અસદ્ગુણો, અપવિત્રતા, રાગદ્વેષ વગેરે માયાના દોષો છે તથા ધર્મપત્ની ભક્તિમાતા, તેના પુત્ર ભગવાન તેના બધા સદ્ગુણો તેનાથી જીવનો ઉદ્ધાર થાય છે. અધર્મથી સર્વે હાની થાય છે. જેને વૈરાગ્ય ન હોય, આત્મા-પરમાત્માનું જ્ઞાન ન હોય, સંસારના પદાર્થમાં પ્રીતિ હોય તેને સાધુ ન થવું.