પુરુષોત્તમ નારાયણની મુક્તાનિકા રમા-પદ્માવતી કોણ હતી ?
લક્ષ્મીજીએ પૂછ્યું : હે ભગવાન, રમા-પદ્માવતી કોણ હતી તે કહો. અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : પૂર્વે સૂર્યને સરાણે ચડાવીને વિશ્વકર્માએ સરખા કર્યા. ત્યારે તેજસ્વી સૂર્યને જોઇને દીશકન્યાએ સૂર્ય પાસે આવી કામ સુખની યાચના કરી. સૂર્યએ કહ્યું : મને ભોગમાં ઈચ્છા નથી. તારે પુત્ર જોઇતો હોય તો આપું દીશ કન્યાએ કહ્યું, મારે ગર્ભની ઈચ્છા નથી. સૂર્યએ કહ્યું, જ્યારે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ગોપાલકૃષ્ણ-કંભરામાતાના પુત્રપણે પૃથ્વી પર પ્રગટ થશે ત્યારે તારો સંકલ્પ સત્ય થશે.પછી વિશ્વકર્મા કહે, તમે મારા જમાઇ છો પણ મારા પુત્ર થાવ. ત્યારે સૂર્યએ કહ્યું કે, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થશે ત્યારે તમારો સંકલ્પ પૂરો થશે. તે વિશ્વકર્મા વાલજી શિલ્પી થયા તેના પુત્ર નાનજી શિલ્પી સૂર્યનો અવતાર હતા. દીશકન્યા તે અંબામાતા, મનોજીતવા પુત્રી તે દંપતીથી પાંચ પુત્રીઓ થઇ મોટા પદ્માવતી, રમા નાના તે બંને બહેનો પૂર્વે બ્રહ્માના પુત્રી હતા. તેણે પુરુષોત્તમ માસની તેરસનું વ્રત કરવાથી અક્ષરધામની પ્રાપ્તિ થઇ હતી. ફરી પાછા ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણની સેવા કરવા માટે પૃથ્વી પર પદ્માવતી રમા જન્મ્યા તેમજ ધામમાં રહેનારા મારા પાર્ષદો હેમંત અને ભગવાન નિત્ય મારી સેવા પરાયણ રહેનારા જન્મ્યા. ત્યારપછી ત્રણ કન્યાઓ તે માલતી, હંસા, સગુણા તે સર્વ દેવ કન્યા જન્મી તે વૈકુંઠની સખીઓ હતી. હે લક્ષ્મીજી, આ પદ્માવતી અને રમાનું વૃત્તાંત તમને કહ્યું. જેવી રીતે જયા, લલિતા, શ્રીમાણિકી અને તું લક્ષ્મી તેવી જ રીતે આ મારી પ્રિયા છે. એ રીતે મારી અનંત જન્મોની કરોડો અબજો બ્રહ્મપ્રિયાઓ છે.