ભાગ · અધ્યાય ૧૫૯–૧૬૦

પ્રભુનું લક્ષ્મીજી સાથે અનેક તીર્થોને પાવન કરી કુંકુમવાપીમાં આગમન

આ અધ્યાય 159–160 સંયુક્ત છે

નારાયણીશ્રી એવા લક્ષ્મીજી અનાદિશ્રીકૃષ્ણનારાયણને પુરુષોત્તમને કહ્યું : હે પ્રભુ, તમારા મુખથી ઘણી કથાઓ સાંભળી. હવે તમારી સાથે વિમાનમાં બેસી તિર્થો કરવા છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ સર્વેને કહેવા લાગ્યા કે, સર્વે બ્રહ્મપત્નીઓ, હરિપ્રિયાઓ તૈયાર થાવ. હિમાલય જવું છે.

સૌ તૈયાર થઇ વિમાનમાં બેસીને સૌરાષ્ટ્ર, કચ્છ, નારાયણસરોવર ગુજરાતના તિર્થો કરી, સિંધુ નદી ઓળંગી હિમાલયમાં આવ્યા. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણે કરોડો સ્વરૂપ ધારણ કરી બ્રહ્મપત્નીઓ સાથે ગંગા નદીમાં સ્નાન કર્યું. ગંગાને પવિત્ર કરીને અનેક ઋષિ- મુનિઓના દર્શન કરતાં પૃથ્વી પર ફરતાં હિમગિરિ ઉતર્યા ત્યાં મેના હિમાલયે સ્વાગત કર્યું.

હિમાલયે કરેલી પૂજા-ગ્રહણ કરી પ્રભુ ત્યાંથી કેદારેશ્વર ગયા ત્યાંથી કૈલાસ ગયા. ત્યાંથી માનસરોવર ગયા, ત્યાંથી હનુમાન પર્વત ત્યાંથી કાશી ત્યાંથી વિંધ્યપર્વત ત્યાંથી સાતપુડા પર્વત, ત્યાંથી ભૃગુ કચ્છ, નર્મદા ત્યાંથી ગોપનાથ વગેરે સર્વે તિર્થો પાવન કરી સર્વે દેવ, ઇશ્વરોની પૂજા ગ્રહણ કરી કુંકુમવાપી આવ્યા, જમ્યાં, વિરામ કર્યો.