તીર્થધામ કુંકાવાવ મંદિરની રચનાનો ઇતિહાસ (ટૂંકમાં) - તીર્થધામ જામવણથલી મંદિરની રચનાનો ઇતિહાસ (ટૂંકમાં)
આ જન્મઘર આપણે ખરીદી લીધું, સોળકહજાર એકાદો વધારે થયો હોય તો ભલે ઓફિસે. નામ છગન ભગતના હાથે લઇ લીધું, એના નામે. એટલે એ બહું કામ સારું થયું, પછી એમાં સુધારા થયા, ડંકી નાખી, નાવાધોવા ગાદલાં-ગોદડાં લીધા. ત્યાં ભજન ચાલુ જ છે, બાયું બધા પાસે પાસે બેસીને ભજન કરવા માંડે એટલે એ હાલયું. પછી નારિયેળ સાકર ધરાય, પછી કોક દિક કાંઇ હોય તો મોકલી દઉં, પ્રસાદી માટે. ત્યાં કંઠી મંડી બંધાવા. બહુ કામ છે ત્યાં, મારે એક સેવક નવો આવી ગયો, મારી પાસે રયો, હરિભગત આવે બધા ગામના, ઓળખે તો ખરા. ત્યાં બાપા આવા માંડ્યા, નાના, એની ઓળખાણ થઇ. ત્યાં આપણાં બાપા આવ્યા ફૂલવાડી સાચવે ઇ. બાર ઇ ઓળખાણ નીકળી. ત્યાં સામે અમદાવાદથી ભાઇ આવ્યા’તા એકવાર એની ઓળખાણ થઇ. ત્યાં પછી આ કુંકાવાવ વાળા, બસ વાળા માંડ્યા આવવા અને સત્સંગી થાવા. આ તો ભારે કામ થયું, તૈયારે તૈયાર બધું ય. ગામની બસ તૈયાર, વાહનવાળો કોણ મળે ? અને ઇ બસમાં બેસીને આ ચાલુ. મંડ્યા સંઘ આવવા. અને ખબર પડવા મંડી કુંકાવાવમાં બહુ સારું થાય છે, મંદિર થાશે થાશે એમ મંડ્યા કરવા, મંદિર થાશે વરહમાં. હમણાં હમણાં વેગ સારો છે. વાત બહાર પડી ગઇ, હે દોઢ લાખ રૂપિયો ભેગો થઇ ગયો. અબુધાબી, બેહરીન, આઇસલેન્ડ એમ જુદો રહ્યો. મારા હાથમાં જમણાં હાથમાં આંહી આવી ગયા તો દેખાણું.
મેં પોપટભાઇને કહ્યું, તમે આપો જમીન ? ત્રણ છોકરા તમારા નભે એવા પ્લોટ લઇને ખોરડા કરી દેશું અને આ અમને સોંપી દેવું વેચાતું. તેણે ઉદ્ગાર કાઢ્યો કે, હું આમાં રહીને સુખી થયો છું એટલે મારે એમાંથી તો જાવું નથી. તો છોકરાવ તો હા ન પાડે ને ? એટલે ઇ કામ બંધ રહ્યું. હવે શું કરવું ? ત્યાં વેલજી રાવજીનો કાવળ આવ્યો કે, કુંકાવાવમાં ન થાય તો જામવણથલીનો તમારો ચેલો છે એમના રૂપિયા છે. માટે જામવણથલીમાં જમીન હતી, માથે મંદિર હતું ઇ મારા હાથમાં હતું, મારા નામે હતું, ત્યાં કરો, એના લેખમાં છે, કોઇ ધર્મ કાર્ય થાય. ભગવાનનું કાર્ય થાય. વિદ્યાઉત્સવ થાય, એવું આમાં કરવું એને અનુસારે આ ખેતીમાંથી ગામ જમીન કરાવી અને પછી એમાં લાઇનું નખાવી પ્લોટ પડેલા ને પછી ઇ વેલજી રવજી કહે છૂટી આપો તો કામ ચાલું થાય. એટલે મેં શરણાગતિ મંડળમાંથી અહીં કાયમ કોણ રહેશે ? કામ કરે એવા હિંમતવાળા, પરદેશ હોય ઇ નહીં, આંહિ હોય એને ખોળો એટલે કામ ચાલુ થાય. જી કરવું હોય ઇ થાય. જૂના ટ્રસ્ટીઓ બદલી નાખ્યા. આ ટ્રસ્ટીઓનું શું ? પછી છગન ભગતને મેં લખી આપ્યું, બક્ષિસ.
ઇ જમીન, બક્ષિસ લખી પછી આવડા આ ટ્રસ્ટીઓને કહીએ કે હવે તમે સરકારમાં નામ નોંધાવી ટ્રસ્ટી મંડળ થાવ. તમારો નંબર કાઢો, બેન્કનો નંબર કાઢો, કંપલીટ કામ કરો. ઓડિટર આવે એને બધું દેખાડાય. અને પછી છગન ભગતને કહ્યું, તમે એને રીતસર જે રીતે અપાતું હોય, સરકારી રીતે ઇ રીતે તમે સહી કરીને આપી દેજો, એ હું છૂટો થયો છગન ભગતથી અને છગન ભગત છૂટા થયા એનાથી અને હીરાપેથાને લુવાર આ બે ભાયું. એ ચાર જણાને રાખ્યા. એ કામ ચાલુ થયું, ત્યાં બસુ મંડી આવવા, કૃષ્ણવલ્લભાચાર્ય મહારાજની જય. બસુ ત્યાં ઊતરી. ગામવાળાઓએ જમાડ્યા. બે ચાર વાર બસ આવી ગઇ ને ત્યાં તો તીર્થધામ થયું. એ કૂવો પ્રસાદીનો છે, સ્વામિનારાયણ ભગવાન ત્યાં વડ હેઠે બેસતા. કૂવો વયો ગયો ને નાળ હતી લાંબી ઊતરવાની પાણી ભરવાની. ઇ નાળ ને દીવાલ ચણી લીધી એટલે શું ઓચિંતા કોઇ જાનવર બીજા ત્રીજા માંલીકોર પડે નહીં પાણી બગડે નહીં અને થોડીક ખોદાવી ઊંડી. પછી ટાંકો બાંધ્યો, ઓરડા બાંધ્યા, ટ્રસ્ટી મંડળને સોંપી. એને નંબર કઢાવ્યો. કઢાવ્યા પછી મેં આ રૂપિયા સોંપ્યા કે હવે તમે કામ ચાલુ કરો. નકશો કરાવ્યો મોટા મંદિરનો ઇ એની મેળે, તમને ઠીક પડે એમ કરો, હું તો તમને છૂટ આપું છું, આગળ કામ વધારો. ત્યાં તો એણે શિખરવાળા મંદિરનો નકશો કરાવ્યો થયું બે માળનું. નકશો મજાનો મેં જોયો મને ગમ્યો. ઠીક આગળ વધે, ટૂંકું ટૂંકું નથી કરતા, મોટું મોટું કામ કરે છે. ઇ જુનાગઢ મંદિરથી ચાર છ ફૂટ વધારે લાંબો, પહોળો એવો ઇ ઓટલો છે બધોય આખોય. પાણા ઘડાવ્યા, પાયા ખોદાવ્યા, તંયે પાણી આવ્યું દસ ફૂટ. એમાં શીલાનું પૂજન કરવા બેઠા ત્યાં હું જઇને પડખે બેઠો, સર્પનો ફણો થઇને, ત્યાં ને ત્યાં બેઠો રયો ઠેઠ સુધી. કોઇ અડે નઇ, આમ હાથ અડાડે, ફૂલ નાખે પાણી નાખે, બ્રાહ્મણ કેય એને અડવું નઇ. જાનવરને ભય લાગે પણ નિર્ભય થઇને બેઠો છે માટે એને બેસવા દયો. એના ફોટા લીધા છે લોકોએ પણ આવ્યા નથી. કો’ક કેઇને મહારાજ એરુ થયાતા. એ એવું સરસ કામ થઇ ગયું હતું.
ભગવાનજી ચૌહાણ પાડાબેકર્ડ રામપરવાળા એને હિરાપેથાએ કહ્યું હતું કે, તને બાળક ભગવાન આપશે. યજમાન થા. એને યજમાન ઠેરાવી દીધો તો, ત્યારે મને ખબર પડી. મે કહ્યું, આને યજમાન ન રાખવો કારણ કે એને બાળ-બચ્ચા નથી એટલે તરત જ હિરાપેથાએ ત્યાં જઇ એને ઘરે એને કઇ દીધું ભઇ અમારે યજમાન બીજા કરવાના છે. છોકરાવાળા હોય ઇ. પછી રાઘવ ભગતનો દીકરો દીકરીવાળો હતો. જે નામ હતું ઇ નામ ઉપર ભરતને બેસાડજો, બાકી બીજા યજમાન ગમે એટલા બેસો. બ્રહ્મપૂજા આને હાથે કરજો. પછી યજમાન બેસાડ્યા અને શીલા પણ મેલાઇ ગઇ, ભરતી પણ થઇ ગઇ પછી ચણતર પણ થઇ ગયું, નકશાને અનુસારે. એ મંડ્યું કામ હાલવા તંયે ઇ લાખ રૂપિયા આવી ગયા. અને એય કિલ્લોલ થાવા મંડ્યો. મંદિર થાય, મંદિર થાય, હું તો માલિકોર દેખ્યા કરું કે, આટલું કામ થયું છે, તાં વળી દર્શને કોઇ આવે તો વાતચીત કરું. ગમે તેમ હોય તો એમ કરો. ત્યાંના વહીવટનો મારી હારે સંબંધ તોડી નાખો. અહીં પૂછવા ન આવવું, હું તમને નહીં પૂછું. તમે પરબારો હરિ શરણાગતિ મંડળ, બસો ત્રણસો જણા છો, ત્યાં સ્વામિનારાયણ ભજો. એ બધાય પરસ્પર કાગળ, પત્રના વ્યવહાર કરો, તમારા નંબરના વ્યવહાર કરો, સરકારી નંબરનો અને ઇ બહાર પાડો, અને તમારા ડ્રાફટ આવે ઇ નંબરે આવે, આંહિ ન આવે. આંહિ બધો વ્યવહાર સીધો કરી નાખ્યો.
પછી મને એક દિ વિચાર થયો કે કોઇને પણ આટલો વ્યવહાર નથી તો એને થોડું થોડું કોણ ક્યાં રહે છે ? એટલું તો જણાવું જોઇએ ને ? પછી એ શું કરે ? કેને લખે ? એટલે મેં બેઠા બેઠા મારી પાસે બસોક સરનામા હતા ને એમાંથી સેવા કરનારા જે જે હતા ને એના અમૂક સરનામા મેં તારવી નાખ્યા, મેં કીધું આને પૈસા વાપર્યા છે મારા માટે, માટે આ સરનામા ન્યાં ન આપવા અને સેવા કરનારા નહોતા થોડી સેવા કરનારા હતા એક એક વાર, એ બધાયના સોએક સરનામા લખ્યા, પછી ઇ સરનામાનો કાગળ લખ્યો આંહિ હિરાપેથાને. એને નકલ લખી હરિલાલ વેલજીને, તયે બધા ઉપર નકલો કરીને મોકલી આપી કે આ પચા, પચ્ચીસ, ત્રીસ આટલા આટલા તમારે દેવાના છે. ઇ પાસરું પડી ગયું. જો એ બુદ્ધિ એની. એને કબુલ્યું બધાએ. ઇ પણ સૌની બુદ્ધિ. મેં હજુ કાગળ રાખી મેલ્યો છે, એકવાર વાંચીને રાખી મેલ્યો છે. એ પ્રમાણે બધાયની સેવાઓ આવી ગઇ. બે લાખ રૂપિયો આવી ગયો. ઇ થી વધારે આવી ગયો ત્રણ આવી ગયો. એક માળ આખો પૂરો થઇ ગયો. હવે મંદિરની શોભા દેખાવા મંડી, કમાનો ઘડવા બેસેને ચણવા બેસે તો વાર લાગી જાય. અહીં આવ્યા તે મને વાત કરી મેં કીધું કુંડિયો મેલીને થાંભલા આટલા ઊભા કરી દયો. પચી-પચા-સો થાંભલા સરખા દેખાઇ, દૂરથી દેખાવ આવવો જોઇએ. ઇ પ્રમાણે કર્યુ પછી વચલા ખાના બૂરી લેવા. એ રીતે તૈયાર થઇ ગયો એક માળ, ઘડાઇ ગયો. અત્યારે એક વર્ષ થઇ ગયું છે.