ભાગ · અધ્યાય ૯૯

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પચ્ચીસમો જન્મજયંતિ મહોત્સવ

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણનો પચ્ચીસમો જન્મજયંતિ મહોત્સવ આવ્યો. અષ્ટમીએ સવારે મુક્તો, અવતારો, ઇશ્વરો, દેવો, પિતૃઓ, ઋષિ-મુનિઓ, માનવો-દાનવો સર્વેએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી, આરતી ઉતારી, સ્તુતિ કરી. દાસ-દાસી, પાર્ષદો, ગણિકાએ સર્વેએ પૂજા કરી, આરતી ઉતારી. ગોપાલકૃષ્ણ પિતાએ ભેટમાં આવેલી સર્વે વસ્તુ દાનમાં આપી. તે સમયે વૈરાટ આદી ઇશ્વરોએ ત્યાં આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રાર્થના કરી પોતાના લોકમાં પધારવાનું કહ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ પ્રભુ બ્રહ્મપ્રિયાઓ, મુક્તો, ભક્તો, લોમશ ઋષિને તૈયાર થઇ આસો વદ-એકાદશીએ વિમાનમાં બેસી ઉપડ્યા.

અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ એક મુહૂર્તમાં સત્યલોક પાર મહાતેજમાં વૈરાટ લોકમાં પહોંચ્યા. ત્યાં પ્રજા સહિત વૈરાટે પ્રભુની પૂજા કરી આરતી કરી. તેના પુત્રો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેને પ્રભુની પૂજા કરી. ત્યાં ચાર મુખવાળા, આઠ મુખવાળા, સો, હજાર, લાખ, કરોડ મુખવાળા બ્રહ્મા તથા એક નેત્રવાળા શિવ, ત્રિનેત્ર, એકાવનસો, નવસો નવાણું, હજારો, લાખ, કરોડ નેત્રવાળા શિવ તથા આઠ ભૂજાવાળા વિષ્ણુ સો હજાર, લાખ, કરોડ ભૂજાવાળા વિષ્ણુ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા, આરતી કરીને કારતક, માગશર, પોષમાં પોતાના લોકમાં 14 લોક, ર8, પ6 લોકમાં પ્રભુને પધરાવતા હતા. દિવ્ય ભોજનો જમાડતા હતા. મહા માસમાં હિરણ્ય ધામમાં મહાવિષ્ણુ અને મહાલક્ષ્મી તે સમયે માતા-પિતા, મહાવિષ્ણુ, મહાલક્ષ્મીમાં અદૃશ્ય થતા હતા અને પુત્રરૂપ શ્રીહરિની પૂજા કરતા હતા. ત્યાંથી શ્રીહરિ શ્રીપુરમાં આવ્યા. ત્યાં લલિતા લક્ષ્મીએ સખીઓ સહિત અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા, આરતી કરી. ત્યાંથી પ્રભુ ફાગણમાં ભૂમા પુરુષના અવ્યાકૃત ધામમાં પધાર્યા. રમા ભૂમાનારાયણે પ્રગટ પ્રભુને એક માસ રોકીને સેવા કરી, અલૌકિક દિવ્ય સુખ લીધું, અનેક ભેટો ધરી, પૂજા આરતી કરી. ત્યાંથી શ્રીહરિ વાસુદેવનાં અમૃતધામમાં પધાર્યા. ચૈત્રમાં અનિરૂદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ અનંત વૈષ્ણવ ભક્તો સહિત અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્વાગત કરી જમાડ્યા, પૂજા, આરતી કરી. ત્યાંથી પ્રગટ પ્રભુ વૈશાખમાં શ્રીકૃષ્ણના ગોલોક ધામમાં પધાર્યા. શ્રીકૃષ્ણે પરકૃષ્ણની પૂજા કરી. રાધા આદિ અસંખ્ય બ્રહ્મપ્રિયાઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા, આરતી કરી. અબજો ગોપ-ગોપીઓએ શ્રીહરિની પૂજા કરી. તે સમયે શ્રીકૃષ્ણ સ્તૂતિ કરતા હતા કે, અમે બધા અવતારો તમારામાંથી પ્રગટ થયા છીએ. આ રાધા શક્તિ તે પણ તમારી મૂર્તિમાં રહેલી છે. એવા હે પરમ પિતા તમને નમસ્કાર. તમારી આજ્ઞામાં અમો રહેલા છીએ.

ચૈત્ર માસમાં પ્રભુએ અન્ય ર4 અવતારો, મત્સ્ય, કુર્મ, વરાહ, કપિલ, હરિ, પૃથુ, દત્તાત્રેય, હંસ, નૃસિંહ, ઋષભ, વામન, પરશુરામ, યજ્ઞ, રામકુમાર, હયગ્રીવ, નારદ, વ્યાસ, બુદ્ધ વગેરેના ધામોમાં જઇ સૌની પૂજા ગ્રહણ કરી વૈશાખમાં વૈકુંઠમાં પધાર્યા. ત્યાં લક્ષ્મીનારાયણે સ્વાગત કર્યું. પાર્ષદ-પાર્ષદાણીઓ, બ્રહ્મપત્નીઓએ અનાદિ શ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી. સોનાનો મુગટ, કુંડળ, ટુંપીયો, કંઠી, ચેન, મગમાળા, હાર, હીરા-મોતીના હાર, બાજુબંધ, કડાં, પોંચી, વેઢ, વીંટીઓ, તોળાં, ઘુઘરીવાળા વગેરે પ્રભુને ધરાવીને કેસર-ચંદન, અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અત્તરથી પૂજા કરી, આરતી કરતા હતા. ત્યાંથી શ્રીહરિ પ્રકૃતિપુરૂષ, મહામાયાના લોકમાં આવ્યા. ત્યાં પ્રધાનપુરુષ વગેરે પૂજા કરતા હતા. ત્યાંથી સદાશિવના લોકમાં પધાર્યા. ત્યાંથી કૈલાશ જઇ પૂજા કરીને ત્યાંથી ઉપર તેજના આવરણમાં રહેલા વૈકુંઠધામમાં અષાઢ માસમાં પધાર્યા. ત્યાં રહેલા પદ્મનારાયણ તથા આવરણોના ઇશ્વરો અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરતા હતા. ત્યાંથી પ્રગટ પ્રભુએ કમુર્હુતમાં સત્યલોકમાં ત્યાંથી એક મુર્હુતમાં પૃથ્વી પર કુંકુમવાપી પધાર્યા. આવી રીતે પ્રગટ પ્રભુએ પોતાની કરોડો, અબજો પત્નીઓને અવતારોના ધામો, ઇશ્વરોના સ્થાનો, દેવોના સ્થાનો, દ્વિપો, સમુદ્રો, પર્વતો, પૃથ્વીમાં ફેરવી તેના મનોરથ પૂર્ણ કર્યા. ચાતુર્માસ પૂરો થયો ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ર6મો જન્મજયંતી મહોત્સવ આવ્યો.