ભાગ · અધ્યાય ૬૪–૬૮

મુકુંદ સાવિત્ર, વિશાલ વૈશ્ય, ચોર, ગોવાળ અને ભરવાડની કથા

આ અધ્યાય 64–68 સંયુક્ત છે

નરનારાયણ કહે છે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણ, તેની કથા, વ્યાસ લોમશ ઋષિ, સંતો, ભક્તોનો મહિમા કેટલો છે. જેના દર્શન, સ્પર્શ, પ્રસાદી, ચરણામૃતથી પાપી જીવ પણ પાવન થઇ પરમધામના અધિકારી થાય છે.

પ્રસેવન ગામનો ન્યાયાધીશ મુકુંદ સાવિત્ર તે પ્રજાના બંને પક્ષમાંથી લાંચ લેતો. એવા પાપથી તેને પક્ષઘાત થયો. તેણે કથા મહિમા સાંભળ્યો. તેથી કુટુંબ સહિત ત્યાં ગયો. લક્ષ્મીનારાયણ સંહિતાની વ્યાસની પૂજા કરી. આરતી ઉતારી, ત્યાં તેનો રોગ નષ્ટ થયો. તેણે તરત દંડવત કર્યા, સ્તુતિ કરી. લોમશ ઋષિ પાસે મંત્ર લીધો. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો લોમશ ઋષિએ ઉપદેશ આપ્યો કે, બધાનો ન્યાય કર્યો. પણ પોતાના આત્માનો ન્યાય ન કર્યો તો કાંઇ ન કર્યું. વાદ-વિવાદ કરી બધાને રાજી કર્યા પણ પ્રભુને પ્રસન્ન ન કર્યા તો કાંઇ ન કર્યુ. સંપત્તિ, કુટુંબ, યશ, અધિકાર બધું મેળવ્યું પણ આત્મકલ્યાણ ન મેળવ્યું તો કાંઇ ન મેળવ્યું. આ ઉપદેશ ગ્રહણ કરી તે કુટુંબ પ્રગટ ભગવાનની ભક્તિ કરીને ધામમાં ગયું.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, સાકરદાનો વૈશ્ય વિશાલ રેળલેખ તાંબાના પતરા પર, વસ્ત્ર પર, તાડપત્ર પર લખતો.એ એક દિવસ ઘરમાં બેઠો હતો. ત્યાં કૂતરું આવી દૂધ પી એઠું કર્યું. તેણે લાકડી મારી તો કૂતરું મરી ગયું. તે બધાએ જોયું. તેથી પ્રાયશ્ચિત કરવાનું કહ્યું કે, એક માસ કથા સાંભળી, દાન, પુણ્ય, સાધુ ભોજન કરાવો તો પાપ ટળે. તેથી કુટુંબ સહિત કથામાં આવ્યા તથા કાયસ્થો આવ્યા તથા શાહવિલાપન રાજા કુટુંબ સહિત આવ્યા. તે બધાએ આવી લક્ષ્મીનારાયણ સંહિતાની વ્યાસની લોમશઋષિની પૂજા કરી, આરતી કરી, કથામાં બેઠા. કથાને અંતે ભોજન, પ્રસાદ લીધો. લોમશ ઋષિએ તે બધાને મંત્રો અને ઉપદેશ આપી અનાદિશ્રીકૃષ્ણનારાયણની ધૂન, ભજન, ભક્તિ કરાવ્યા. તેની ભક્તિથી પ્રસન્ન થયેલા પ્રગટ પ્રભુ તેના પાપ બાળીને ચૈત્ર સુદ બારસના દિવસે વિમાન લઇને આવ્યા અને પરમધામમાં લઇ ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, દંડારણી ગામના હિંસક ચોર લોકો મરીને ગીધડાના જન્મને પામ્યા હતા. તે વડલા નીચે રહેતા, તે લક્ષ્મીનારાયણ સંહિતાની કથાના વ્યાસ લોમશ ઋષિ અને સ્વયંપ્રકાશ વગેરે સંતોની એઠી પ્રસાદી પતરાવળાની એઠી પ્રસાદી ગીધ ખાઇને ગીધના દેહ છોડી દિવ્ય દેહ ધારણ કરી વૈકુંઠમાં ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ગાયો ચારનારો ગોવાળ દૂધની ચોરીથી બિલાડો થયો. કઠોલ વણિક વસ્ત્ર ચોરીથી શિયાળ થયેલો. તે સંતોની ઉચ્છીષ્ટ પ્રસાદી જમી નિષ્પાપ થઇને સ્વર્ગમાં ગયા. ત્યાં શર્કરાનગરના બસ્સો કર્મચારીઓ તે કથા-શ્રવણથી, સંતોની સેવાથી, પ્રસાદીથી, ભક્તિવાળા થયા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ દિવ્ય વિમાન લઇને આવ્યા. બધાને પાણી છાંટી દિવ્ય દેહ ધારણ કરાવી ધામમાં લઇ ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ગુંદા ગામનો ભરવાડ, બકરા ચારતો અને હિંસા કરતો અને તેમજ કોઇના ખેતરમાં ચારી જતો તેથી મરીને શકરો થયો. બકરા મરીને બધા ચકલા થયા. તે વૃક્ષમાં રહેતા અને કથામાં રહેલા સંતો-ભક્તોની એઠી પ્રસાદી જમી સ્વર્ગમાં ગયા. પછી લક્ષ્મીનારાયણ સંહિતાની કથાના શ્રવણથી મોક્ષમાં ગયા.