ભાગ · અધ્યાય ૧૯–૨૧

બાલયોગિની દ્વારા માતા સુરેશ્વરીને જ્ઞાન-ઉપદેશ

આ અધ્યાય 19–21 સંયુક્ત છે

બાલયોગિની માતા સુરેશ્વરીને કહે છે : જેવો મોહ શરીરમાં ઇન્દ્રિયોમાં છે, સ્ત્રીમાં, પુત્રમાં છે, પતિમાં, કુટુંબમાં છે. જીવિકામાં પદાર્થમાં છે, તેવો મોહ-હેત શ્રીહરિમાં, નરનારીઓએ કરવો. રસિક ભક્ત હોય તેણે ગુરુમાં, સત્પુરુષમાં, શ્રીહરિમાં રસીકભક્તિ કરવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણને ભજીને અવતાર અવતારી જેવા, ઇશ્વર ઇશ્વરાણી જેવા, ગોપ-ગોપી જેવા, પાર્ષદો દાસ-દાસીઓ જેવા થાય છે. દેવલોક, બ્રહ્મલોક, સર્વેલોક, દેવીલોક, પરીલોક, સર્વે શ્રીહરિએ જ સુખને માટે નિર્માણ કરેલા છે. પણ સર્વ સુખના નિધિ શ્રીહરિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે જ છે તેવું જાણનારને એકાંતિક ભક્ત નિર્ગુણ, નિર્વિકલ્પ સમાધિવાળો પરબ્રહ્મના રસાસ્વાદવાળો કહ્યો છે.

જેમ નદીઓ સમુદ્રમાં ભળી જાય છે. પતંગિયા હેતરૂપી તેજમાં પોતાના પ્રાણ અર્પી દે છે. શૂરવીર રણમાં લડવા પ્રીતિવાળો થાય છે. સતી, પતિમાં ઓતપ્રોત બની જાય છે. કૃષ્ણમાં ગોપીઓ જેમ પ્રીતિવાળી હતી. તેવી જ રીતે એક રસ પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્મામાં પોતાના આત્માને લીન કરી રાખે છે. તે સહજાનંદના બધા આનંદો અક્ષરમુક્ત થઇને ભોગવે છે.

બાલયોગિની કહે છે : હે માતા, ત્યાગીના યોગીના ધર્મો બધા ભગવાનમાં અર્પણ કરવા. ગૃહસ્થોના, સાધુના, દાસ-દાસીના, તે સર્વે જ્યારે સર્વ ધર્મના આશ્રીય એવા ભગવાનનો આશરો કરે ત્યારે શોભે છે. ભોગ-વિલાસ સર્વે ભગવાનમાં, ભગવા વસ્ત્ર સર્વે ભગવાનમાં, વર્ણઆશ્રમ સર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં અર્પણ કરી શ્રદ્ધાયુક્ત થઇ મારી ભક્તિ કરવી. તેને અલ્પ ન હોય તો પણ તેને હું પંડિત માનું છું. પ્રત્યક્ષ પરમાત્માને ન જાણે તે નરનારી બુદ્ધિશાળી હોય તો પણ તેને બુદ્ધિહિન જાણું છું. સર્વકર્તા પરમાત્મા છે તે નિર્દોષ છે. એમ જે જાણે છે તે નિર્દોષ છે. આત્મનિષ્ટાવાળી નારીને પુન:ર્જન્મ નથી. શ્રીહરિમાં પ્રીતિવાળીને મૃત્યુ પાશ નથી. સંતપુરુષોના દર્શન કરનારી તેને વ્યાધિઓ આવતી નથી. ભક્તિ સેવાવાળીને જમનો ભય નરક નથી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ તે સર્વના સ્વામિ છે. વાસુદેવાધી, વ્યૂહ, કૃષ્ણ, પૂર્ણ અંશ, પરશુરામાદિ, આવેશ-પૃથુ આદિ અંશો, સનકાદિક, સૂર્યાદિ, વિભૂતિ, નારાયણ, વિભવ મૂર્તિઓ, અર્ચાઅવતાર તે સર્વે પરબ્રહ્મના અન્વયવાળા હોવાથી પરબ્રહ્મ સમાન છે.