ભાગ · અધ્યાય ૪૬

દ્યોતિકા કંસારી, કુંભારભક્ત કુટુંબ અને રંજનકોવિદ નાટ્યકારની કથા

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, દ્યોતિકા કંસારી તે કથા મંડપ કાયમ વાળી વ્યાસાસન પાથરતી. તે હરે કૃષ્ણ, બાલકૃષ્ણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ, પુરુષોત્તમ એમ ભજન કરતી. લક્ષ્મીનારાયણ સંહિતા કથાના શ્રવણથી તથા પૂજનથી તથા વ્યાસની સેવાથી એકાદશીને દિવસે ધૂન-કિર્તન કરતી હતી. તે સમયે વિમાન આવ્યું. તેમાં બસી દ્યોતિકા ધામમાં ગઇ.

લક્ષ્મીનારાયણ સંહિતાની કથામાં કુંભારભક્ત કુટુંબ બધાને પાણી પાતા હતા. એકાદશીએ સાંજે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ધૂન-ભજન કરતા હતા. પ્રભુ પોતે વિમાન લઇને આવ્યા. તે બધા કુંભાર ભક્તના સ્થૂળ દેહને દિવ્ય બનાવી વિમાનમાં બેસાડી ધામમાં લઇ ગયા. સોની સ્ત્રી અંબાલિકા તથા વિનોદિ એકાદશીએ રાત જાગરણ કરી કિર્તન કરતા હતા. પ્રભુ વિમાન લઇ આવ્યા. તેના સ્થૂળ દેહ અદૃશ્ય થયા, દિવ્ય દેહે વિમાનમાં બેસી રાધા, રમા સમાન બની બંને ધામમાં ગઇ.

બારસને દિવસે સવારે રંજનકોવિદ નાટ્યકારે લક્ષ્મીનારાયણ સંહિતાની પૂજા કરી, આરતી કરી ત્યાં તેને સમાધિ થઇ અને તે ધામમાં ગયો.

રામસુંદર વિપ્રે લક્ષ્મીનારાયણ સંહિતા અને વ્યાસની સ્તુતિ કરી, ત્યાં તેના પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી નીકળી ગયા અને તે ધામમાં ગયો.