દેવમતી વિપ્ર, વજ્રવિક્રમ રાજા, સપ્તાબ્ધિસિંહ રાજા અને હર્ષનયન-સૌરભની કથા
આ અધ્યાય 72–76 સંયુક્ત છે
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, વિક્રમનગરમાં દેવમતી વિપ્ર અર્ધજ્યોતિષ જાણતો. તેથી સાચું, ખોટું કહેતો. પાપે તેને કંઠમાળનો રોગ થયો. જીભ ટૂંકી થઇ. અધંદગ્ધ અર્ધુ જાણનારો સુખી થતો નથી. જેની વાણીમાં અસત્ય, જેના હૃદયમાં મલીનતા, જેના કર્મ સારા નહિ, તે નારકી થાય. 1. શરીરમાં રોગ ર. દુ:ખ અન્ન, વસ્ત્ર ન મળે, 3. દુષ્ટ પત્ની, 4. પતિ દુષ્ટ, પ. કુટુંબમાં કજીયો, 6. ગામમાં દેશમાં શત્રુઓ, 7. રાજદંડ, 8. તૃષ્ણા વાસના, 9. જ્યાં ત્યાં અપમાન, 10. દરિદ્રતા, 11. અર્ધદગ્ધતા, 1ર. શરીર નરકતુલ્ય, 13. ઇન્દ્રિયો, 14. અપવિત્રપણું, 1પ. ખાવા-પીવાનું ભાન નહિ, 16. પશુની જેમ હજારો દુ:ખો તે બધા નરક જેવા છે. તે વિપ્ર પત્ની સહિત કથામાં આવ્યો. પત્નીએ પતિનું દુ:ખ લોમશ ઋષિને કહ્યું. તેથી લોમશ ઋષિએ તેને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો, પ્રભુનો પ્રસાદ આપ્યો તેથી તરત તેનો રોગ નષ્ટ થયો. તે પ્રગટ પ્રભુના પ્રતાપે ભક્તિ કરી સેવા કરી અંતે પરમધામમાં ગયો.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, વજ્રવિક્રમ રાજાને તેના ધર્મનિષ્ટ, ભક્તિવાળા બંદીજન જયમાન કવિએ રાજાને કહ્યું, અત્યારે શર્કરાનગરમાં અવતારી પુરુષોત્તમ નારાયણ સર્વપતિ મુક્તપતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણની લક્ષ્મીનારાયણની કથા થાય છે તે સાંભળવા જઇએ. આ સાંભળી રાજા રાજી થયો અને કહ્યું, તારા જેવા કવિ તો ગુરુ સમાન છે. તે મને સાચો રસ્તો બતાવ્યો. પછી રાજા-રાણી, કુટુંબ, કવિ, કર્મચારી, હજારો લોકો, નરનારીઓ ધૂન-કિર્તન કરતા, તિર્થમાં સ્નાન કરી વ્યાસની લોમશ ઋષિની પૂજા, આરતી કરી ભેટ મૂકી. પછી બધાએ લોમશ ઋષિ પાસેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લીધો. ત્યારબાદ કથા શ્રવણ, સેવા ભક્તિ કરી જેઠ વદ-પાંચમે ધામમાં ગયા.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, પંચનદના સપ્તાબ્ધિસિંહ રાજાને તેના સારથીએ પ્રગટ પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી કથામાં જવાનું કહ્યું. તેથી રાજા કુટુંબ સહિત કથામાં ગયો. ત્યાં સ્વયંપ્રકાશ વ્યાસ અને લોમશ ઋષિની પૂજા-આરતી કરી, ભેટ મૂકી, કથા શ્રવણ કરી, પ્રસાદ ભોજન જમી, કૃષ્ણવલ્લભનું પૂજન કરી વૈષ્ણવ બની ધામમાં ગયો.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, પંજાબનો હર્ષનયન માગધ તે કથામાં આવ્યો. ત્યાં તેણે વ્યાસની પૂજા કરી મંત્ર લીધો. અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરી તથા યોગીદાસ સૌરભ સાવિત્ર પાનવાળો ભાવસાર તે સર્વે કથા શ્રવણ કરી સેવાભક્તિ કરી, પ્રસાદ ભોજન જમીને ધામમાં ગયો.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, બ્રહ્માનો માનસપુત્ર સ્વર્ણાસ્તરણ તથા ચિત્રબર્હ ગાંધર્વ તથા કીં પુરુષ કિન્નરો, ચારણો, સિદ્ધો, દૈવી પુરુષો સર્વે વિમાનમાં ફરવા નીકળ્યા. રસ્તામાં કથાનો સભામંડપ જોયો અને ત્યાં આવ્યા. અષાઢ વદ-એકાદશીએ અનાદિશ્રીકૃષ્ણનારાયણના શિષ્ય સ્વયંપ્રકાશ વ્યાસ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચતા હતા. ત્યાં સર્વે દેવોએ મુગટ ઉતારી નમસ્કાર કરી પૂજા કરી, આરતી ઉતારી પછી વ્યાસ પાસેથી મંત્ર લઇ પ્રગટ પ્રભુનું ભજન કરતા પોતાના સ્થાનમાં ગયા. અંતે મોક્ષમાં ગયા.