ભાગ · અધ્યાય ૯૧

ગૌદાન કરવા અસમર્થ હોય તેણે મોક્ષ માટે શું કરવું ?

પ્રજ્ઞા, પદ્માવતીએ પૂછ્યું : હે ભગવાન, ગૌદાન કરવા અસમર્થ હોય તેણે શું કરવું ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : શરીરથી, વાણીથી, મનથી, સત્પુરુષની સેવા કરવી. તેમના દર્શન, સ્પર્શ, શરીર દાબવું, દાસપણું, નમસ્કાર, પ્રદક્ષિણા, દંડવત્, વખાણ, સ્તૂતિ કથા- શ્રવણ, પ્રસાદ, સુગંધ, ભેટવું, વાહનમાં ફેરવવા, સ્નાન કરાવવા, વસ્ત્રો ધોવા, પધરામણી, પૂજન, ભોજન, રસકસ આપવા. અન્ન, વસ્ત્ર, ફલ, ફૂલ, શાકભાજી, ઔષધ, લાકડા, પાણી માટે જે કાઇ વસ્તુ સંતને આપી તે બધું સત્સંગ કરવા બરોબર થાય છે. તેથી શ્રીહરિ પ્રસન્ન થાય છે.

અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહે : સાધુની બધી સેવા પવિત્ર છે. સાધુના દાંત, નખ, કેશ બધા પાપને નાશ કરે છે. સંત સમાગમ આધિ, વ્યાધિ, ઉપાધીનો નાશ કરે છે. સાધુમાં સ્નેહ બ્રહ્મલાભ આપનારો છે. સાધુનું શરીર પવિત્ર છે. સાધુની શીખામાં ગોલોકની વીરજા નદી રહેલી છે. બ્રહ્મરંધ્રમાં બ્રહ્મધરો છે. લલાટમાં વૈકુંઠ, ભાલ મધ્યે શ્રીપુર, પાંપણોમાં અમૃતધામ, અવ્યાકૃત ધામ, કાનમાં મહાવિષ્ણુ વૈરાટ, નેત્રમાં સૂર્ય-ચંદ્ર, નાસિકામાં મરૂતદેવો, હોઠમાં અમૃત, જીભમાં વેદ, મુખમાં અગ્નિ, વાણીમાં સરસ્વતી, રૂપમાં લક્ષ્મી, કંઠમાં બ્રહ્મવિદ્યા, હૃદયમાં બ્રહ્મ, આત્મામાં પ્રરબ્રહ્મ, છાતીમાં ધર્મ, પીઠમાં પિતૃ, પડખામાં બ્રહ્મ રુદ્ર, રહ્યાં છે, ઉદરમાં અન્નપૂર્ણા, નાભીમાં સ્વર્ગ, જાંઘમાં ગણેશ, ગુપ્તાંગમાં ઐશ્વર્ય, કેડ્યમાં પૃથ્વી, નિતંબમાં અસ્ત-ઉદય, ભૂજામાં દિશાદેવ, નખમાં નક્ષત્રો, સંત શરીરના રોમમાં સર્વતિર્થો વાસ કરે છે. સાધુની અનુવૃતિમાં કલ્પવૃક્ષ, કામદુધા ચિંતામણી સર્વ રહેલા છે. સાથળમાં શીલાદ-પ્રહલાદ, ગોઠણમાં બલિ-વામન, પિંડીમાં નાગલોક, ચરણમાં શેષ-કશ્યપ રહેલા છે. સંતમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ હું રહેલો છું. તેથી જે વસ્તુ સંતને અર્પણ કરી તે પુરુષોત્તમ નારાયણને અર્પણ થઇ ગઇ.