શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ચોવીસમો જન્મજયંતિ મહોત્સવ
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ચોવીસમો જન્મજયંતી મહોત્સવ આવ્યો. લોમશ ઋષિ માતા-પિતા ઋષિઓએ પ્રભુને આશીર્વાદ આપ્યા. તે જન્મજયંતિ મહોત્સવમાં આવેલા ચૌદ લોકનાવાસીઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા, આરતી કરી. ત્યાં સાત દ્વીપના રાજાઓએ પ્રભુને પ્રાર્થના કરી કે, અમારે ત્યાં પધારો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ ભક્તો-મુક્તોના બે બે સ્વરૂપો ધારણ કરાવી એક સ્વરૂપ કુંકુમવાપીમાં રાખીને બીજે સ્વરૂપે વિમાનમાં બધાને બેસાડીને જંબુદ્વીપમાં આવ્યા. ત્યાં અગ્નિધ્રઋષિએ પોતાના પરિવાર સહિત પ્રભુની પૂજા કરી.
ત્યાંથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ કીંપુરૂષ ખંડમાં ગયા, ત્યાં હેમકુટ રાજાએ પૂજા કરી. ત્યાંથી ઇલાવ્રત ખંડમાં ગયા. ત્યાંથી નીલાચલ ખંડમાં ગયા, ત્યાં કુરૂરાજાએ પૂજા કરી. ત્યાંથી ભુદ્રાશ્વ ખંડમાં ગયા. ત્યાંથી કેતુમાલ ખંડમાં ગયા, ત્યાં વૈષ્ણવ ભક્તોએ પૂજા કરી. ત્યાંથી પ્લક્ષદ્વીપ ગયા. ત્યાંથી પોષ માસમાં શાલ્મલી દ્વીપ આવ્યા. ત્યાંના રાજા જીમુતે રત્નો, મણિના હાર પહેરાવી, પૂજા કરી. ત્યાંથી માઘ માસે કૃશદ્વિપ આવ્યા, ત્યાંના રાજાની પૂજા ગ્રહણ કરી ક્રોંચદ્વીપ આવ્યા. ફાગણમાં દ્યુતિમાન રાજાએ પૂજા કરી. ત્યાંથી ચૈત્રમાં શાકદ્વિપ આવ્યા, ત્યાં હવ્ય રાજાએ કુટુંબ સહિત પ્રભુની પૂજા કરી, ભેટ મૂકી, મંત્ર ગ્રહણ કર્યા. ત્યાંથી વૈશાખમાં પુષ્કર દ્વીપ આવ્યા, ત્યાં સવન રાજાએ ભોજન કરાવી પૂજા આરતી કરી. ત્યાંથી જેઠ માસમાં લોકાલોક પર્વત પર ફરીને દર્શન આપી અષાઢે કુંકુમવાપી પધાર્યા. ચાતુર્માસમાં ત્યાં રહ્યાં.