અનાદિશ્રીકૃષ્ણનારાયણની આઠ બ્રહ્મપત્નીના પુત્ર અને પુત્રીના નામો
કાશીના સુખહા લક્ષ્મીના પુત્ર મુકુંદ વિક્રમ, પુત્રી મુક્તિબાલા. લક્ષ્મીનો પુત્ર વાસુદેવ, પુત્રી દિવ્ય વાસવી. શ્રીનો પુત્ર રાસકૃષ્ણ - પુત્રી રાસેશ્વરી, પ્રભાનો પુત્ર પ્રભુ - પુત્રી બ્રહ્મકાંતિ, પાશવતીનો પુત્ર અનંત - પુત્રી બૃહતીશ્વરી, લલિતાનો પુત્ર લાલ - પુત્રી લીલેશ્વરી, જયાનો પુત્ર વિજય - પુત્રી વિજયેશી, માણીકીનો પુત્ર કૌસ્તુભમણી - પુત્રી મણીશ્વરી, કમલાનો પુત્ર પદ્મનાભ - પુત્રી નભોવતી, રમાનો પુત્ર રામ - પુત્રી રામાયણી, રાધાનો પુત્ર રાય - પુત્રી ઋદ્ધિચ્યા, નારાયણીનો પુત્ર નર - પુત્રી નરોતમી, જોષ્ટ્રી પુત્ર સ્વપ્રકાશ - પુત્રી વિવેકીની.
અનાદિશ્રીકૃષ્ણનારાયણની બીજી અન્ય પત્નીના નામો- બ્રાહ્મી, ભાગવતી, ધામા, સરસ્વતી, મંગલા, માનસા, રેવા, ભક્તિ, ગંગા, રતિ, કૃતિ, મુક્તિ, એકાદશી, પુણ્યા, કામદુધા, તુલસી, સતી, મૂર્તિ, ગોમતી, સ્વર્ણરેખા, નંદીની, સાવિત્રી, વીરજા, દુર્ગા, દોલા, પુષ્પા, કલાવતી, બદરી, માધવી, પંપાષષ્ટી, પ્રીતિ, ઋતધ્વજી, કુશલા, કાશીકા, ચાંદ્રી મણિ, જ્યોત્સના, પ્રભાવતી, આરસા, સુરસાનંદા, હનુકાંચની, હરિણી, વિશ્વા, વિતસ્તિ, રસીકા, સુપર્ણા, હીરણ્યમયી, પૃભૃતિ કરીણી, પદ્મા, સરોજીની, પિંગલા, પૂર્ણિમા, વલ્લભા, કાર્ષ્ણી, જોષ્ટ્રી, પદ્મિની, સુદુધા, યોગિની, વિદ્યોતિની, શાંતિ, માલતી, રક્તા, ઉશ્ક્રમા, વૈશ્વી, દેવતા, કુમુદા, શિવા, તરલા, રેણુમિશ્રા, કાનકી, નલીની, પરી, સુનંદા, કલીકા, સાધ્વી, સુધા, અંબા, પ્રકૃતિ, શમી, શ્યામા, બાલા, મંજુલા, પલ્લવી, વલ્લભી, ઇશ્વરી, મોઘવતી, વેદી, શ્વેતા, વૈષ્ણવી, માલીની, રતવા, અમરી, ચારણી, શીલા, જ્યોત્સના, દુગ્ધા આ સો પત્નીના નામો આ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણની બ્રહ્મપ્રિયાઓ મુખ્ય આઠ પછી ચાર પછી એકસો પછી લાખો, કરોડો, અબજો છે. દેશ-વિદેશની 14 લોકના બ્રહ્માંડોની પત્નીઓ તે ગણવી બુદ્ધિ અને કલ્પનાથી પર છે. આ દિવ્ય અધ્યાય કોઇ વાંચશે-સાંભળશે તે દિવ્યતાને પામશે.
નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણના અનેક પ્રસંગોમાં, અનેક વિઘ્નોમાં અનેક દેશ-વિદેશના દૈત્યને મારી તેની પત્નીઓ તથા કન્યાઓને શ્રીહરિને શરણે લીધી હતી. તે બધી કન્યાઓ લોમશ ઋષિના આશ્રમમાં રહેતી હતી. અનાદિશ્રીકૃષ્ણનારાયણે તે બધી કરોડો કન્યાઓ સાથે દિવ્ય લગ્ન કર્યા હતા. તેના બધા પુત્ર-પુત્રીઓને સંસ્કાર વિદ્યાભ્યાસ, યજ્ઞો, કર્મકાંડો, 64 કળા વગેરેનું જ્ઞાન લોમશઋષિ આપતા હતા.