ભાગ · અધ્યાય ૨૮–૩૦

ઘીવર દંપતી, કુમળી સગરાણી અને વિષલાણી મોચીની કથા

આ અધ્યાય 28–30 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ભદ્રાવતી નદી કાંઠે ઘીવર માછલા મારતો, ખાતો, વેંચતો. એક દિવસ તેની પત્નીને માછલાએ કહ્યું, અમને પકડી મારીશ નહીં. અમે ઋષિઓ છીએ. તેણે પૂછ્યું, અહીં કેમ રહો છો ? માછલાએ કહ્યું, અમે અહીં અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્નાન કરવા આવે છે તેના દર્શનસ્પર્શ પ્રસાદી જમીએ છીએ. અહીં જંગલમાં વન રાક્ષસના ભયથી પાણીમાં માછલા થઇને રહ્યા છીએ. એ તે માછલારૂપે રહેલા પીપઠાયન ઋષિએ માછીમાર દંપતીને “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” મંત્ર આપી ઉપદેશ આપી હિંસા તજાવી. તે દંપતી અશ્વપટ સરોવરમાં સ્નાન કરી પ્રગટ પ્રભુના દર્શન કરવા કુંકુમવાપી ગયા. ત્યાં લોમશ ઋષિના દર્શન કર્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કર્યા. ભજન કરી શાપમુક્ત થયા. અંતે ધામમાં ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, વિભાવરીપુરીમાં સગર જાતિની કુમળી પાંચ વર્ષની હતી. તેના મા-બાપ મરી ગયાં તેથી કુટુંબમાં કોઇ ન હતું માટે તે બ્રાહ્મણ દંપતીને ત્યાં મોટી થઇ. યુવાન થતાં તેને ખબર પડી કે, હું સગર છું. તેથી સગરવાડામાં બેસવા જાતી. તેના પાલક માતા-પિતાએ કહ્યું, તારે માતા-પિતાની સેવા કરવી જોઇએ. જે પુત્રી જન્મદાત્રી અથવા પાલક માતાની સેવા ન કરે તે કૃતઘ્ની છે. જે માતાનું અપમાન કરે, કજિયો કરે, ઘરની વાત બહાર કરે. વિધિ નિષેધ નહીં ગણીને બીજે પરણે તે કૃતઘ્ની છે. પત્ની થઇ પતિની સેવા ન કરે તે કૃતઘ્ની છે. જે સાસુ-વહુમાં સ્નેહ નથી કરતી તે કૃતઘ્ની છે. બાળકોને ભોજનમાં પક્ષપાત કરે તે કૃતઘ્ની છે. અન્ન, ધન, વસ્ત્ર વગેરે આપી ઉપકાર કરેલાને ભૂલી જાય તે કૃતઘ્ની છે. તે સગરી વિપ્રનું નહીં માની સગરને પરણી તેથી પુત્રો થયા. પછી ક્ષયરોગવાળી થઇ, રોગ મટે નહિ તેથી પુત્રને લોમશ ઋષિ પાસે મોકલ્યો. ઋષિએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી પ્રભુનું ચરણામૃત પાણી આપ્યું. તેથી રોગ રહિત થઇ. પછી આખું કુટુંબ પ્રગટ પ્રભુનું આશ્રિત થયું. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી અંતે ધામમાં ગઇ.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ધવલ ગામે મોચી વિષલાણી બધાને છેતરીને કુટુંબ નિર્વાહ કરતી. એક વખત ગામમાં સંત મંડળ આવ્યું. વિષલાણી યોગિનીનો વેષ લઇ પ્રસાદ લેવા પહોંચી ગઇ. પરંતુ પ્રભુના પ્રસાદથી સંતના દર્શન-સ્પર્શથી તેની બુદ્ધિ નિર્મળ થઇ. સંતોનો ઉપદેશ સાંભળ્યો. તેથી પોતાના કાર્યનો પસ્તાવો થયો. સંતને પૂછ્યું, મારો મોક્ષ કેમ થાય ? સંતે કહ્યું : અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર ગ્રહણ કરી, ભગવા વસ્ત્ર પહેરી, જટા રાખી અશ્વપટ સરોવર તિર્થમાં જા. ત્યાં પ્રગટ પ્રભુના દર્શન કરીશ, ભજન કરીશ તો તારો મોક્ષ થશે. સંતે કહ્યું, તે મંત્ર લઇ તિર્થે જઇ દર્શન કરી અનાદિશ્રીકૃષ્ણવલ્લભનું ભજન કરી, વાસના દોષથી રહિત થઇ ધામમાં જઇશ. પ્રભુએ મનુષ્ય જન્મ આપ્યો તો પ્રભુને ન ભજ્યા, તે પ્રભુને છેતર્યા. મનુષ્ય જન્મથી મોક્ષ ન મેળવ્યો તે પોતે આત્માને છેતર્યો. સાધુ-સાધ્વીના મંડળમાં રહીને સાધુને જ છેતરે. બાળક-બાળકી, નારી, ધન તેને હરી જાય તે છેતર્યા. દ્રવ્ય હોમને ધર્મકાર્યમાં ન વાપરે તો છેતરાયો. ત્યાગી થઇને ગૃહસ્થનો વંશ રાખે તેણે સંસારને છેતર્યો. આવા બધા દુર્ગુણોવાળાને પ્રત્યક્ષ ભગવાન કાં તેના સંતો સુધારે છે અને પ્રભુને માર્ગે ચડાવે છે.