ભાગ · અધ્યાય ૧૨૨

શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાના શ્રવણ, વાંચન, પૂજન અને દાનનું મહાત્મ્ય

શ્રીશ્વેતાયન વ્યાસ પ્રભુ કહે : લક્ષ્મીનારાયણ સંહિતાની કથાશ્રવણથી ભક્ત અભક્ત સર્વે જીવનો ઉદ્ધાર થાય છે.

આ લક્ષ્મીનારાયણ સંહિતા ચાર ભાગમાં છે.

એક કૃતયુગ સંતાન (અધ્યાય-પ90), બીજો ત્રેતા સંતાન (અધ્યાય-300), ત્રીજો દ્વાપર સંતાન (અધ્યાય-ર37) અને ચોથો તિષ્ય સંતાન (અધ્યાય-1ર3).

આ રીતે સંહિતામાં કુલ અધ્યાયો 1રપ0 છે. કુલ શ્લોકો 1, ર6,000 છે.

પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણની લક્ષ્મીનારાયણ સંહિતાની કથાના ચાર ભાગ અથવા એક ભાગ અથવા એક અધ્યાય અથવા એક શ્લોક વાંચશે કે શ્રવણ કરશે તેના સર્વ સંકલ્પ પૂર્ણ થશે અને અંતે પરમપદને પામશે. પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના કંઠમાંથી આવીર્ભાવ પામેલી આ લક્ષ્મીનારાયણ સંહિતાનું પૂજન કરશે તે નારાયણને પામશે. રાધાની સમાન સંપત્તિ આપનારી, ગંગાની જેમ પાપનો નાશ કરનારી, શંકરની જેમ સુખકારી, ગણેશની જેમ વિઘ્નો નાશ કરનારી, હનુમાનની જેમ મહા શક્તિ આપનારી, કામધેનુની જેમ સર્વ સંકલ્પ પૂરનારી, કલ્પવૃક્ષ સમાન, ચિંતામણી સમાન, વજામણી સમાન, વાસના તોડનારી, સર્વે વ્રતથી ભરપુર, અનાદિશ્રીકૃષ્ણનારાયણની શબ્દમૂર્તિ એવી આ લક્ષ્મીનારાયણ સંહિતા લાખો અશ્વમેઘ યજ્ઞના ફળને આપનારી છે. લાખો વિષ્ણુયાગના ફળને આપનારી છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચવાથી, શ્રવણથી, પૂજનથી આ બ્રહ્માંડનું દાન કર્યું હોય તેટલું ફળ થાય છે. તથા તેને બ્રહ્માંડમાં કાંઇ પણ અપ્રાપ્ત રહેતું નથી.

શ્રીશ્વેતાયન વ્યાસ પ્રભુ કહે : સત્યુગમાં તપથી, ત્રેતામાં યજ્ઞથી, દ્વાપરમાં દાનથી, કળીયુગમાં કિર્તનથી કલ્યાણ થાય છે. કૃતયુગ સંતાન સામર્થીવાળું, ત્રેતાયુગ સંતાન દિવ્ય ચરિત્રોવાળું, દ્વાપર સંતાન દિવ્ય લીલાથી ભરપૂર, તિષ્ય સંતાન શરણે આવેલાને તારનારુ છે. તેથી આ તિસ્ય સંતાન ભણવાથી, વાંચવાથી, સાંભળવાથી, પૂજવાથી, ઘરમાં રાખવાથી, સ્મરણ કરવાથી પણ તારનારુ છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણની સુવર્ણની પ્રતિમા કરી આ લક્ષ્મીનારાયણ સંહિતા ચોથા ભાગનું દાન ભક્તિવાળા વિદ્વાન, સાધુ-બ્રાહ્મણને આપવું. પોતાની શક્તિ પ્રમાણે વાંચનારને સમગ્ર દાન આપવા. દાન આપનારો સર્વ ભોગને પ્રાપ્ત કરી અંતે પરમપદને પામે છે. આ તિષ્ય સંતાનનો પાઠ કરવાથી કળીયુગના દોષો પીડા કરી શકતા નથી.

શ્રીશ્વેતાયન વ્યાસ પ્રભુ કહે : જેને આ લોકમાં ભક્તિ, મુક્તિ બંને મેળવવું હોય તેને આ લક્ષ્મીનારાયણ સંહિતા તથા માસ પારાયણ કરાવવા અથવા બે માસ પારાયણ, છ માસ પારાયણ અથવા વાર્ષિક પારાયણ કરાવી, સાંભળવી અથવા સ્વયં વાંચવી. 108 પારાયણ કરવી, ભક્તિવાળા સાધુ-સાધ્વીઓએ ભેગા થઇને સંહિતાનું પુરશ્ચરણ કરવું, કરાવવું. નિત્ય સાધુ-સાધ્વી, બ્રાહ્મણોને, બાળકોને, અનાથ અતિથિઓને જમાડવા. નિત્ય અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરવું. સભા મંડપની રચના કરી, સુશોભિત માંડવી કરવી. લક્ષ્મીનારાયણ સંહિતા તથા વ્યાસ વક્તાનું પૂજન કરવું. રોજના વાચનના શ્લોકોનો દશાંશ હોમ કરવો. તે માટે યજ્ઞ કુંડની રચના કરવી. કથાની પુર્ણાહૂતિમાં લક્ષ્મીનારાયણ સંહિતાનું વસ્ત્ર વીટી દાન કરવું તથા શક્તિ પ્રમાણે વ્યાસ વક્તાની પૂજા કરી, આરતી ઉતારી, રાજી થાય તેટલું દાન આપવું. લક્ષ્મીનારાયણ સંહિતાનું દાન કરનારો કાર્તિકમાં દાન કરે તો બ્રહ્મા થાય છે. માગશરમાં દાન કરે તો નારાયણ સમાન થાય છે. પોષમાં દાનથી શંકર, માઘમાં દાનથી વિષ્ણુ, ફાગણમાં દાનથી કુબેર, ચૈત્રમાં દાનથી સૂર્ય દેવતા, વૈશાખમાં દાનથી ધ્રુવ, જેઠમાં દાનથી વૈરાટ, અષાઢમાં દાનથી સદાશિવ, શ્રાવણમાં દાનથી મહાવિષ્ણુ, ભાદરવામાં દાનથી મહેન્દ્ર, આસોમાં દાનથી બૃહસ્પતિ, અધિક માસે દાનથી વાસુદેવ સમાન થાય છે. સ્ત્રીભક્તો લક્ષ્મીનારાયણ સંહિતાનું દાન આપે તો રાધા, રમા, લક્ષ્મી, માધવી સમાન ભક્તિવાળી થાય છે.