ભાગ · અધ્યાય ૧૦૯–૧૧૧

પ્રભુએ દિલાવરીનું રાજ્ય નાગવિક્રમ રાજાના પુત્ર મુકુંદવિક્રમને આપ્યું

આ અધ્યાય 109–111 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ભક્ત દિલાવરીનો રાજા નાગવિક્રમ અને તેની પત્ની હસ્તિમાલીની ભારતના તિર્થો કરવા નીકળ્યા. સર્વે તિર્થોમાં ફરીને અશ્વપટ સરોવર કાંઠે કુંકુમવાપી ક્ષેત્ર તિર્થમાં આવ્યો. ત્યાં લોમશ ઋષિને નમસ્કાર કરી, અશ્વપટ સરોવરમાં સ્નાન કરી, ગજાસને બેઠેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીહરિની ષોડશોપચારે પૂજા કરી, આરતી કરી. પછી પ્રભુએ પ્રસાદ આપ્યો. તે જમીને રાજા-રાણી સૂતા ત્યાં સ્વપ્ન થયું. તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશના દર્શન કર્યા. 14 લોક જોયાં. સત્યલોકની બ્રહ્મસભા વૈરાજ, બદ્રીકાશ્રમ, નરનારાયણ ભગવાનના દર્શન કર્યા. પ્રકૃતિ પુરુષધામ, અમૃતધામ, વૈકુંઠ, ગોલોક ધામના દર્શન કરી અક્ષરધામનાં દર્શન કર્યા. પરમધામના પતિ પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કર્યા. સોળ વર્ષના તેજસ્વી મુક્તોએ પૂજેલા રાધા- લક્ષ્મી, પદ્માવતી, પ્રજ્ઞા, માણિકીથી સેવાયેલા જેના એક રોમમાં કરોડો સૂર્યના તેજ સમાઇ જાય એવા દિવ્ય વસ્ત્ર, અલંકારોથી શોભતા અલૌકીક દર્શન રાજા-રાણીને થયા. સ્વપ્નમાંથી સવારે જાગ્યા પણ રાજા-રાણીને જગતમાં પદાર્થમાં ક્યાંય ચિત્ત ચોંટે નહીં એવી બ્રહ્મસ્થિતિ થઇ ગઇ. રાજાના નોકરે પ્રભુને કહ્યું કૃપા કરો. અમારા રાજા ચિત્તભ્રમ થઇ ગયા છે.

અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : નાગવિક્રમ રાજા-રાણીને ચિત્તભ્રમ, ઉન્મતતા, ભૂત- પિશાચનો પ્રવેશ નથી. કોઇએ મંત્રચોટ નથી કરી. પરંતુ પરમધામમાં મારું દિવ્ય દર્શન થવાથી આ લોકમાં કાંઇ ગમતું નથી. આ બંનેના ઇન્દ્રિયો અંત:કરણ શરીર કર્મધર્મ દૃષ્ટિ સર્વે દિવ્ય બની ગયા છે તેથી માયામય જગત બધું નરક જેવું લાગે છે. આ બંનેના બ્રહ્માંડમાં અંદર બહાર જવા માટે અનાવરણ સ્થિતિ થઇ ગઇ છે.

પછી તે રાજાએ પોતાના નોકરોને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા કહ્યો. આ પ્રગટપ્રભુ સર્વે અવતારોના અવતારી સર્વે ધામના ધામી છે. તેના તમને દર્શન થયા તે મહાભાગ્ય. આ રાજ્ય મારું નથી. કુટુંબ, સંપતિ, શરીર કાંઇ મારું નથી. મારે તો પ્રભુના ચરણમાં વાસ કરવો છે. શાશ્વત મુક્તિ જોઇએ છીએ. એમ કહીને રાજા-રાણીએ હાથમાં પાણી લઇ રાજ્ય અનાદિશ્રીકૃષ્ણનારાયણને અર્પણ કર્યું. પછી પ્રભુ પાસે ત્યાગી દીક્ષા લીધી. રાજાએ ત્રિવિક્રમાયન અને રાણીએ શ્રીમાલીકાયની નામ ધારણ કર્યા. રાજાના સેવકો હજારો તેણે પણ ત્યાગી દીક્ષા ગ્રહણ કરી. તે સર્વે અશ્વપટ સરોવર કાંઠે વાસ કરતા હતા. પછી સ્વયંપ્રકાશ તેમને પોતાના આશ્રમમાં વાસ કરાવી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરાવતા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણે દિલાવરીનું રાજ્ય નાગવિક્રમના મોટા પુત્ર મુકુંદવિક્રમને આપતા હતા. તેનો રાજ્યાભિષેક કરવા માટે શ્રીહરિ બધા સંતો, ભક્તો, ઋષિ-મુનિઓ, માતા-પિતા, બ્રહ્મ પત્નીઓને પોતાની સાથે આવવા તૈયાર કરતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ 14 લોકમાં આમંત્રણ પત્રીકા મોકલતા હતા. પ્રગટ પ્રભુ ત્યાં જઇને મંડપની તૈયારી કરાવતા હતા. લોમશ ઋષિ યજ્ઞની તૈયારી કરાવતા હતા. ધર્મશાળા, ઉતારા, બગીચા, વિશ્રામ સ્થાનો તૈયાર કરાવતા હતા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણના આમંત્રણથી સર્વે અવતારો મુક્તો, ઇશ્વરો, દેવો, દેવીઓ, યક્ષો, સિદ્ધો, ચારણ, ગાંધર્વો, વિદ્યાધર, દાનવો, રાક્ષસો આવ્યા. બધાનો પ્રભુએ યથાયોગ્ય સત્કાર કર્યો. પછી સર્વે તિર્થોના જલથી મુકુંદવિક્રમ રાજાનો લોમશાદિ ઋષિઓએ અભિષેક કર્યો. પછી રાજમુકુટ પહેરાવ્યો. પછી લોમશઋષિએ બધા આયુધોની પૂજા, રસકસના સર્વ દેવોની પૂજા કરાવી. તે સમયે સર્વે અવતારો, મુક્તો, ઇશ્વરો, દેવો રાજાને અનેક ભેટો આપતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે મુકુંદ વિક્રમ રાજાને પ્રસન્ન થઇને ચક્ર આપી કહ્યું, આ ચક્ર રાજ્યના શાસનને નહિ માને તેને દંડ આપશે. પછી યજ્ઞ પુર્ણાહૂતિ કરી. બધાને ભોજનો જમાડી સાધુ વિપ્રોને દાન આપતા હતા. પછી સૌ પોતાના સ્થાનમાં ગયા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ માતા-પિતા કુટુંબ સાથે કુંકુમવાપી પધાર્યા. પ્રગટ પ્રભુની કૃપાથી તે રાજા ધર્મથી રાજ્ય ચલાવી પ્રજામાં પ્રગટ પ્રભુની ભક્તિ કરાવતો હતો.