ગૃહસ્થ ધર્મ અનેક દોષવાળો છે છતાં તેનો મોક્ષ કેવી રીતે થાય ?
પ્રજ્ઞા પદ્માવતીએ પૂછ્યું : હે ભગવાન, ગૃહસ્થ ધર્મ સ્ત્રીવાળો, કામના દોષ, તૃષ્ણાવાળો છે છતાં તેનો મોક્ષ કેવી રીતે થાય ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : મેં જ્યારે સૃષ્ટિ માટે અક્ષરબ્રહ્મને આજ્ઞા કરી ત્યારે મારી આજ્ઞા તે મૂર્તિમાન શક્તિ તે રાધા, રમા, શ્રી, લક્ષ્મી, માણીકી, લલિતા, માધવી, કમલા વગેરે અસંખ્ય લક્ષ્મીઓ તે બધી મારી આજ્ઞામાં રહી મારી ભક્તિ કરે છે. તેવી જ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞામાં રહીને ભક્તિ કરનારાને સંસારનું બંધન થતું નથી. મારી આજ્ઞામાં નહીં વર્તી મારી ભક્તિ ન કરે તેને સંસારનું બંધન થાય છે. આજ્ઞા છે તે નારીનો પતિવ્રતા ધર્મ છે તે બ્રહ્મલોકમાં પહોંચાડે છે. તે જ રીતે પત્નીવ્રતમાં રહેલો નર બ્રહ્મલોકને પામે છે. જે ધર્મવાળા, જ્ઞાનવાળા, ધીરજવાળા, સંતોષી, બ્રહ્મવિદ્યાવાળા તેવા આત્મશક્તિવાળા નરનારીઓને માયા, વિકારો નડતા નથી, વાસના રહેતી નથી, બંધન થતું નથી.