ભાગ · અધ્યાય ૫૬–૫૮

અનંગવલ્લરી ગણિકા, ષંઢવૃજ નપુંસક, યવસંઘ હિંસકની કથા

આ અધ્યાય 56–58 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, શર્કરાપુરની અનંગવલ્લરી ગણિકા હતી. તે ગર્ભ હણનારી, બાળહત્યા કરનારી, મહાપાપી હતી. તે કથાના ચમત્કારો સાંભળી કથા મંડપમાં જઇને બધા વૈષ્ણવ ભક્તોના દર્શન કર્યા. કથા સાંભળીને લોમશ ઋષિને પોતાનું પાપ કહ્યું. લોમશ ઋષિએ બ્રહ્મકુર્ચ વ્રત સાત દિવસ કરવા કહ્યું. તેણે વ્રત કરી એક માસ સેવા કરી. લોમશ ઋષિએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. ગણિકાએ કહ્યું, સ્ત્રીઓનો મોક્ષ ભગવાન કે ગુરુ વિના કોઇ ન કરી શકે. માટે ગુરુ મારા જેવી બસ્સો છે, તેનો પણ તમે મોક્ષ કરો. પછી લોમશ ઋષિ પાસે બસ્સો ગણિકાને બોલાવી મંત્રોપદેશ અપાવી ભક્તિ કરીને અંતે પ્રગટ પ્રભુના પ્રતાપે ગણિકા ધામમાં ગઇ. આ રીતે પ્રગટ ભક્તિ અપરંપાર છે.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, શર્કરાનગરમાં ષંઢવૃજ નામે એકસો નપુંસકોનો ગુરુ હતો. તેણે કથાનો મહિમા સાંભળ્યો. તેથી સર્વે કથામાં આવી તાલી બજાવી, વાજિંત્ર વગાડી નાચવા લાગ્યા. ધૂન કરી સર્વેને રાજી કર્યા. પછી લક્ષ્મીનારાયણ સંહિતાની વ્યાસની લોમશ ઋષિની પૂજા કરી પછી ષંઢે પૂછ્યું, આવો જન્મ કેવા કર્મથી મળે છે ? લોમશ ઋષિએ કહ્યું, કોઇની રતિક્રિડાનો ભંગ કરવાથી, વાછડાને બળદ બનાવવાથી, અભિચાર કરનારને, ગર્ભ હણનારને, લિંગભંગને બંધ કરનારને ષંઢના જન્મને પામે છે. પછી લોમશ ઋષિએ બધાને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. બધા પ્રગટ ભગવાનનું ભજન કરી દિવ્યતાને પામ્યા. કથા સાંભળી ભક્તિવાળા થયા. તેની પર પ્રસન્ન થયેલા ભગવાન વિમાન લઇને મુક્ત સ્વરૂપો ધારણ કરી ધામમાં લઇ ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કરાંચીપુરમાં યવસંઘ હિંસક ગાયનો ઘાતકી કુકડા, ઇંડા ખાનારો કથાની વાત સાંભળીને સભામંડપમાં આવીને વ્યાસની પૂજા કરી લક્ષ્મીનારાયણ સંહિતાની પૂજા કરી. તે સમયે તેને કથાના વક્તા વ્યાસમાં લક્ષ્મી અને નારાયણના દર્શન થયા. પછી કથા સાંભળી કથાને અંતે પ્રસાદી ભોજન લઇ તેણે લોમશઋષિ પાસે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લીધો. લોમશઋષિએ તેને બ્રહ્મકુર્ચવ્રત કરવાનું કહ્યું. તે વ્રત કરી પવિત્ર થયો. પછી ભક્તિ કરી ભગવાનના ધામમાં ગયો.