ભાગ · અધ્યાય ૭૯

દેશ-વિદેશના અનેક રાજાઓની પ્રાર્થનાથી પ્રભુની સર્વેના રાજ્યમાં પધરામણી

બદ્રીશ્વરએ પૂછ્યું : હે નરનારાયણ પ્રભુ, શર્કરાનગરમાં કથા પૂર્ણાહુતિ પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ક્યાં પધાર્યા ? નરનારાયણ ભગવાને કહ્યું, અષાઢ સુદ-બારસે પદ્માવતી સાથે અનાદિશ્રીકૃષ્ણનારાયણ હાથી ઉપર બેસી સભામાં પધાર્યા. સ્વયંપ્રકાશ વ્યાસ લોમશઋષિ સભામાં આવી બધાને આશીર્વાદ આપી, વિદાય આપતા હતા. રાયહરિ તથા કોટીરાય રાજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની સ્તુતિ કરી કહ્યું, પ્રભુ તમે અહીં કથામાં આવ્યા તેથી આ ભૂમી પવિત્ર થઇ. અનેક જીવાત્માઓનાં કલ્યાણ થયા. પછી તે રાજાએ સાધુ- સાધ્વીઓ, ઋષિ-મુનિઓ, યતિ, સંન્યાસી, ત્યાગી, બ્રહ્મચારીઓ, સાંખ્ય યોગિનીઓને, વિપ્રોને, અતિથીઓને, અનાથ, ગરીબોને અનેક પ્રકારના દાનો પ્રગટ પ્રભુની પ્રસન્નતા માટે આપ્યા. ઇશ્વરો, દેવો, પિતૃઓ, પાતાલવાસીઓ, પ્રભુની આજ્ઞા લઇ જવા તૈયાર થઇ પ્રાર્થના કરી કે, પ્રભુ અમારા લોકમાં ક્યારે પધારશો. અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું, કાલાંતરે આવશું. પછી બધા ચૌદ લોકનાવાસી પોતાના સ્થાનમાં ગયા. તે સમયે દેશાંતરોથી રાજાઓ આવ્યા હતા. તે બધાએ પોતાના દેશમાં પધારવા પ્રગટ પ્રભુને પ્રાર્થના કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે વ્યાસ સ્વયંપ્રકાશ, લોમશ ઋષિ, ગોપાલકૃષ્ણ, કંભરાલક્ષ્મી વગેરેના અનેક સ્વરૂપો ધારણ કરી વિમાનમાં બેસી બધા દેશમાં અનેક સ્વરૂપે પધરામણી કરી. બધા રાજા પ્રજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચરણ ધોઇ પાણી પીધું, પૂજા-આરતી કરી, ભેટો મૂકી, પ્રગટ પ્રભુએ બધાને શરણે રક્ષણ, બ્રહ્મભાવ, આત્મનિવેદન, સર્વ સમર્પણ મંત્રો આપ્યાં “શરણં શ્રીકૃષ્ણનારાયણોસ્તુ મમ સર્વદા, કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ, બ્રહ્માહં અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભક્તોસ્મિ શાશ્વત, બાલકૃષ્ણાય વિદ્મહે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ધીમહિ તન્ન: શ્રીશ: પ્રચોદયાત્” વગેરે મંત્રો બધાને આપી તુલસી કંઠી પહેરાવી અને ચિહ્નવાળો પોતાનો જમણો હાથ બધાના મસ્તક પર મૂકી આશીર્વાદ આપ્યા પછી વિમાનમાં બેસી કુંકુમવાપી પધાર્યા. ભક્તોએ સ્વાગત કર્યું. લક્ષ્મીનારાયણ સંહિતા કથા, ઉત્સવોના અધ્યાયો જે વાંચશે, સાંભળશે તે સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરશે.