સુશીલ વિપ્રના પિતાની મુક્તિ - દારાભાગ્ય રાજાને પ્રભુસેવાનું ફળ
આ અધ્યાય 6–7 સંયુક્ત છે
બદ્રીશ્વરીએ પૂછ્યું : હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ, નરનારાયણ અહીંના ભક્તની કથા કહો. નરનારાયણ કહે : પુલહાશ્રમમાં ગંડકી નદીકાંઠે મુક્તનાથ નગરમાં સુશીલ વિપ્ર હતો. તેનો પિતા પ્રેત થયો હતો. તેનું શ્રાદ્ધ તર્પણ બદ્રીકાશ્રમમાં કરવાથી તેની મુક્તિ થઇ.
નરનારાયણ કહે : સુશીલ વિપ્ર લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરતો. તેમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ તથા બદ્રીકાશ્રમનો મહિમા સાંભળી દારાભાગ્ય રાજા તથા તેનું કુટુંબ બદ્રીકાશ્રમ યાત્રાએ ગયા. તે રાજા રસ્તામાં સાધુ, વિપ્રો, યોગીઓને જમાડતો, દાન આપતો હતો. તેની પરીક્ષા કરવા નરનારાયણ, બદ્રી ત્રણે સાધુનું રૂપ લઇને યાત્રા સંઘમાં ભેગાં ભળ્યાં. રસ્તામાં સાધુ-સાધ્વી બેને તાવ આવ્યો. યાત્રિકો આવી સેવા કરવા લાગ્યા. રાજાએ પણ આવી સેવા કરી. સાજા ન થયા.
રાજા કહે : આ સાધુ-સાધ્વી સાજા થાય તો જ આપણે આગળ જવું. સાધુ સાક્ષાત તીર્થ છે. ભગવાન સમાન છે. રાત્રિમાં અતિશય ઠંડીથી તે બંને મરણ પામ્યા. રાજા વગેરે પ્રાર્થના કરવા લાગ્યા. હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ, હે બદ્રીનારાયણ જો તમે આને જીવતા નહીં કરો તો અમે પણ પ્રાણ ત્યાગ કરીશું. એમ કહી રાજા ખડકેલી તે ચિતામાં અગ્નિમાં પડ્યો. તરત અગ્નિ ઠંડો થયો. નરનારાયણ, બદ્રી, દિવ્ય ચતુર્ભુજ દર્શન આપી. બધાને વિમાનમાં બેસાડી બદ્રીકાશ્રમ પહોંચાડ્યા. 1પ દિવસ રહ્યાં. નરનારાયણ બદ્રીના બધાએ દિવ્ય દર્શન કર્યા. તે સમયે એક વિપ્ર તપ કરતો તેને એક દિવ્ય કન્યા આવી બોર આપીને અદૃશ્ય થઇ ગઇ.