ભાગ · અધ્યાય ૫૨–૫૫

નાગવિક્રમ રાજા, શાલમિત્ર રાજા અને યુદ્ધપતનના રાજાની કથા

આ અધ્યાય 52–55 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, વિક્રમપુરનો રાજા નાગવિક્રમ હતો. તે આસ્તિક હતો પણ બધી લડાઇમાં હાર્યો. માનતા કરવા છતાં હાર્યો. એટલે નાસ્તિક થયો. દેવ-મંદિર, સાધુ, ધર્મશાસ્ત્રો, વ્રત, નિયમ બધું ખોટું છે. એમ કહી પોતાના વિસ યોદ્ધા લઇ લડવા ગયો. ત્યાં શાર્દુલ રાજાએ બધાને પકડીને જેલમાં રાખ્યા. તે બધા લડાઇમાં ઘાયલ થયા હતા. બધાનો દ્રોહ, નિંદા કરી તેના પરિણામે કોઇ લુલા, લંગડા થયા. તે બધા જેલમાંથી છૂટીને કથામાં ગયા. લોમશ ઋષિ પાસેથી મંત્રોપદેશ લઇ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી પ્રસાદી, ચરણામૃત લઇ નિષ્પાપ થઇ અંતે ધામમાં ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, શાલમિત્ર રાજા ધર્મપરાયણ, ભક્તિવાળો હતો. તેણે દરેક મંદિરોમાં આજીવિકા બાંધી હતી. એકવાર દેવપૂજા બરાબર થાય છે કે કેમ તે જોવા નીકળ્યો ? કોઇ મંદિરે વિધિ પ્રમાણે પૂજા થતી હતી. કોઇ મંદિરમાં પૂજારી વિધિ નિષેધની કોઇ મર્યાદામાં ન હતા.

જે પુજારી પવિત્ર રહી મંદિર સાફ રાખે ત્યાં દેવનો વાસ રહે છે. જ્યાં નિસ્વાર્થ ભાવે પૂજા થાય, ભક્તને શાંતિ અને સુખ થાય, જ્યાં ધૂન-કિર્તન, સત્સંગ, પૂજા, આરતી સમય પ્રમાણે રાજભોગ થાય ત્યાં દેવો વાસ કરે છે. સમય ઋતુ પ્રમાણે ફળ, મેવા, મીઠાઇ, વસ્ત્ર, વાઘા, ઘરેણા, ફૂલ શણગાર વગેરે થાય, ત્યાં દેવો વાસ કરે છે. જ્યાં મદ્યમાંસ ભોજન થતા હોય, જ્યાં વિધિ નિષેધ ન હોય ત્યાં દેવો વાસ કરતા નથી. જ્યાં પવિત્રતા નથી જ્યાં સમય પ્રમાણે સેવા થતી નથી. ભગવાનના ઉપયોગી પાત્રો સાફ રહેતા નથી. જ્યાં આદર ભાવના સત્કાર નથી ત્યાં દેવો વાસ કરતા નથી.

તે રાજાએ જ્યાં પૂજા-નિયમથી થતી નહીં ત્યાં તે મંદિરની બ્રાહ્મણ આજીવિકાવ્રત બંધ કરી તે પાપે રાજાને જલોદરનો રોગ થયો. દવા કરી છતાં મટે નહિ. તેણે કથાનો મહિમા સાંભળ્યો. તેથી ત્યાં જઇ લક્ષ્મીનારાયણ સંહિતાની વ્યાસની પૂજા કરી, કથા સાંભળી. લોમશ ઋષિ પાસે મંત્ર લીધો. કથાના અંતે ભોજન પ્રસાદ લીધો. ધૂન-કિર્તન કર્યા. સંતો ભક્તોને જમાડ્યા. દાન-પુણ્ય કર્યા તેથી રોગ નષ્ટ થયો. ત્યારબાદ પોતાના પુત્રને ગાદી આપી. રાજા-રાણી પ્રગટ પ્રભુની ભક્તિ કરી ફાગણ સુદ-એકાદશીએ ધામમાં ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, પોતાને સાસરો ન થવું પડે અને પુત્રને સાળો ન થવું પડે તેથી યુદ્ધપુરના રાજાએ પોતાની કન્યાને ઝેર આપ્યું મારી નાખી. તે જ સમયે જીવનાયન સાધુ આવ્યા. તેમણે જોળીમાંથી ગુટીકા કાઢી દવા આપી ઝેર ઉતાર્યુ પછી સાધુએ રાજાને કહ્યું : કન્યા હત્યાનું પાપ તને લાગશે. ત્યાં તો યમદૂતો આવ્યા. રાજાને મારવા માંડ્યા. રાણીએ સાધુના ચરણ પકડી પ્રાર્થના કરી, તમે ભગવાન છો માટે મારા પતિને યમદૂતથી છોડાવો. સાધુએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. ધૂન કરવા કહ્યું. પછી રાજા-રાણીએ નામ સ્મરણ કર્યું. તેથી યમદૂતો ચાલ્યા ગયા. આ રીતે સાધુના સંગથી રાજા પાપથી યમદૂતોથી મુકાયો.

તે સાધુના ચમત્કારથી ગામના બધા જનો આવ્યા. સાધુએ બધાને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર ઉપદેશ આપ્યો. હરેકૃષ્ણ બાલકૃષ્ણ સ્વામિનારાયણ પ્રભુ ધૂન કરાવી કહ્યું કે, મનુષ્ય જન્મમાં મોક્ષ મેળવી લેવો. અત્યારે લક્ષ્મીનારાયણ સંહિતાની કથા દ્વારા લાખો માનવોનો મોક્ષ થાય છે. માટે સર્વેને કલ્યાણ કરવું હોય તો ચાલો કથામાં. તે સાધુની આજ્ઞાથી રાજા-રાણી, પ્રજા સર્વે ધૂન કરતા સિંધુમાં સ્નાન કરી, કથા મંડપમાં આવ્યા. ત્યાં લક્ષ્મીનારાયણ સંહિતાની પૂજા કરી. વ્યાસની પૂજા કરી, સર્વે ઋષિ-મુનિઓના દર્શન કર્યા. પછી તે રાજાએ ત્યાં યજ્ઞ કર્યો. દાન આપ્યા. સર્વે સંત ભક્તો ઋષિ-મુનિઓને જમાડ્યા. પછી તે રાજા-રાણીએ મોટા પુત્ર નાગવિક્રમને ગાદી આપી અને એક કુમાર, એક કુમારીને ત્યાગી દીક્ષા આપી સ્વયંપ્રકાશયોગી પાસે રાખ્યા. પછી રાજા-રાણી પ્રગટ પ્રભુની ભક્તિ કરી ફાગણ સુદ એકદશીએ ધામમાં ગયા.