ભાગ · અધ્યાય ૧૩–૧૫

વિષય, વાસના, સંકલ્પના નાશનો ઉપાય તેમજ પરબ્રહ્મનો મહિમા

આ અધ્યાય 13–15 સંયુક્ત છે

નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં અતી સ્નેહ થવાથી પરમ શાંતિ થાય છે. કર્મબંધનથી જીવ કયારેક નર-નારી, નપુંસક થઇ પૃથ્વી પર, પાણીમાં, આકાશમાં ફર્યા જ કરે છે તેનો અંત આવતો જ નથી. પણ જ્યારે પ્રભુ કૃપા કરી મનુષ્ય જન્મ આપે ત્યારે તો અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિના બીજે ક્યાંય પ્રીતિ કરવી નહી, જીવ બાંધવો નહિ. તો જેમ શેકેલું બીજ વાવે પણ ઉગે નહીં. તેમ તેવી જ રીતે શરીરથી, ઇન્દ્રિયોથી, અંત:કરણથી થતા કર્મો પ્રત્યક્ષ ભગવાનને અર્પણ કરવાથી તે કર્મો, ક્રિયા, કામકાજ, ભક્ત આત્માને બંધન કરતા નથી. પ્રગટ ભગવાનના પ્રસંગથી કર્મ નિર્ગુણ બની જન્મ અપાવનારા થતા નથી. તેની વાસના સમી જાય છે. સંકલ્પ ઈચ્છાઓ નાશ પામે છે. વિષયો દેખાતા નથી.

નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, વૈષ્ણવ કુટુંબમાં જેનો જન્મ થયો તેને તો અનાદિશ્રીકૃષ્ણનારાયણના ભક્તો તથા વૈષ્ણવ ભક્તોમાં સાધુ-સાધ્વીમાં જ હેત ભક્તિ કરવી. શ્રીહરિ માટે લોકલજ્જાનો ત્યાગ કરી ભક્તમંડળમાં પ્રગટ ભગવાન શ્રીહરિના શ્રીકૃષ્ણવલ્લભના આ ચાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, કથાવાર્તા, ધૂન-કિર્તન ઉત્સવ કરવા. સ્ત્રી ભક્તોએ સાધ્વી સ્ત્રી ભક્તોમાં બ્રહ્મપત્નીની ભાવના કરીને સર્વ પ્રકારે સેવા કરવાથી વૈષ્ણવી રાધા-રમાતુલ્ય થાય છે. જેના હૃદયમાં કૃષ્ણ જેવી ભાવના વૈષ્ણવી સ્ત્રી ભક્તોમાં થાય. તેને શુભ-અશુભ ક્રિયા સ્પર્શતી નથી. માટે હે માતા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ નરનારાયણ તેના વિના બીજા કોઇ પુરુષમાં મને પ્રીતિ થતી નથી. તે બદ્રીનાથ પ્રભુની હું પત્ની લક્ષ્મી જે બદ્રીરૂપે હતી તે તારે ત્યાં કન્યારૂપે આવી છું. માતા સુરેશ્વરી પણ લક્ષ્મીરૂપ કન્યા પ્રાપ્ત થઇ તેથી પોતાના કુટુંબનું મહાભાગ્ય માનવા લાગી. પોતાના કુટુંબને ધન્ય ધન્ય માનવા લાગી.

બાલયોગિની કહે : હે માતા, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ તેમાંથી સર્વે અવતારો પ્રગટ થાય છે, તેમાંથી ઇશ્વરો પ્રગટ થાય છે. તેથી પ્રધાનપુરુષ તેથી મહાવિષ્ણુ તેથી વૈરાટ તેથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેથી ઈન્દ્રાદિક દેવોને, દેવીઓ, ઋષિ- મુનિઓ, માનવો, પશુ, પક્ષી, જીવ-જંતુ, વૃક્ષવેલી તે સર્વે પરબ્રહ્મના એક સુખના બિંદુથી અનેક બ્રહ્માંડો, સુખિયા થાય તો તે પરમાત્માનું શાશ્વત દિવ્ય અલૌકિક સુખ કેવું હશે ? તે પ્રગટ પ્રભુને પામીને ભક્તોએ માયિક પંચવિષયના સુખની આજ્ઞા તજવી. અને તે પરબ્રહ્મના સુખનો વિચાર કરવો.