ભાગ · અધ્યાય ૬૨–૬૩

વિલાસદેવ વિપ્ર, પ્રધાન વિપ્ર અને ધર્મભટ્ટ વિપ્રની કથા

આ અધ્યાય 62–63 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, લાલાખાનપુરનો વિપ્ર વિલાસદેવ, રાજાનો પ્રધાન હતો. તેણે પ્રજા પાસેથી અનિતીથી લાંચ લઇ લાખો રૂપિયા ભેગા કર્યા, પણ લોભી હતો તેથી દાન-પુણ્ય વ્રત કાંઇ કરતો નહિ. એક દિવસ તેનું ધન ઘરમાં વીંછી થઇ ચાલવા માંડ્યું. તેથી વિપ્ર કુટુંબને ઘરનો ત્યાગ કરવો પડ્યો. પછી ઘણો અફસોસ થયો. અરે, મેં અન્યાયથી ધન મેળવ્યું પણ ધર્મકાર્યમાં ન વાપર્યું, ન ખાધુ ન પીધું, ન ખાવા દીધું. અંતે નાશ થયું. હવે શું કરવું ? તેણે લક્ષ્મીનારાયણ સંહિતાની કથાની વાત સાંભળી. હવે તો ત્યાં જઇને આત્માનું શ્રેય કરી દઉં. એમ વિચારી કુટુંબ સહિત કથામાં આવ્યો. ત્યાં લક્ષ્મીનારાયણ સંહિતાની વ્યાસની કેસર-ચંદન, પુષ્પહાર, વસ્ત્ર, આભૂષણોથી પૂજા કરી, આરતી ઉતારી સંતો, ઋષિ-મુનિઓની પૂજા કરી બધાને જમાડ્યા, દાન કર્યા. કથા સાંભળીને તેને શાંતિ થઇ ગઇ. સ્થાનના મહિમાથી માયાજાળ લીન થઇ ગઇ. દર્શનના મહિમાથી મનનો મેલ ધોવાઇ ગયો. સત્પુરુષોના મહિમાથી વાસના લય પામી ગઇ. તેથી વિપ્ર કુટુંબને ત્યાગી દીક્ષા લેવાની ઈચ્છા થઇ. તેથી વ્યાસ સ્વયંપ્રકાશને કહ્યું. પછી વ્યાસે ત્યાગી દીક્ષાના મંત્રો આપ્યા. “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” એ ત્યાગી દીક્ષાના મંત્રો આપી તુલસી, કંઠી, માળા, જનોઇ આપી. પુરુષોને ભગવા ધોતિયા, ચાદરો આપ્યા અને સ્ત્રીઓને ભગવી સાડી, ઘાઘરી, પોલકું વગેરે આપ્યા તથા ઉપદેશ આપ્યો કે, ઉપવાસ તપ શ્રેષ્ટ છે. તેથી શ્રેષ્ઠ બ્રહ્મચર્ય છે તેથી શ્રેષ્ટ પ્રગટ પ્રભુની સેવા-ભક્તિ છે તે પરમધામ અપાવનારી છે. બ્રહ્મચર્યથી કામનાનો લય દોષનો નાશ કરવો. વાસનાનો લય થાય ત્યારે જીવાત્મા ચોરાસી અને જમપુરીથી મુકાય. અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરે ત્યારે મહાભાગવત ભક્ત બને. આ રીતે તે વિપ્ર કુટુંબ ત્યાગી દીક્ષા લઇ પ્રગટ પ્રભુની ભક્તિ કરી અંતે ધામમાં ગયા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, મહીરાયપુરીમાં પ્રધાન વિપ્ર અધર્મી, સર્વભક્ષી પ્રજાનું શોષણ કરતો. તેથી પ્રજા વિપ્ર જ્ઞાતિ પોતાનું કુટુંબ તેને ધિક્કારવા લાગ્યા. તે વૃદ્ધ થયો, અતિરોગી થયો તેથી કુટુંબ સહિત કથામાં આવ્યો. ત્યાં લક્ષ્મીનારાયણ સંહિતા વ્યાસની લોમશ ઋષિની પૂજા કરી લોમશ ઋષિ પાસેથી શરણમંત્ર, રક્ષણમંત્ર, બ્રહ્મમંત્ર, સર્વસમર્પણ મંત્ર, આત્મનિવેદી મંત્રો લઇ બ્રહ્મકૃર્ચવ્રત કર્યું અને પંચગવ્ય પીધું. કથા શ્રવણ કરી, ભોજન પ્રસાદ લીધો. પછી ભજન કરી ભગવાનનાં ધામમાં ગયો.

દર્દરપુરનો વિપ્ર ધર્મભટ, શિલયાનિ બંને દંપતી ધર્મવાળા, ભક્તિપરાયણ હતા. તે બંને હાથી લઇને કથામાં આવ્યા. વ્યાસને લોમશ ઋષિને હાથી પર બેસાડ્યા. પોતે લોમશ ઋષિને ચામર ઢોળતો હતો. શિલયાની વ્યાસને ચામર ઢોળતી હતી. તે દંપતીએ લક્ષ્મીનારાયણ સંહિતા વ્યાસની લોમશ ઋષિની પૂજા કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લીધો અને સંતો, ભક્તો, ઋષિમુનિઓને અતિથિને જમાડીને દાન આપ્યા પછી વ્યાસની લક્ષ્મીનારાયણ સંહિતાની આરતી ઉતારી સ્તૂતિ કરી, ભક્તિ કરી ચૈત્ર વદી બારસના દિવસે ધામમાં ગયા.