ભાગ · અધ્યાય ૨૨–૨૩

અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાથે બાલયોગિની (લક્ષ્મી)ના વિવાહ

આ અધ્યાય 22–23 સંયુક્ત છે

સાક્ષાત લક્ષ્મી બદ્રી બાલયોગિની કહે છે : હે માતા, હવે હું તમને ક્રિયાયોગ તે ભક્તિયોગ કઇ રીતે થાય તે કહું છું સાંભળો. શરીરની સર્વે ક્રિયા, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અંત:કરણ વગેરેના જે કામ તે સર્વેને ભગવાનમય કરી દેવા તે ક્રિયાયોગ ભક્તિયોગ થઇ જાય છે. નેત્રથી ભગવાન તથા સંતના દર્શન, કાનથી ભગવાન તથા સંતની કથા, નાસિકાથી ભગવાન તથા સંતની સુગંધ, જીભથી ભગવાન તથા સંતના ગુણાનુવાદ તથા મહાપ્રસાદ, ત્વચાથી ભગવાન તથા સંતનો સ્પર્શ, હાથથી ભગવાન તથા સંતની સેવા, પગથી ભગવાન તથા સંતની પ્રદક્ષિણા સેવા, મનથી શ્રીહરિનું મનન, ચિત્તથી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું જ ચિંતવન, બુદ્ધિથી બાલકૃષ્ણનો જ નિશ્ચય, અહંકાર હું શ્રીહરિનો ભક્ત છું. આવી રીતે ક્રિયાયોગથી ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભ સ્વામિને હું વરેલી છું. માટે હે માતા, મારે પરપુરુષ સાથે લગ્ન નથી કરવા.

પૂર્વે દિર્ઘીકા યોગિની હતી. તે યોગબળથી ઈન્દ્રની સભામાં જતી. તેના ગયા પછી આસન પાણી છાંટી શુદ્ધ કરતા તેથી કન્યાએ કારણ પૂછ્યું. કન્યા અશુદ્ધ કહેવાય. લગ્ન કરે ત્યારે શુદ્ધ થાય. તેથી દિર્ઘીકાએ ઋષિ સાથે લગ્ન કર્યા. માટે હે માતા તારી આજ્ઞા પાળવા માટે હું પણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ જે અશ્વપટ સરોવર કાંઠે, કુંકુમવાપી ક્ષેત્રમાં કંભરાગોપાલને ત્યાં બાલકૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયેલા છે તેની સાથે લગ્ન વિવાહ કરીશ. પુત્રી બાલયોગિનીની આવી પરાભક્તિ, આત્મા પરમાત્માનું જ્ઞાન, માયીક પંચવિષયમાં વૈરાગ્ય વગેરે સાધ્વી દશા જોઇ આશ્ચર્ય પામી. તેને પુત્રીમાં સાક્ષાત્ લક્ષ્મીજીના દર્શન થયા. તેમાં પ્રગટ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન થયા. ત્યારપછી બાલયોગિની ધ્યાન મગ્ન થઇ ગઇ. ત્યાં અતી તેજસ્વી અનાદિશ્રીકૃષ્ણનારાયણ, શ્રીકૃષ્ણવલ્લભ સ્વામિના દિવ્ય દર્શન થયા.

પ્રભુ બોલ્યા, પ્રિયે તારે શું ઈચ્છા છે ? બાલયોગિની કહે : પ્રભુ મારા માતા-પિતાનું વચન સત્ય કરવા વિધિપૂર્વક અગ્નિની સાક્ષીએ મને ગ્રહણ કરી મારા પતિ થાવ. પ્રભુએ કહ્યું, તથાસ્તું. બાલયોગિનીએ માતા-પિતાને કહ્યું, પ્રભુ પધાર્યા છે. જાણીને આનંદ થયો. આસન આપ્યું, પૂજન કર્યું. માતા-પિતાને પ્રભુનું દિવ્ય ચતુર્ભુજ દર્શન થયું. તેમણે પૂજન વંદન, આરતી સ્તૂતિ કરી. પછી પ્રભુ માનવરૂપે થયા. દંપતીએ કન્યાનું વાગ્દાન કરી વિનંતી કરી કે, વિવાહ કરવા વેલા પધારજો. ત્યાર પછી અષાઢ સુદ-4ના દિવસે જાન આવશે. એવા સમાચાર લઇને કુંકુમવાપીથી બ્રાહ્મણ ધૂની ગામે નિકામદેવને ત્યાં આવ્યો. તે દંપતી પણ લગ્નકંકોત્રી લખી કુંકુમવાપી મોકલતા હતા. કંભરામાતા ગોપાલપિતા લગ્ન કંકોત્રીને વધાવીને બ્રાહ્મણને દાન આપતા હતા. પછી અશ્વપટ સરોવરમાં લોમશઋષિની સાથે સ્નાન કરીને અનાદિશ્રીકૃષ્ણનારાયણને પીઠી ચોળતા હતા. સર્વે મહેમાનોને જમાડીને જાનમાં જવાની તૈયારી કરતા હતા. ઋષિ-મુનિઓ, સાધુઓ, આશીર્વાદ આપતા હતા. જાનમાં ભક્તો, સાધુઓ, બ્રહ્મપ્રિયાઓ, મહેમાનો સર્વે હતા. તે સર્વે અષાઢ સુદ-ત્રીજે તૈયારી કરી કુંકુમવાપીથી પ્રસ્થાન કર્યું. ધૂની ગામે પહોંચી નદીકાંઠે બગીચામાં ઉતારો કર્યો. નિકામદેવ - સુરેશ્વરીને સમાચાર મળ્યા કે, અનાદિશ્રીકૃષ્ણનારાયણ વરરાજા જાનમાં પધાર્યા છે. તેથી વાજતે-ગાજતે સામૈયું કરી લાવ્યા. ભક્ષ્ય-ભોજ્ય, લેહ્યચોસ્ય મિષ્ટાનો જાનને, મહેમાનોને જમાડ્યા. તે સમયે સર્વે વૈકુંઠ સમાન શોભા દેખાતી હતી.

નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, તે સમયે અનાદિશ્રીકૃષ્ણનારાયણની ઈચ્છાથી અને બાલયોગિનીના સંકલ્પથી ગોલોકથી દૂધ, દહીં, ઘી, માખણ આવ્યા. વૈકુંઠથી શાકો આવ્યા. શ્રીપુરથી મિષ્ટાન્ન, ભોજન આવ્યા. ક્ષીર સમુદ્રમાંથી દૂધ આવ્યું. બદ્રીકાશ્રમથી ફળો આવ્યા. સૂર્યલોકમાંથી ચટણી આવી. ચંદ્રલોકમાંથી શીખંડ આવ્યો. હિરણ્યલોકથી ઠામવાસણ આવ્યા. શ્રીપુરધામથી આસન-પાથારણા આવ્યા. વિષ્ણુલોકથી સર્વે શણગાર આવ્યો. કોઇ દિવસ ન જોયું હોય, ન સાંભળ્યું હોય, એવું બધું ત્યાં દેખાતું હતું. જાનમાં દશ હજાર ભક્ત મહેમાનો હતા. તે સર્વેને જમાડીને મુખવાસ આપી વિશ્રાંતી કરાવી.

વરરાજા અનાદિશ્રીકૃષ્ણનારાયણને શણગાર્યા. સોનાનો મુગટ, હિરામણીઓથી જડીત, સોનાના કુંડળ, તિલક, ચાંદલો, નેત્રમાં કાજળ, સોનાનો ટુપીયો, સોનાની કંઠી, સોનાનો ચેન, સોનાની મગમાળા, સોનાના હાર નાના-મોટાં, હીરા-મોતીના હાર, સોનાનો કંદોરો, ગુલાબનો હાર, સોનાનો બાજુબંધ, કડા, પોંચી, સોનાની વેઢ, વીંટીઓ, સોનાના ઘુઘરીવાળા તોડા, સોનાની મોજડી વગેરેથી પ્રગટ પ્રભુને શણગારી ચાર દાંતવાળા શ્વેત હાથી પર સોનાની અંબાડીમાં બેસાડીને ચંદન પુષ્પથી ચોખા અબીલ-ગુલાલથી વધાવતા ગીતો ગવાતા લગ્નમંડપમાં લાવ્યા અને સોનાના સિંહાસને બેસાડ્યા.

તે સમયે લક્ષ્મીરૂપ બાલયોગિનીને પણ તેની સખીઓ વસ્ત્ર, આભૂષણ, અલંકારોથી લક્ષ્મીસમાન શોભાડતી હતી. કેશરચંદનથી સ્નાન કરાવી, સોનાની બુટ્ટાધાર ઘાઘરી પહેરાવી, સુવર્ણ તારવાળી સાડી પહેરાવી. ચોલી કુચલી વગેરે પહેરાવ્યા. કેશ-અંબોડો, વેણી, સોનાનો મોળીયો, મુકુટ-કુંડળ, કંકુ, ચાંદલો, નથડી, ટીબકડી, નેત્ર આંજણ તથા સોનાનો ટુપીયો, સોનાના ચેન, કંઠી, મગમાળા, હાર, કંદોરો, બાજુબંધ, લોકિટ, પોંચી, વેઢ, વિંટીઓ, ઝાંઝર વગેરે આભૂષણો ધરાવી હાથ-પગ મુખ વગેરે રંગતા હતા. આ રીતે કન્યા બાલયોગિનીને તૈયાર કરી લગ્નમંડપમાં લાવી અનાદિશ્રીકૃષ્ણનારાયણની ડાબી ƒાજુ ƒે‚ાડŒા હŒા. બ્રાહ્મણે ગણેશપૂજન, અગ્નિપૂજન, કામફળ બાંધ્યું. બાલયોગિની કન્યાને હાથે બાલકૃષ્ણને વરમાળા પહેરાવી. બાલકૃષ્ણના હાથે બાલયોગિનીને પુષ્પમાળા પહેરાવી. પિતાએ બાલયોગિનીનો હાથ બાલકૃષ્ણના હાથમાં મૂકી કન્યાદાન કર્યું. વિપ્રોએ આશીર્વાદ આપ્યા. અગ્નિને ચાર ફેરા ફર્યા. બાલયોગિનીના માતા-પિતાએ કરિયાવર દાન કર્યા તેમજ અનાદિશ્રીકૃષ્ણનારાયણના માતા-પિતાએ પણ દાન આપ્યા. આ રીતે લક્ષ્મીનારાયણનો વિવાહ પૂરો થયો. અને લગ્નમંડપની શોભા પણ બધી અદૃશ્ય થઇ ગઇ. પછી બાલકૃષ્ણ પ્રભુ ભક્ત સાધુ-સાધ્વી મહેમાનોની જાન લઇને કુંકુમવાપી પધાર્યા.